(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જહાન્વી કપૂર મલયાલમ ફિલ્મની હિન્દી રિમેકમાં દેખાશે. તેણે કારકિર્દીની શરૂઆત ફિલ્મ ધડકથી કરી હતી. આ પછી તેને જુદી જુદી ફિલ્મો મળી હતી. આ ફિલ્મમાં હેલેનની વાર્તા એક યુવાન નર્સની આસપાસ ફરે છે. જેને કેનેડામાં સ્થાયી થવું છે. પરંતુ તેના જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે છે કે તે એક દિવસ કામ પરથી પાછી ઘરે ન આવતા ગાયબ થઇ જાય છે. જહાન્વીએ મલયાલમ ફિલ્મ હેલેનની હિંદી રિમેક સાઇન કરી છે. આ ફિલ્મમાં તેના પિતાનું પાત્ર મનોજ પાહવા ભજવશે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ લખનૌ અને ઉત્તરપ્રદેશના બીજા સ્થળોએ થશે. ફિલ્મનું શૂટિંગ આવતા બે-ત્રણ મહિનામાં શરૂ થાય તેવી સંભાવના છે. જ્યારે શૂટિંગ પહેલાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ ફિલ્મનું દિગ્દર્શન મૂળ ફિલ્મના દિગ્દર્શક માતુકુટ્ટી ઝેવિયર જ કરશે અને તેનું નિર્માણ બોની કપૂર કરશે.