Dabbawalas of Mumbai send gift of 'Puneri Paghdi' to King Charles ahead of coronation
મુંબઈમાં એક કાર્યક્રમમાં ડબ્બાવાળાએ કિંગ ચાર્લ્સ III ના રાજ્યાભિષેક માટે ભેટ આપી હતી. .(PTI Photo)

મુંબઈના પ્રસિદ્ધ ડબ્બાવાલાઓએ રાજ્યાભિષેક પહેલા કિંગ ચાર્લ્સને ભેટ તરીકે ‘પુનેરી પાઘડી’ મોકલી હતી. ડબ્બાવાલાના કેટલાક પદાધિકારીઓએ મુંબઈમાં બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશનરને તાજ હોટેલમાં એક સમારોહ માટે આમંત્રિત કર્યા હતા, જ્યાં તેમણે ‘પુનેરી પાઘડી’ અને ‘ઉપર્ણા’ આપ્યા હતા. 19મી સદીમાં અને મહારાષ્ટ્રના પૂણે શહેરમાં ગૌરવ અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. ‘ઉપર્ણા’ પારંપરિક સમારોહ દરમિયાન પુરુષો દ્વારા કભા પર પહેરવામાં આવતું વસ્ત્ર છે.

ડબ્બાવાલા વિશ્વસ્તર પર પ્રસિદ્ધ ટિફિન ડિલીવરી અને રિટર્ન સિસ્ટમ સંચાલિત કરે છે, જે અંતર્ગત લોકોને ઘરો અને રેસ્ટોરન્ટથી ગરમ લંચ પહોંચાડવામાં આવે છે. મુંબઇ ડબ્બાવાલા સંગઠનના અધ્યક્ષ રામદાસ કરવંડેએ જણાવ્યું કે આ વખતે તેમને 74 વર્ષીય બ્રિટિશ કિંગના રાજ્યાભિષેક સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા નથી. કિંગ ચાર્લ્સને તેમના રાજ્યાભિષેકની શુભકામના પાઠવતા કહ્યું કે, ગરીબ ડબ્બાવાલાઓને કોઈએ આટલું મહત્વ આપ્યું નથી.

ડબ્બાવાલા એસોસિએશનના બે સભ્યોને એપ્રિલ 2005માં તત્કાલિન પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા પાર્કરના લગ્ન સમારોહમાં આમંત્રિત કર્યા હતા. ત્યારે ડબ્બાવાલાઓએ તેમના માટે એક મહારાષ્ટ્રીયન પાઘડી અને નવ ગજની સાડી મોકલી હતી.  મુંબઈના ડબ્બાવાલાનો બ્રિટનના શાહી પરિવાર સાથે જૂનો સંબંધ છે. 2003માં ભારતની યાત્રા દરમિયાન, પ્રિન્સ ચાર્લ્સે ડબ્બાવાલાની મુલાકાત કરી અને તેમની કાર્ય પદ્ધતિથી પ્રભાવિત થયા પછી તેમના કાર્યકૌશલ્ય, ચોક્સાઈ અને સમયબદ્ધતાના વખાણ કર્યા હતા.

 

1 COMMENT

Leave a Reply to international news Cancel reply

five × 4 =