ભારતમાં હવાના પ્રદૂષણ અંગે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનની આકરી ટીકા કરતાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટના ઉમેદવાર જો બિડેને શનિવારે જણાવ્યું હતું કે તેઓ અને કમલા હેરિસ ભારત સાથે અમેરિકાની ભાગીદારીનું ઘણી મૂલ્યવાન માનીએ છીએ.
કદાચ પહેલી વખત એવુ જોવા મળી રહ્યુ છે કે, અમેરિકાની ચૂંટણીમાં ભારત પણ એક મહત્વનો મુદ્દો બની ગયુ છે. અમેરિકામાં રહેતા ભારતીય મૂળના મતદારોને રિઝવવા માટે બિડેને કહ્યુ છે કે, પોતાના મિત્રો માટે આ પ્રકારે વાત કરવી યોગ્ય નથી. તેમણે કહ્યુ હતુ કે, હું અને મારી સાથે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ ભારત સાથેની મિત્રતાનુ ઘણુ સન્માન કરીએ છે.
ટ્રમ્પે ભારતને ગંદો દેશ કહ્યો છે પણ મિત્રો માટે આ પ્રકારના શબ્દો વાપરવા જોઈએ નહી. આવા નિવેદનો આપીને ક્લાઈમેટ ચેન્જ સમસ્યાનો સામનો નહીં કરી શકાય. જો હું રાષ્ટ્રપતિ બન્યો તો ભારત સાથેની ભાગદારી વધશે. અમેરિકા અને ભારત આંતકવાદ સામે સાથે મળીને કામ કરશે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે જો બિડન સાથે પ્રમુખપદની ચૂંટણી પહેલાની અંતિમ ડિબેટમાં કહ્યુ હતુ કે, ભારત, ચીન અને રશિયા જેવા દેશોની હવા ઘણી પ્રદૂષિત છે.