રાજસ્થાનમાં મંગળવારે સવારે નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે એક ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોનાં મોત થયાં હતા અને 7 લોકોને ઇજા થઈ હતી. (PTI Photo)

રાજસ્થાનમાં મંગળવારે સવારે નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે એક ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોનાં મોત થયાં હતા અને 7 લોકોને ઇજા થઈ હતી. તૂફાન જીપ અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. તમામ મૃતકો MPના ઉજ્જૈન જિલ્લાના ઘટિયા પોલીસ સ્ટેશનના સજ્જન ખેડા અને દૌલતપુર ગામના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકોમાં 8 મહિલા અને 3 પુરુષો છે.

12 સીટર જીપ તૂફાનમાં 18 લોકો સવાર હતા. આ બધા જ લોકો રામદેવરામાં દર્શન બાદ દેશનોક કરણી માતાનાં દર્શન કરીને મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. આ દરમિયાન નાગૌરથી નોખા તરફ જઈ રહેલા ટ્રેલર સાથે જીપનો આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માત મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કરતાં પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.