ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમના સાતમા ખેલાડીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ ગયા સપ્તાહે પોઝિટિવ આવ્યો હતો. 6 ખેલાડીઓ તો અગાઉજ કોરોના પોઝિટિવ જાહેર થઈ ચૂક્યા હતા. કોરોનાના નિયમોનુ પાલન કરવાની જગ્યાએ પાકિસ્તાની ખેલાડીઓ તમામ ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા હોવાથી ન્યૂઝીલેન્ડ સરકાર રોષે ભરાઈ છે. હવે પાકિસ્તાની ક્રિકેટ ટીમને બાયો બબલ સિક્યુરિટીમાં રહેવા છેલ્લી વોર્નિંગ અપાઈ છે. આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ 53 સભ્યોની ટીમમાંથી સાત ખેલાડીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. બાકીનાના ટેસ્ટ નેગેટિવ છે. સીસીટીવી ફૂટેજથી ખબર પડી છે કે, હોટલમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે ભોજન કરવા બેસે છે અને લોબીમાં પણ ફરતા હોય છે. હકીકતમાં ટીમે પહેલા ત્રણ દિવસ હોટલમાં પોતાના રુમમાં જ રહેવાનુ હતુ, તેની જગ્યાએ ખેલાડીઓ હોટલમાં ફરતા દેખાયા હતા. એક પણ ખેલાડીએ માસ્ક પણ પહેર્યો નહોતો. પાકિસ્તાની ટીમ ચેતવણી પછી પણ જો ગાઈડલાઈનનો ભંગ કરશે તો ટુર રદ કરીને તેમને પાછા ઘરે પણ મોકલી દેવાની ન્યૂઝીલેન્ડની તૈયારી છે.