CBI raids offices of Jet Airways founder in bank fraud case
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ (ફાઇલ ફોટો) (REUTERS Photo)

 

મુંબઈની વિશેષ PMLA કોર્ટે શનિવારે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને 11 સપ્ટેમ્બર સુધી તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના રિમાન્ડ પર મોકલ્યાં હતાં.

ઇડીએ રૂ.538 કરોડના બેન્ક ફ્રોડ કેસ સંબંધિત મની લોન્ડરિંગના મામલામાં નરેશ ગોયલની લાંબી પૂછપરછ પછી શુક્રવારની રાત્રે ધરપકડ કરી હતી. શનિવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. અગાઉ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)  જેટ એરવેઝ, નરેશ ગોયલ, તેમની પત્ની અનિતા અને કેટલાંક ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ સામે કેસ દાખલ કર્યો હતો. આ કેસને આધારે ઇડીએ મની લોન્ડરિંગ તપાસ ચાલુ કરી હતી.

LEAVE A REPLY

16 + 20 =