પાલઘર મોબ લિન્ચિંગના મામલામાં સોમવારે ગૃહમંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સોમવારે જ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી હતી. આ વાતચીત બાદ ઉદ્ધવે કહ્યું કે તેમણે અમિત શાહ અને ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ અંગે માહિતી આપી છે. રાજ્ય સરકારે આ મામલામાં કાર્યવાહી કરી છે. 110 લોકોની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી, તેમાં કેટલાક માઈનર પણ સામેલ હતા. ઉદ્ધવે કહ્યું કે અમે બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.
તેમણે એ પણ કહ્યું કે પાલઘર મોબલિન્ચિંગમાં સાંપ્રદાયિક એંગલ નથી. 16 એપ્રિલની રાતે પાલઘરના ગડચિનચલે ગામમાં બે સાધુઓ સહિત 3ની મારીને હત્યા કરવામાં આવી હતી, તઓ અંતિમ સંસ્કારમાં જઈ રહ્યાં હતા. રવિવારે ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે સંતોની હત્યા કરવામાં આવી અને દેશના તમામ ધર્મનિરપેક્ષો આજે શાંતિ છે. સાક્ષી મહારાજે પણ લિન્ચિંગ કરનારને રાક્ષસનો કરાર આપ્યો અને કહ્યું કે તેમની પર કાર્યવાહી કરવામાં આવે. ઉદ્ધવ ઠાકરેના બચાવમાં તેમના પુત્ર અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે એ કહ્યું કે આ મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકાર આ પ્રકારના અપરાધોને ક્યારેય માંફ કરશે નહિ. પાલઘર મામલામાં તમામની ઘરપકડ થઈ ચૂકી છે. સીએમએ પાલઘર મામલામાં તેમનું નિવેદન આપ્યું છે. હું તમામ રાજકીય પાર્ટીઓને એ જાણ કરવા માંગુ છું કે સાધુઓ પર હુમલો કરનારાઓની પોલીસે ધરપકડ કરી છે.
સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડવીસે પણ હત્યાના આરોપીની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફડણવીસે ટ્વિટ કર્યું, પાલઘરમાં મોલ લોન્ચિંગ ઘટનાનો વીડિયો અમાનવીય છે. આવા સંકટના સમયે આ પ્રકારની ઘટના વધુ હેરાન કરાવનારી છે. હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે તે આ કેસની હાઈલેવલ તપાસ કરાવે.