અમેરિકા અને યુકે વચ્ચે ગયા સપ્તાહે ટ્રેડ ડીલ અંગે સંમતિ સધાઈ હતી, જેના પગલે બન્ને દેશો વચ્ચે વેપાર યુદ્ધમાં વિરામ જાહેર થયો હતો. ખાસ કરીને અમેરિકાએ યુકેથી આયાત થતી કાર્સ અને સ્ટીલ ઉપરની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો.
અમેરિકાના વેપાર પ્રધાન હાવર્ડ લુટનિકે કહ્યું હતું કે અમેરિકામાં બ્રિટિશ વસ્તુઓની આયાત ઉપર 10 ટકા બેઝિક ટેરિફ લાગુ રહેશે. બ્રિટનથી વાર્ષિક એક લાખ કાર્સને આ રાહત દરની ડ્યુટીનો લાભ મળશે. તો બ્રિટનથી આયાત થતા સ્ટીલ ઉપર અમેરિકામાં હવેથી કોઈ ટેરિફ નહીં લાગે. તેવી જ રીતે ત્યાંથી આયાત થતા વિમાનના પાર્ટ્સ ઉપર પણ કોઈ ડ્યુટી નહીં લાગે. તેની સામે બ્રિટન અમેરિકન વિમાન ઉત્પાદક બોઈંગ પાસેથી 10 અબજ ડોલરના મૂલ્યના વિમાનો ખરીદે તેવી ધારણા છે. બન્ને દેશો એક બીજાના કૃષિ ઉત્પાદનો માટે પણ વધુ ઉદાર શરતો અમલી બનાવશે.
