સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રામન્નાએ મંગળવાર, 21 ઓગસ્ટ 2021ના રોજ નવી દિલ્હીમાં શપથગ્રહણ સમારંભ દરમિયાન જસ્ટિસ હિમા કોહલીને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. (PTI Photo) TWITTER IMAGE POSTED BY @vermashik

ભારતની સુપ્રીમ કોર્ટમાં મંગળવારે પ્રથમ વખત એક સાથે ત્રણ મહિલા ન્યાયમૂર્તિ સહિત નવા 9 ન્યાયાધિશે શપથ ગ્રહણ કર્યા હતા. ભારતની સર્વોચ્ચ અદાલતમાં એકસાથે નવ ન્યાયાધિશે એકસાથે શપથ લીધા હોય તેવું ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હતું.

નવા જજમાંથી ત્રણ મહિલા જજનો સમાવેશ થાય છે. આ સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું કે સપ્ટેમ્બર 2027 માં જસ્ટિસ બી.વી. નાગરત્ન પ્રથમ મહિલા ચીફ જસ્ટીસ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશે. પ્રથમ વખત એવું બન્યું કે શપથ ગ્રહણ સમારંભ સુપ્રીમ કોર્ટ પરિસરની બહાર યોજાયો હતો. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ જે.કે. મહેશ્વરી, જસ્ટિસ હિમા કોહલી, જસ્ટિસ બી.વી. નાગરત્ન, જસ્ટિસ સી.ટી. રવિકુમાર, જસ્ટિસ એમ.એમ. સુંદરેશ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પી.એસ. નરસિમ્હાને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ એનવી રામન્નાએ હોદ્દાના શપથ લેવડાવ્યા હતા.