પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

સાઉદી અરેબિયાએ અમેરિકા સાથેના તેના 80 વર્ષ જૂના પેટ્રોડોલર કરારને રિન્યૂ ન કરવાનો નિર્ણય લીધો છે, આ કરાર રવિવાર, 9 જૂન 2024ના રોજ સમાપ્ત થઈ ગયો હતો, એમ મીડિયા અહેવાલોમાં જણાવાયું હતું.

સાઉદી અરેબિયા હવે માત્ર યુએસ ડૉલરને બદલે ચીની RMB, યુરો, યેન અને યુઆન જેવી વિવિધ કરન્સીનો ઉપયોગ કરીને ક્રૂડ ઓઇલ અને અન્ય માલસામાનનું વેચાણ કરી શકે છે. આનાથી ગ્લોબલ કરન્સી તરીકે અમેરિકાના ડોલરના વર્ચસ્વમાં ઘટાડો થવાની ધારણા છે. સાઉદી અરેબિયાએ સમજૂતીને રિન્યૂ ન કરતાં આંતરરાષ્ટ્રીય વેપારમાં યુએસ ડોલર સિવાયની કરન્સીનો ઉપયોગ કરવાના વૈશ્વિક ટ્રેન્ડને  વેગ મળશે.

મૂળ 8 જૂન, 1974ના રોજ હસ્તાક્ષર કરાયેલ આ કરાર યુએસના વૈશ્વિક આર્થિક પ્રભાવનો મુખ્ય ભાગ હતો.

સાઉદી અરબના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના વેપાર માટે બેઝ કરન્સી તરીકે યુએસ ડોલરનું સ્થાન બદલાતા વૈશ્વિક અર્થતંત્ર પર લાંબાગાળાની અસરો સર્જશે.

આ કરાર હેઠળ સાઉદી અરબ ક્રૂડ ઓઈલની નિકાસ વિશેષરૂપે યુએસ ડોલરમાં કરવા અને ક્રૂડની આવકમાંથી થતા ફાજલ નાણાંનું યુએસ ટ્રેઝરી બોન્ડમાં રોકાણ કરવા સંમત થયું હતું. બદલામાં અમેરિકાએ સાઉદી અરબને તમામ પ્રકારની સૈન્ય સુરક્ષા અને આર્થિક વિકાસમાં સહાયની ખાતરી આપી હતી. આ કરાર હેઠળ દુનિયામાં સૌથી વધુ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરનાર સાઉદી અરબ માત્ર ડોલરના ચલણમાં જ ક્રૂડનું વેચાણ કરતું હતું, જેના કારણે વૈશ્વિક નાણાકીય વ્યવહારોમાં ડોલરનું પ્રભુત્વ વધ્યું હતું.

 

LEAVE A REPLY