Courtesy: Gujarat University

ગુજરાત યુનિવર્સિટીમાં નવા કુલપતિ તરીકે પ્રથમવાર મહિલાની નિમણૂક કરવામાં આવી છે. ડો. હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ પૂર્ણ થઈ છે. યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષ બાદ પ્રથમવાર આ પદ એક મહિલાને સોંપવામાં આવ્યું છે.
1949માં સ્થાપિત રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સીટીના 18માં કુલપતિ તરીકે મૂળ અમદાવાદના અને સાંચી યુનિવર્સિટી ઓફ બુધ્ધિસ્ટ-ઇન્ડિક સ્ટડી, સાંચી, મધ્યપ્રદેશ ના કુલપતિ ડો. નિરજા ગુપ્તાની પસંદગી કરાઈ છે. ડો. ગુપ્તા અગાઉ ભવન્સ કોલેજના આચાર્ય રહી ચૂક્યા છે. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય, સેનેટ સભ્ય, અને ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલના પણ સભ્ય રહી ચૂક્યા છે. નોંધનીય છે કે ડો. નીરજા ગુપ્તા આરએપીજી કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન, ખાનપુર, અમદાવાદ, ગુજરાત ખાતે પ્રોફેસર અને આચાર્ય રહી ચૂક્યા છે. 2006થી 2012 સુધી ડો.ગુપ્તા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેસન પ્રોગ્રામના સલાહકાર રહ્યા છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેઓ ઉર્દૂ પર પ્રભુત્વ ધરાવે છે.

LEAVE A REPLY

5 × two =