પાકિસ્તાનને ગુજરાતના કચ્છમાં લશ્કરી થાણા પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો હતો. કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદની નજીક એક દૂરના સ્થળે ગુરુવારે ‘ડ્રોન જેવી’ વસ્તુનો કાટમાળ મળી આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
ભારત સરકારે કહ્યું હતું કે પાકિસ્તાને બુધવાર અને ગુરુવારની રાત્રે કચ્છ જિલ્લાના ભુજ શહેર સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતમાં અનેક સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.કચ્છ-પશ્ચિમના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ પુષ્ટિ આપી કે આજે સવારે હાઇ-વોલ્ટેજ પાવર ટ્રાન્સમિશન લાઇન નીચે “ડ્રોન જેવી વસ્તુ” મળી આવી હતી. ખાવડા ગામ નજીક ડ્રોન જેવી વસ્તુનો કાટમાળ મળી આવ્યો હતો. સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી, અને વાયુસેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વધુ તપાસ માટે તેના ભાગોને ભૂજ એર બેઝ પર લઈ ગયા હતા
