Vol. 3 No. 227 About   |   Contact   |   Advertise 3rd December 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
વંશીય લઘુમતીઓને લોકડાઉનના અંત પછી ઝડપી કોવિડ ટેસ્ટીંગમાં પ્રાથમિકતા

સ્થાનિક વિસ્તારોને આકરા ટિયર 3 પ્રતિબંધોથી બહાર જવા માટે સરકારની યોજનાના ભાગ રૂપે, ઝડપી કોરોનાવાયરસ ટેસ્ટીંગ માટે એથનિક જૂથોને પ્રાથમિકતા આપી શકાશે.

Read More...
કોવિડ રસીકરણ કાર્યક્રમની તૈયારી શરૂ કરવા સૂચના

અગ્રણી જી.પી.એ કોરોનાવાયરસ રસીના આગામી રોલઆઉટ દરમિયાન તેમની ઉપર આવનારા “વર્કલોડ પ્રેશર”માં સહાય માટે મદદની હાકલ કરી છે. NHS ઇંગ્લેન્ડ દ્વારા જી.પી. સર્જરીઓને આ સપ્તાહથી (તા. 1 ડિસેમ્બર) કોવિડ રસીકરણ કાર્યક્રમ માટેની તૈયારી શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

Read More...
વેક્સિન પહેલા તો યુકેમાં તેના વિષે વિવાદ શરૂ થઈ ગયો

યુકેમાં માસ વેક્સિન કાર્યક્રમ માટેના મિનિસ્ટર નદીમ જહાવીએ સોમવારે એવા સંકેતો આપ્યા હતા કે, દેશમાં પબ્સ, રેસ્ટોરેન્ટ્સ, બાર્સ, સિનેમા હોલ્સ, સ્પોર્ટિંગ ઈવેન્ટ્સ વગેરે દ્વારા થોડા સમયમાં એવા નિયમો અમલી બની શકે છે કે, જે લોકોએ કોરોનાની વેક્સિન લીધી ના હોય – વેક્સિન લીધાના પુરાવા ના હોય તેમને પ્રવેશ અપાશે નહીં.

Read More...
અમેરિકામાં કોરોનાના કેસમાં ઉછાળો આવવાની ફૌસીની ચેતવણી

અમેરિકાના ટોચના વિજ્ઞાની એન્થની ફૌસીએ રવિવારે ચેતવણી આપી હતી કે થેન્કસગિવિંગ હોલિડે પછી લાખ્ખો ટ્રાવેલર્સ ઘરે પરત આવશે ત્યારે અમેરિકામાં કોરોના વાઇરસના કેસોના નવા ઉપરાઉપરી મોજા આવી શકે છે. વિશ્વમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ અને સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે.

Read More...
કૃષિ કાયદાના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતોના દિલ્હીના પાદરે ધામા, પહેલી મંત્રણા નિષ્ફળ

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે પંજાબ અને હરિયાણાના ખેડૂતોનું આંદોલન રવિવારે ત્રીજા દિવસમાં પ્રવેશ્યું હતું. દિલ્હી ચલો આંદોલનના ભાગરૂપે હજારો ખેડૂતો દિલ્હી અને હરિયાણા વચ્ચે સિંધુ અને ટિકરી સરહદ પર એકઠા થયા છે.

Read More...
બ્રેક્ઝિટ ડીલની રૂપરેખા સ્પષ્ટ છે, આપણે તે હાંસલ કરી શકીએ છીએઃ રિશી સુનક

બ્રિટનના નાણાપ્રધાન રિશી સુનકે ગુરુવારે જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે, આશા છે કે યુરોપિયન યુનિયન સાથે બેક્ઝિટ ડીલ થઈ શકે તેમ છે અને આ સમજૂતીનું સ્વરૂપ સ્પષ્ટ છે.

Read More...
કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલનું નિધન

કોંગ્રેસના વડા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલનું 25 નવેમ્બરે કોરાનાને કારણે નિધન થયું થયું હતું. તેમની ઉંમર 71 વર્ષ હતી. તેમનો જન્મ ગુજરાતનાં અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ગામમાં થયો હતો. તેઓ મોહમ્મદ ઇશાક પટેલ અને હવાબહેન પટેલનાં પુત્ર હતા.

Read More...
સૌરાષ્ટ્રમાં ભૂકંપના 3.2ની તીવ્રતાના આંચકા

સૌરાષ્ટ્રમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના 3 આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલ મળ્યા ન હતા.

Read More...
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈની હોસ્પિટલમાં નિધન

ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નાઈની હોસ્પિટલમાં મંગળવારે નિધન થયું હતું. તેમની ઉંમર 66 વર્ષ હતી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ફેફસાંમાં સમસ્યા ઊભી થઈ હતી અને રાજકોટથી ચાર્ટર્ડ પ્લેનમાં ચેન્નાઈની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Read More...
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, 5 દર્દી જીવતા ભૂંજાયા

ગુજરાતના રાજકોટમાં ગુરુવારની મધરાતે ઉદય શિવાનંદ ગોકુલ યુનિટ એક કોવિડ હોસ્પિટલમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં 5 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા. હજુ અન્ય ત્રણની હાલત ગંભીર મનાય છે. દર્દીઓના સંબંધીઓ ભારે વિલાપ કરી રહ્યા હતા અને હોસ્પિટલ સંચાલકો તેમજ પ્રશાસન સામે રોષ ફેલાઈ ગયો હતો.

Read More...

  Sports
બીજી વન-ડેમાં પણ ભારતને હરાવી ઓસ્ટ્રેલિયાએ સીરીઝ જીતી લીધી

સીડનીમાં રવિવારે રમાયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલમાં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને 51 રને હરાવી ત્રણ મેચની આ સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ સાથે સીરીઝ જીતી લીધી હતી. બન્ને મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરી જંગી સ્કોર ખડકી દીધા હતા.

Read More...
હાર્દિક પંડ્યાના વન-ડેમાં 1000 રન સાથે નવો રેકોર્ડ

વડોદરાના ખેલાડી, ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડેમાં 90 રનની શાનદાર ઈનિંગ દરમિયાન પોતાની વન-ડે કેરિયરમાં 1,000 રન પુરા કર્યા હતા અને તે સાથે સૌથી ઓછા – 857 બોલ રમી એક હજાર રન પુરા કરનારો તે ભારતનો મોખરાનો ખેલાડી બન્યો છે.

Read More...
વોર્નર ઈજગ્રસ્ત, અંતિમ વન-ડે અને ટી-20 સિરીઝમાં નહીં રમે

ઓસ્ટ્રેલિયાનો આક્રમક ઓપનર ડેવિડ વોર્નર ગ્રોઈનની ઈજાના કારણે ભારત સામેની લિમિટેડ ઓવર્સની બાકીની ચાર મેચ નહીં રમી શકે. રવિવારે સિડનીમાં બીજી વનડે દરમિયાન તેને મેદાન છોડી બહાર જવુ પડ્યું હતું.

Read More...
ન્યૂઝીલેન્ડમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમને કોરોનાના નિયમો અંગે વોર્નિંગ

ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમના સાતમા ખેલાડીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ ગયા સપ્તાહે પોઝિટિવ આવ્યો હતો. 6 ખેલાડીઓ તો અગાઉજ કોરોના પોઝિટિવ જાહેર થઈ ચૂક્યા હતા. કોરોનાના નિયમોનુ પાલન કરવાની જગ્યાએ પાકિસ્તાની ખેલાડીઓ તમામ ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા હોવાથી ન્યૂઝીલેન્ડ સરકાર રોષે ભરાઈ છે.

Read More...
ભારતના ગોવામાં દિગ્ગજ ફૂટબોલર મારાડોનાની પ્રતિમા મુકાશે

ભારતમાં ગોવાના એક મિનિસ્ટરે રાજ્યના પૂર્વના કાંઠા વિસ્તારમાં કેલેન્ગુટ ખાતે વિખ્યાત ફૂટબોલર મારાડોનાની પ્રતિમા મુકવાની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. રાજ્ય સરકારના સિનિયર પ્રધાન માઇકલ લોબોએ આપેલી માહિતી મુજબ એક શિલ્પી આ પ્રોજેક્ટ પર કામ કરી જ રહ્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ભારતનું અર્થતંત્ર સત્તાવાર રીતે મંદીમાંઃ બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકા ઘટાડો

ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકાના ઘટાડા સાથે ભારતનું અર્થતંત્ર સત્તાવાર રીતે મંદીમાં પ્રવેશ્યું છે. પ્રથમ ક્વાર્ટરમાં ભારતની જીડીપીમાં 23.9 ટકાનો જંગી ઘટાડો થયો હતો. સતત બે ક્વાર્ટર સુધી જીડીપીમાં ઘટાડાનો અર્થ થાય છે કે ભારત ટેકનિકલ મંદીમાં સરી પડ્યું છે.

Read More...
એર ઇન્ડિયા માટે સંયુક્ત બિડ કરવા ટાટા સન્સની સિંગાપોર એરલાઇન્સ સાથે મંત્રણા

ટાટા સન્સ ભારત સરકારની માલિકીની એર ઇન્ડિયા માટે બિડ કરવા સિંગાપોર એરલાઇન્સ સાથે મંત્રણા કરી રહી છે. ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ હાલમાં ભારતમાં વિસ્તારા નામની ફુલ સર્વિસિસ એરલાઇન ઓપરેટ કરે છે. એર ઇન્ડિયા માટે વિસ્તારા મારફત બિડ કરવાની ટાટા સન્સની યોજના છે.

Read More...
અશોક લેલેન્ડ ઇલેક્ટ્રિક વ્હિકલ પર ફોકસ કરશેઃ યુકે કંપની ઓપ્ટેરનું નામ બદલીને સ્વિચ મોબિલિટી કર્યું

ઇલેક્ટ્રિકલ વ્હિકલ અને ન્યૂ મોબિલિટી સર્વિસિસ પર ફોકસ કરવાની યોજનાના ભાગરૂપે હિન્દુજા ગ્રુપની મુખ્ય કંપની અશોક લેલેન્ડે શુક્રવારે તેની બ્રિટન ખાતેની પેટાકંપની ઓપ્ટેરનું નામ બદલીને સ્વિચ મોબિલિટી રાખ્યું છે અને કંપનીના સમગ્ર ઇલેક્ટિકલ વ્હિકલ (EV) બિઝનેસ આ કંપની હેઠળ લાવવાની જાહેરાત કરી હતી.

Read More...
નવા વર્ષથી વિસ્તારા એરલાઇનની મુંબઈ-લંડન વચ્ચે ફ્લાઇટ શરૂ કરશે

ભારતની વિસ્તારા એરલાઇન નવા વર્ષથી મુંબઇ-લંડન વચ્ચે ફ્લાઇટ સર્વિસ શરૂ કરશે. આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે, 16 જાન્યુઆરીથી શરૂ થતી આ ફ્લાઇટ માટે બોઇંગ 787-9 ડ્રીમલાઈનર વિમાનનો ઉપયોગ કરાશે. આ એરલાઇન અગાઉથી જ દિલ્હી-લંડન રૂટ પર બોઇંગ 787-9 ડ્રીમલાઈનર ફ્લાઇટનું સંચાલન કરે છે. વિસ્ટારાએ આ રૂટ પર મુંબઇ-લંડન-મુંબઇનું રીટર્ન ભાડું રૂ. 46,799 નક્કી કર્યું છે.

Read More...
ભારતનું આઇટી અને બિઝનેસ સર્વિસિસ માર્કેટ ડિસેમ્બર 2020 સુધી 13 બિલિયન ડોલરનું થવાનો અંદાજ

ભારતનું આઇટી અને બિઝનેસ સર્વિસિસ માર્કેટ વાર્ષિક 5.4 ટકાની વૃદ્ધિ સાથે આ વર્ષના ડિસેમ્બરમાં આશરે 13 બિલિયન ડોલરનું થવાનો અંદાજ છે, એમ રિસર્ચ કંપની IDCએ જણાવ્યું હતું.

Read More...
  Entertainment

ઓસ્કારમાં જશે મલયાલમ ફિલ્મ

અમેરિકાના લોસ એન્જલસમાં આવતા વર્ષે 25 એપ્રિલે યોજાનારા 93મા એકેડમી એવોર્ડ્સ માટે ભારત દ્વારા મલયાલમ ફિલ્મ ‘જલીકટ્ટુ’ને મોકલાશે. ‘જલીકટ્ટુ’ની પસંદગી 27 ફિલ્મમાંથી થઇ છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના 14 સભ્યોની એક કમિટીના ડાયરેક્ટર લિજો પેલ્લીસરીએ આ ફિલ્મને પસંદ કરી છે. ‘જલીકટ્ટુ’ શ્રેષ્ઠ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ ફોરેન લેન્ગવેજ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ‘જલીકટ્ટુ’ ફિલ્મ કેરળના ઇડુક્કી જિલ્લાની વિવાદિત રમત પર આધારિત છે. તેમાં એક આખલાને મારતા પહેલાં ભીડ વચ્ચે છોડવામાં આવે છે. વર્ષ 2019માં ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’ને 2020માં થયેલા 92મા ઓસ્કર અવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી.

Read More...

સોનુ સૂદ લોકપ્રિયતામાં અવ્વલ નંબરે

પરપ્રાંતીય મજૂરો, વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મચારી, સફાઇ કર્મચારીઓ, સર્કસના કર્મચારીઓ અને દર્દીઓને મદદરૂપ થવા માટે સતત પ્રયત્નશીલ સોનુ સૂદ ભારતના લાખો યુવાનો માટે પ્રેરણામૂર્તિ તરીકે સ્થાપિત થઇ ગયો છે. સોનુ સૂદની લોકપ્રિયતાને કારણે તેને ભારતીય ચૂંટણી પંચે સ્ટેટ આઈકોન ઓફ પંજાબ જાહેર કર્યો છે. ફિલ્મોમાં બીજી હરોળની ભૂમિકા ભજવનાર સોનુ સૂદે અંગત જીવનમાં બોલીવૂડના મોખરાના કલાકારોને પાછળ રાખ્યા છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિયતાની વાત કરીએ તો ટ્વીટર પર સોનુ સૂદે શાહરૂખ અને અક્ષય કુમારને પાછળ રાખ્યા છે. કોરોનાકાળમાં જરૂરિયાતમંદો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો યોગ્ય ઉપયોગ કરનારા સોનુ સૂદના સેવા કાર્યોએ તેને સર્વોચ્ચ સ્થાન અપાવ્યું છે.
ટ્વિટીટ નામની સોશિયલ મીડિયા એનાલિટિક્સ ફર્મ દ્વારા ઓક્ટોબર મહિનાનો રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં રાજકારણ, પત્રકારત્વ, બિઝનેસ, ઈન્વેસ્ટમેન્ટ, સ્પોર્ટ્સ, ફિલ્મ, લેખન, આર્ટ અને કોમેડી જેવી કેટેગરીને આવરી લેવાઈ છે.

Read More...

જ્હાન્વી કપૂર રીમેક ફિલ્મો ભણી….

શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જહાન્વી કપૂર મલયાલમ ફિલ્મની હિન્દી રિમેકમાં દેખાશે. તેણે કારકિર્દીની શરૂઆત ફિલ્મ ધડકથી કરી હતી. આ પછી તેને જુદી જુદી ફિલ્મો મળી હતી. આ ફિલ્મમાં હેલેનની વાર્તા એક યુવાન નર્સની આસપાસ ફરે છે. જેને કેનેડામાં સ્થાયી થવું છે. પરંતુ તેના જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે છે કે તે એક દિવસ કામ પરથી પાછી ઘરે ન આવતા ગાયબ થઇ જાય છે. જહાન્વીએ મલયાલમ ફિલ્મ હેલેનની હિંદી રિમેક સાઇન કરી છે. આ ફિલ્મમાં તેના પિતાનું પાત્ર મનોજ પાહવા ભજવશે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ લખનૌ અને ઉત્તરપ્રદેશના બીજા સ્થળોએ થશે. ફિલ્મનું શૂટિંગ આવતા બે-ત્રણ મહિનામાં શરૂ થાય તેવી સંભાવના છે.

Read More...

સેવાભાવી અર્જુન કપૂર

વિશ્વભરમાં કોરોના વાઈરસના ફેલાવા કારણે અનેક પ્રકારની સામાજિક-આર્થિક મુશ્કેલીઓ ઊભી થઇ છે. કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે અનેક લોકોએ ધંધા-રોજગાર ગુમાવ્યા છે અને તેમના પરિવારોને કપરા સમયનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની આવી સ્થિતિ જોતાં અર્જુન કપૂરે પોતાના બિઝનેસ દ્વારા શક્ય તેટલા વધુ લોકોને મહામારીના સમયમાં પગભર બનાવવાનો નિર્ધાર કરવા સાથે ભોજન પૂરું પાડવા માટે ફૂડ ડિલિવરી સ્ટાર્ટ- અપ ‘ફૂડ કલાઉડ’ શરૂ કર્યું છે. તે આ પ્લેટફોર્મ દર મહિને ૧૦૦૦ બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડે છે. તેણે આ અંગે કહ્યું હતું કે કોરોના મહામારીએ આપણા સમાજ સામે અસંખ્ય પડકારો ઊભા કર્યાં છે અને તેને સૌથી ખરાબ અસર બાળકો પર પડી છે. ખાસ કરીને એવા પરિવારના બાળકો જેમના ઘરમાં કમાણી કરનારી વ્યક્તિ એક જ હતી અને તેણે તેનો ધંધો-રોજગાર ગુમાવી દીધો હતો. અમે ‘ફૂડ કલાઉડ’ના માધ્યમથી અમે તેમને પૌષ્ટિક આહાર પૂરું પાડવાનો પ્રયાસ કરીએ છીએ. અમારી ટીમ તેમને માટે જે રીતે કામ કરી રહી છે તે ખરેખર કાબિલે તારીફ છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store