(PTI Photo)

ગુજરાતના ગાંધીનગર ખાતે ગિફ્ટી સિટીમાં યોજાયેલા 69માં ફિલ્મફેર એવોર્ડમાં સેલિબ્રિટી દંપતી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ વર્ષે સમારોહ બે દિવસ સુધી યોજાયો હતો. ટેકનિકલ પુરસ્કારો શનિવારે આપવામાં આવ્યા હતા અને અન્ય પુરસ્કારો રવિવારે આપવામાં આવ્યા હતા

આલિયા ભટ્ટે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં તેની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવ્યો હતો જ્યારે તેના પતિ રણબીર કપૂરને એનિમલમાં તેના શ્રેષ્ઠ અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલે કુલ 6 ટ્રોફી સાથે બાજી મારી હતી, જ્યારે વિધુ વિનો ચોપરાની ફિલ્મ 12મી ફેલને શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ દિગ્દર્શક સહિત કેટલાક સૌથી મોટા પુરસ્કારો જીત્યા હતાં.

ક્રિટિક્સ કેટેગરીમાં વિક્રાંત મેસીને 12મી ફેલ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. રાની મુખરજી અને શેફાલી શાહે અનુક્રમે શ્રીમતી ચેટર્જી વિ નોર્વે અને થ્રી ઓફ અસ માટે શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટીક્સ)નો એવોર્ડ મેળવ્યો હતો.
સામ બહાદુરની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતા (ક્રિટીક્સ) માટે વિકી કૌશલને નોમિનેશન મળ્યું હતું. તેને રાજકુમાર હિરાનીની ડંકીમાં પ્રભાવશાળી અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ જીત્યો હતો. ફિલ્મમેકર ડેવિડ ધવનને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. બેસ્ટ ડેબ્યુ (મેલ)નો એવોર્ડ ફરાઝ એક્ટર આદિત્ય રાવલે જીત્યો હતો. ફેરી અભિનેત્રી અલીઝેહ અગ્નિહોત્રીએ બેસ્ટ ડેબ્યુ (સ્ત્રી)નો એવોર્ડ જીત્યો હતો.

પ્રતિષ્ઠિત એવોર્ડ વિજેતાની યાદી

શ્રેષ્ઠ ફિલ્મ (લોકપ્રિય): 12મી ફેલ
શ્રેષ્ઠ ફિલ્મ (ક્રિટીક્સ): જોરામ
શ્રેષ્ઠ એક્ટર: રણબીર કપૂર (એનિમલ)
શ્રેષ્ઠ અભિનેત્રીઃ આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
શ્રેષ્ઠ અભિનેતા (ક્રિટિક): વિક્રાંત મેસી (12મી ફેલ)
શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટીક્સ): રાની મુખર્જી (મિસિસ ચેટર્જી Vs નોર્વે) અને શેફાલી શાહ (થ્રી ઓફ અસ).
શ્રેષ્ઠ દિગ્દર્શક: વિધુ વિનોદ ચોપરા (12મી ફેલ)
શ્રેષ્ઠ સહાયક અભિનેતા (પુરુષ): વિકી કૌશલ (ડંકી)
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: શબાના આઝમી (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
શ્રેષ્ઠ ગીત: અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે- જરા હટકે જરા બચકે)
શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (પુરુષ): ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી- એનિમલ)
શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (સ્ત્રી): શિલ્પા રાવ (બેશરમ રંગ- પઠાણ)
શ્રેષ્ઠ વાર્તા: અમિત રાય (OMG 2)
શ્રેષ્ઠ પટકથા: વિધુ વિનોદ ચોપરા (12મી ફેલ)
બેસ્ટ ડાયલોગઃ ઈશિતા મોઈત્રા (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર: હર્ષવર્ધન રામેશ્વર (એનિમલ)
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી: અવિનાશ અરુણ ધાવરે (થ્રી ઓફ અસ)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇનઃ સુબ્રત ચક્રવર્તી અને અમિત રે (સેમ બહાદુર)
બેસ્ટ એડિટિંગઃ જસકુંવર સિંહ કોહલી- વિધુ વિનોદ ચોપરા (12મી ફેલ)
શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનઃ સચિન લવલેકર, દિવ્યા ગંભીર અને નિધિ ગંભીર (સામ બહાદુર)
શ્રેષ્ઠ Vfx: રેડ ચિલીઝ Vfx (જવાન)
બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટરઃ તરુણ દુડેજા (ધક ધક)
બેસ્ટ ડેબ્યુ મેલઃ આદિત્ય રાવલ (ફરાઝ)
બેસ્ટ ડેબ્યુ ફીમેલઃ અલીઝેહ અગ્નિહોત્રી (ફેરી)
લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડઃ ડેવિડ ધવન

 

 

 

 

LEAVE A REPLY

five × 1 =