પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતમાં સ્પા સેન્ટર્સ પર પોલીસે 19 ઓક્ટોબરે મોટી કાર્યવાહી કરીને રાજ્યભરમાં એકસામટા દરોડા પાડ્યા હતાં. સ્પા સેન્ટરો અને હોટલોની આડમાં માનવ તસ્કરી ચાલતી હોવાનું પોલીસનું માનવું છે. રાજ્યભરમાં પોલીસે 851 દરોડા પાડ્યા હતાં અને 27 સ્પા સેન્ટર્સ અને હોટેલનો લાઇસન્સ રદ કર્યા હતાં.

વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના ગૃહ મંત્રાલયે ગુજરાત પોલીસને રાજ્યના સ્પા સેન્ટરો, કોમર્શિયલ બિલ્ડીંગો અને હોટલોમાં દરોડા પાડવાનો આદેશ આપ્યો હતો. અત્યાર સુધીમાં, આ અભિયાનમાં 152 આરોપીઓ સામે 103 FIR નોંધાઈ છે, જેમાંથી 105ની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ 17મી ઓક્ટોબરે પોલીસ અધિક્ષક, રેન્જ ઓફિસ, પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર સાથે બેઠક યોજી હતી.

અમદાવાદમાં, લગભગ 25 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને આવા સ્પા/મસાજ કેન્દ્રોના 13 માલિકો પર કેન્દ્રો પરના સ્ટાફની ઓળખ જાહેર ન કરવા બદલ જાહેરાતના ભંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

વડોદરામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ઝોન 2 લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને જૂના પાદરા રોડ પર દરોડો પાડ્યો હતો. ચાર મહિલાઓને બચાવી લેવામાં આવી હતી, અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બે સ્પા ઓપરેટરો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સુરતમાં આવી કાર્યવાહી પર 50 કેસો

LEAVE A REPLY