Jadeja, Bumrah will not play in ODI, T20I series against Sri Lanka
(ANI Photo)

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝની પહેલી ટેસ્ટમાં પરાજય પછી ભારતીય ટીમને એક વધુ આંચકો લાગ્યો છે. વિરાટ કોહલી અગાઉથી જ પ્રથમ બે ટેસ્ટમાં નહીં રમવાની જાહેરાત કરી ચૂક્યો છે, તો હવે કે. એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત હોવાના કારણે બીજી ટેસ્ટમાં નહીં રમે તેવી જાહેરાત ભારતીય ક્રિકેટ બોર્ડે સોમવારે (29 જાન્યુઆરી) કરી હતી.

બીજી ટેસ્ટ મેચ તા. 2 ફેબ્રુઆરી ને શુક્રવારથી આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં રમાશે.

ક્રિકેટ બોર્ડે રાહુલ અને જાડેજાની જગ્યાએ સરફરાજ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરનો ટીમમાં સમાવેશ કરાયાની જાહેરાત કરી હતી.

બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ આ મુજબની રહેશેઃ રોહિત શર્મા (સુકાની), જસપ્રીત બુમરાહ (ઉપસુકાની), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐય્યર, કે. એસ. ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આવેશ ખાન, રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર અને સૌરભ કુમાર.

LEAVE A REPLY

3 × three =