30 વર્ષ પહેલાં લંડનના બ્રેન્ટ, હેરો અને ટાવર હેમ્લેટ્સમાં વિકલાંગ અને વૃદ્ધ વ્યક્તિઓના કલ્યણ માટે સ્થપાયેલ એશિયન પીપલ્સ ડિસેબિલિટી એલાયન્સ (એપીડીએ) દ્વારા તાજેતરમાં ઈદ અને રાજા ચાર્લ્સ III ના રાજ્યાભિષેકની અદ્ભુત સંયુક્ત ઉજવણી કરાઇ હતી.

દૃષ્ટિહીન સંગીતકારો શ્રી ઘો રત્નરાજાહ અને શ્રી ઝિયાદે ટ્યુનિશિયા અને લેબેનોનના સાંસ્કૃતિક ગીતો રજૂ કર્યા હતા. તો એપીડીએ મુસ્કાન ગૃપના કલાકારોએ બિનલ ત્રિવેદી દ્વારા કોરિયોગ્રાફ કરાયેલ નૃત્ય રજૂ કર્યું હતું. તો APDA ના આર્ટ એન્ડ ક્રાફ્ટ થેરાપિસ્ટ નૂ ઓડોનેલે થાઈ નૃત્ય રજૂ કર્યું હતું.

બ્રેન્ટના મેયર કાઉન્સિલર અબ્દી એડેન કાર્યક્રમની પ્રસંશા કરી હતી. હેરોના કાઉન્સિલર ભૂતપૂર્વ મેયર ગઝનફર અલી, કાઉન્સિલર મહેમૂદ અરશદ, APDA બોર્ડના અધ્યક્ષ શ્રી પ્રદિપ શાહ, તેમના પત્ની રશ્મિ, APDAના સ્થાપક માઈકલ જીવા, APDA મેનેજમેન્ટ કમિટીના સભ્યો શ્રીમતી કવલ સિંઘ, શ્રી દયા લેકમવાટગે, મિસ રેખા મહેતા, કુ. જ્યોતિ રાજા, APDAના CEO શ્રીમતી ઝીનત જીવા અને બ્રેન્ટ કાઉન્સિલ પાર્ટનરશિપ એંગેજમેન્ટ ટીમના સભ્યોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

4 + 14 =