પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં કોરોના વાઇરસના દૈનિક કેસોમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શુક્રવારે 2,190 નવા કેસ સાથે સૌથી વધુ દૈનિક કેસનો નવો રેકોર્ડ બન્યો હતો. રાજ્યમાં એક દિવસમાં છ વ્યક્તિના મોત પણ થયા હતા અને તેનાથી કુલ મૃત્યુઆંક વધીને 4,479 થયો હતો.

નવા કેસની સામે 1,422 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં 2,81,707 દર્દીઓ કોરોનાને મહાત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો રેસિયો 95.07 ટકા થયો હતો. અમદાવાદ અને સુરત રાજ્યમાં કોરોના હોટસ્પોટ બન્યું છે.

સરકારે શુક્રવારે સાંજે જારી કરેલી માહિતી મુજબ છેલ્લાં 24 કલાકમાં સુરતમાં 745, અમદાવાદમાં 613 કેસ, વડોદરામાં 187, રાજકોટમાં 164 કેસ, ભાવનગરમાં 40, જામનગરમાં 47, ગાંધીનગરમાં 40 કેસ,જૂનાગઢમાં 9, પાટણમાં 45, મહિસાગરમાં 25 કેસ, નર્મદામાં 25, અમરેલી–દાહોદમાં 20– 0 કેસ, કચ્છમાં 20, ખેડા, મહેસાણા, મોરબીમાં 19-19 કેસ, સુરેન્દ્રનગરમાં 17, આણંદ, સાબરકાંઠામાં 15-15 કેસ, ભરૂચ અને પંચમહાલમાં 13-13, નવસારીમાં 12 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 10,134 થઈ હતી, તેમાંથી 83 દર્દીઓ વેન્ટીલેટર પર હતા અને 10,051 દર્દીઓની હાલત સ્થિર હતી. ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 4,479 લોકોના કોરોનામાં મોત થઈ ચૂક્યા છે. આજે ગુજરાતમાં 6 લોકોના મોત થયા છે, જેમાં સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને રાજકોટ કોર્પોરેશન એમ કુલ 6 લોકોના મોત નિપજ્યા હતા.