બ્રિટન અને અમેરિકામાં સૌથી લોકપ્રિય અને સૌથી વધુ વંચાતા સાપ્તાહિક ગરવી ગુજરાતના 56મા દીપોત્સવી અંકને ગ્રાહકો, વાચકો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તરફથી ઉમળકાભેર સુંદર આવકાર સાંપડ્યો છે.

વાચક મિત્રોને તેમનો મનગમતો દિપોત્સવી અંક દીપાવલિ પર્વ પહેલા જ સાદર અર્પણ કરવાની પરંપરાને જાળવીને અમે ગરવી ગુજરાતનો દીપોત્સવી અંક ફર્સ્ટક્લાસમાં પોસ્ટ કરતા મોટાભાગના વાચકોને 9 નવેમ્બરે મળી ગયો હતો. જ્યારે લંડનની તમામ દુકાનોમાં 8 તારીખે મળી ગયો હતો.

અમે ગૌરવભેર કહી શકીએ છીએ કે વડા પ્રધાન શ્રી સુનકને પણ આ અંક અર્પણ કરનાર એક માત્ર પબ્લિશર બન્યા હતા. અંક સમયસર મળતા વાચક મિત્રો તેમની રજાઓમાં રસપ્રદ વાંચનસામગ્રી, રેસીપી, સુંદર મનનીય લેખો, વાર્તાઓ, રાશીભવિષ્ય  વગેરેની મજા માણી શક્યા હતા.

આ અંકમાં અમે આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતિના યોગદાન, સંતોનું માર્ગદર્શન આપતા લેખો, વાર્ષિક રાશી ભવિષ્ય, વાનગીનો રસથાળ અને ઘણી રસપ્રદ, રોચક વાંચન સામગ્રી પિરસી છે.

ગરવી ગુજરાતના દિપોત્સવી અંક અંગે પ્રતિસાદ આપતા અનુપમ મિશનની આંતરરાષ્ટ્રીય સમિતિના પ્રમુખ શ્રી સતીષભાઇ ચતવાણીએ જણાવ્યું હતું કે ‘’ગરવી ગુજરાતનો દિપોત્સવી અંક ખૂબ જ એક્સેલન્ટ છે. તેમાં સમાવાયેલી તમામ માહિતી, વાનગીઓની રેસીપી અને લેખો બહુજ સુંદર અને કાળજીપૂર્વક પસંદ કરાયેલા છે. ખાસ કરીને આ અંક સમયસર મળી ગયો છે. હું દર વર્ષની જેમ હંમેશા મારો સાથ સહકાર આપતો રહીશ.’’

હેન્ડન સંસદીય મતવિસ્તારના ઉમેદવાર કાઉન્સિલર અમિત જોગીયાએ જણાવ્યું હતું કે ‘’હું બહુ સરસ ગુજરાતી વાંચી શકતો નથી. પરંતુ તમે દિપોત્સવી અંક નિયમીત બહાર પાડો છો તે નાનીસુની સિધ્ધી નથી. મને ઇંગ્લિશમાં લખાયેલા સંતોના લેખો, પૂ. દયાનંદ સરસ્વિતજીનો લેખ તથા અન્ય વાંચન સામગ્રી ખૂબ જ પસંદ આવી.’’

ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટરના વડા પૂ. રાજ રાજેશ્વર ગુરૂજીએ જણાવ્યું હતું કે ‘’અર્યસમાજના સ્થાપક પૂ. દયાનંદ સરસ્વિતીજી સાથે અન્ય વંદનીય સંતોના લેખો અને તેમના ઉત્તરો ગુજરાતી અને ઇંગ્લિશમાં પ્રસિધ્ધ કરી તમે સમાજની અને નવી પેઢીની સાચી સેવા કરી છે. તમે દિવાળી પર્વ પહેલા આ અંક સમયસર વાચકોને પહોંચાડીને પ્રકાશન સંસ્થાની કાબેલિયત પૂરવાર કરી છે.’’

જાણીતા લોહાણા અગ્રણી અને વીસી યુનિફોર્મના એમડી શ્રી વિનોદભાઇ ઠકરારે જણાવ્યું હતું કે ‘’મને ગરવી ગુજરાતના દીવાળી અંકમાં સમાવાયેલ તમામ વાચન સમાગ્રી, મનને ગમે તેવું કલરફૂલ ફ્રન્ટ પેજ, ફોટોઝ, અધ્યાત્મિક, રેસીપીઝ, ફેશનને લગતા લેખો ખૂબ જ ગમ્યા. અંક પહેલી જ નજરે ગમી જાય તેવો છે.’’

નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજના પ્રમુખ પ્રવિણભાઇ અમીને  જણાવ્યું હતું કે ‘’દિવાળી અંકનો લેઆઉટ, ડીઝાઇન, કલરફૂલ તસવીરો ખૂબ જ ગમ્યા. અગામી નવી પેઢી માટે આધ્યાત્મિક અને અન્ય સરસ પંસદ કરાયેલા લેખો ઇંગ્લિશમાં રજૂ કરીને તમે સારી સેવા કરી છે. આટલા વર્ષોથી તમે આ અંક સમયસર પ્રકાશિત કરી રહ્યા છો તે સરાહનીય છે.’’

વાચક મિત્રો, તમે આજે ગ્રાહક બનીને દીપોત્સવી અંક ભેટ મેળવી શકો છો અને મિત્રો સંબંધીઓને ભેટ અપવા માટે લવાજમ ભરી શકો છો. વધુ માહિતી માટે સંપર્ક: સૌરીન શાહ ઈમેલ [email protected] અથવા 020 7928 1234.

LEAVE A REPLY

9 + three =