લેબર નેતા ડેવિડ લેમી - કોન્ડોલીસા રાઇસ સાથે

આગામી સામાન્ય ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે વિપક્ષી લેબર પાર્ટીએ યુકેમાંથી ભારત જેવા દેશોમાં થઇ રહેલ આંતરરાષ્ટ્રીય રેમિટન્સ સાથે સંકળાયેલી મોંઘી છુપી ફી પર અંકુશ મૂકવાનું વચન આપ્યું છે.

શેડો ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ તા. 4ના રોજ “કનેક્ટીંગ કમ્યુનિટીઝ” રિસેપ્શનમાં કહ્યું હતુ કે “એક હજારથી વધુ ભારતીય બિઝનેસીસ યુકેની અર્થવ્યવસ્થામાં £ 1 એક બિલિયનથી વધુનું યોગદાન આપી રહ્યા છે. તે એક મોટી સફળતાની વાર્તા છે. જો હું ફોરેન સેક્રેટરી તરીકે સેવા આપાશ તો હું વેપાર અને એન્ટરપ્રાઇઝ ઉપરાંત રેમિટન્સના મુદ્દાઓને ઉકેલવા માંગુ છું. યુકેના ડાયસ્પોરા સમુદાયોમાંથી વહેતા રેમિટન્સની રકમ દેશના સહાય બજેટને ઘટાડી દે છે. લેબર સરકાર રાષ્ટ્રીય આવકના લક્ષ્યના 0.7 ટકા પર પાછા ફરવા માંગે છે.‘’

શેડો વુમન એન્ડ ઇક્વાલિટી સેક્રેટરી એનીલીઝ ડોડ્સે જણાવ્યું હતું કે “રેમિટન્સ પેમેન્ટ્સ દ્વારા ગરીબી અને અસમાનતા સામે લડી રહેલા ડાયસ્પોરા સમુદાયોની સકારાત્મક અસરને ઘણી વાર અવગણવામાં આવે છે. આ પેમેન્ટ પરની મોંઘી છુપાયેલી ફી બ્રિટનમાં પહેલાથી સંઘર્ષ કરી રહેલા પરિવારો પર નાણાકીય દબાણ લાવે છે.”

વિશ્વ બેંકે 2022માં યુકે તરફથી USD 10.7 બિલિયનનું રેમીટન્સ થયું હોવાનો અંદાજ મૂક્યો છે. આ રેમીટન્સ માટે છૂપી ફી તરીકે દર વર્ષે લગભગ અડધા બિલિયન પાઉન્ડ ખર્ચ થાય છે. યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) માટે સહી કરનાર સભ્ય દેશો વૈશ્વિક સ્તરે થતા રેમિટન્સની ફી ઘટાડીને 3 ટકા કરવા માંગે છે. જે યુકેમાં સરેરાશ 5-6 ટકા છે.

LEAVE A REPLY