India and British Prime Minister held a telephonic discussion on various issues

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બ્રિટિશ વડાપ્રધાન રિશિ સુનક સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ ભારત-યુકે રોડમેપ 2030ના ભાગરૂપે અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે તાજેતરના ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન અને ખાસ કરીને વેપાર અને આર્થિક ક્ષેત્રોમાં વધતા સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો. તેઓ બંને દેશો વચ્ચે પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરારના વહેલા નિષ્કર્ષની જરૂરિયાત પર સहમત થયા હતા.

પીએમ મોદીએ યુકેમાં ભારતીય રાજદ્વારી સંસ્થાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને યુકે સરકાર દ્વારા ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી હતી. પીએમ રિશિ સુનકે જણાવ્યું કે યુકે, ભારતીય હાઈ કમિશન પરના હુમલાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય માને છે અને ભારતીય મિશન અને તેના કર્મચારીઓની સુરક્ષાની ખાતરી આપે છે.

પીએમ મોદીએ યુકેમાં આશ્રય મેળવનારા આર્થિક અપરાધીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે આ ભાગેડુઓની પરત મોકવામાં થયેલી પ્રગતિની માંગ કરી હતી જેથી તેઓ ભારતીય ન્યાયતંત્ર સમક્ષ હાજર થઈ શકે. પીએમ મોદીએ સપ્ટેમ્બર 2023માં યોજાનારી જી20 સમિટ માટે પીએમ સુનકને આમંત્રણ આપ્યું હતું. પીએમ સુનકે ભારતની જી20 પ્રેસિડન્સી હેઠળ થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી અને ભારતની પહેલ અને તેમની સફળતા માટે યુકેના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.

પીએમ મોદીએ પીએમ સુનક અને યુકેમાં ભારતીય સમુદાયને બૈસાખીની પૂર્વ સંધ્યાએ શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સહમત થયા હતા.

LEAVE A REPLY

6 − five =