સિટીબોન્ડ ટુર્સ દ્વારા તાજેતરમાં યુકેથી વારાણસી અને અયોધ્યામાં નવા રામ મંદિરની પ્રથમ એસ્કોર્ટેડ ગ્રૂપ ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું.

તમામ મહેમાનોએ 8મી માર્ચે કાશીમાં મહાશિવરાત્રીની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી અને તેઓ અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગ્રૂપે ચિત્રકૂટ, નૈમિશારણ્ય અને દિલ્હીમાં અક્ષરધામના દર્શન ઉપરાંત પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં સ્નાન પણ કર્યા હતા.

સિટીબોન્ડ ટુર્સ હવે અબુધાબીમાં નવા સ્વામીનારાયણ મંદિર અને અયોધ્યામાં શ્રી રામ મંદિરની મુલાકાત માટે વધુ પ્રવાસોનું આયોજન કરી રહ્યું છે. જૂનમાં ચારધામ યાત્રા (કેદારનાથની મફત હેલિકોપ્ટર સહિત), જુલાઈમાં અમરનાથ અને વૈષ્ણોદેવીની યાત્રા, નવેમ્બર 2024માં અગિયાર જ્યોતિર્લિંગ સહિત 2024માં અન્ય યાત્રાઓનું આયોજન કરી રહી છે.

એર, કોચ, ક્રૂઝ અને યાત્રા માટે સિટીબોન્ડ ટુર્સને કૉલ કરો 0207 290 0601 અથવા વેબસાઇટ www.citbondtours.co.uk ની મુલાકાત લો.

LEAVE A REPLY