Vol. 3 No. 236 About   |   Contact   |   Advertise 18th February 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
લોકડાઉન હળવું કરવાની તૈયારીઓ: બોરિસ જોન્સન સોમવારે જાહેરાત કરશે

આગામી થોડા વીકમાં કોરોનાવાઈરસના કેસોના દર ઝડપથી ઘટશે તો એપ્રિલથી ઇસ્ટરની રજાઓ માટે એક જ પરિવારમાં રહેતા લોકોને સેલ્ફકેટરીંગ ધરાવતા હોલીડેઝ માટે મંજૂરી આપવાની, આઉટડોર એક્સરસાઇઝ અને સોશ્યલાઇઝિંગ પરની મર્યાદા દૂર કરવાની, બિન-આવશ્યક રીટેઈલ શોપ ફરી શરૂ કરવાની અને પબ્સ તથા રેસ્ટૉરન્ટ્સ શરૂ કરવાની છૂટ મળી શકે છે.

Read More...
ભારતના રાજકારણ અને મોદીના મુદ્દે ઇન્ડિયન અમેરિકન્સમાં વ્યાપક મતભેદ

અમેરિકામાં વસતા મોટાભાગના ભારતીયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી અને નીતિઓને મંજૂરી આપી છે, તો બીજી તરફ નવી પેઢીએ તેમની ટિકા પણ કરી છે. 9 ફેબ્રુઆરીએ જાહેર થયેલા ઇન્ડિયન અમેરિકન એટિટ્યૂડ્સ સર્વેમાં આ બાબતો સામે આવી છે.

Read More...
બ્રિટનમાં હાડ થીજવતી ઠંડીઃ તાપમાન 56 વર્ષના રેકોર્ડ નીચા સ્તરે

રશિયાના સાઇબેરિયાથી ફૂંકાતા કાતિલ ઠંડા પવનોને કારણે બ્રિટનમાં ગુરુવારે તાપમાન 56 વર્ષના રેકોર્ડ નીચાં પ્રમાણમાં નોંધાયું હતું. સ્કોટિશ હાઇલેન્ડમાં તાપમાનનો પારો ગગડીને માઇનસ 23 સેલ્શિયલ સુધી ગયો હતો, જે એક વિક્રમ છે.

Read More...
ભારતમાં કોરોનાના કેસોમાં નાટ્યાત્મક ઘટાડાથી નિષ્ણાતો ચકિત

ભારતમાં હાલમાં કોરોના વાઈરસના ચેપ અને દર્દીઓના આંકડામાં છેલ્લા થોડા સમયમાં નોંધાયેલા નાટ્યાત્મક, નોંધપાત્ર ઘટાડાથી આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો ચકિત થઈ ગયા છે, તો તેના કારણો વિષે અનેક મતમતાંતર જણાય છે.

Read More...
વિશ્વભરમાં વેક્સિનનો સપ્લાય આપનારા ભારતમાં વેક્સિનેશનનો લક્ષ્યાંક હાંસલ કરવો મુશ્કેલ

વિશ્વભરમાં કોરોના વેક્સિનનો સપ્લાય આપીને ભારતે ઘણી ખ્યાતિ મેળવી છે પરંતુ ઘરઆંગણે વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યું છે. દેશે પોતાનો ટાર્ગેટ હાંસલ કરવા માટે રસીકરણની ગતિમાં મોટો વધારો કરવો પડશે.

Read More...
બીજી ઇમ્પીચમેન્ટ ટ્રાયલમાં ડોનાલ્ડ ટ્રમ્પ નિર્દોષ

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને શનિવારે તેમના બીજા મહાભિયોગની કાર્યવાહીમાંથી બચી ગયા હતા. 6 જાન્યુઆરી 2021ના રોજ વોશિંગ્ટનના કેપિટલ હિલમાં થયેલી હિંસાના મામલે ટ્રમ્પને યુએસ સેનેટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

Read More...
સરહદે ચીની સેનાએ પીછેહટ શરૂ કરી

ભારત અને ચીન વચ્ચે પેંગોંગ સરોવર નજીકથી એકબીજાના સૈનિકોને પાછા બોલાવી લેવા માટે સમજૂતી થઇ છે. બંને દેશો તબક્કાવાર અને સંકલિત ધોરણે અને પુષ્ટી થઈ શકે તેવી રીતે પોતાના સૈનિકોને પાછા બોલાવશે, એવી ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે સંસદમાં જાહેરાત કરી હતી.

Read More...
ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કુલ 2,299 ઉમેદવારો મેદાનમાં

ગુજરાતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. તેનાથી હવે ઉમેદવારોનું અંતિમ ચિત્ર ઊભું થયું છે.

Read More...
રાજ્યસભાની ગુજરાતની બે સીટો માટે ભાજપે ઉમેદવારોનાં નામ જાહેર કર્યા

ભાજપે ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની મંગળવારે જાહેરાત કરી હતી. પક્ષે પહેલી માર્ચે યોજાનારી ચૂંટણી માટે રામભાઈ મોકરિયા અને દીનેશ પ્રજાપતિ (અનાવાડિયા)ના નામની જાહેરાત કરી છે.

Read More...
ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવશેઃ રૂપાણી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે વડોદરા ખાતેની સભામાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો રજૂ કરવામાં આવશે. રૂપાણીની આ જાહેરાતને જનમેદએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

Read More...

  Sports
ભારતે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 317 રને હરાવ્યું, શ્રેણી 1-1થી સરભર

ચેન્નાઈમાં જ પ્રથમ ટેસ્ટમાં કારમા પરાજય પછી ભારત માટે ટેસ્ટ સીરીઝમાં રસાકસી માટે પ્રભાવશાળી વિજય જરૂરી હતો અને ત્યાં જ રમાયેલી બીજી ટેસ્ટમાં, મર્યાદિત સંખ્યામાં પ્રેક્ષકોની હાજરીમાં ભારતીય ટીમે પ્રવાસી ઈંગ્લેન્ડને પરાજય કરતાં વધુ મોટા તફાવતથી બીજી ટેસ્ટમાં હરાવી સીરીઝને જીવંત બનાવી દીધી છે.

Read More...
અશ્વિને પાંચ વિકેટ લીધી અને સદી સાથે અનેક રેકોર્ડ કર્યા

ભારતીય ટીમના અનુભવી સ્પિનર આર અશ્વિને ચેન્નઈ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ઝમકદાર દેખાવ કર્યો હતો. પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી પછી અશ્વિને ભારતની બીજી ઈનિંગમાં બેટીંગની કમાલ દાખવી સદી કરી હતી. આ ઓલરાઉન્ડર ચેન્નાઈ ટેસ્ટની બીજી ઈનિંગમાં સૌથી વધુ રન કરનારો ભારતીય બેટ્સમેન બન્યો હતો.

Read More...
ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમમાં બેરસ્ટોની વાપસી, મોઈન અલી બહાર

ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડે 17 સભ્યોની ટીમ જાહેર કરી છે, જેમાં જોસ બટલર અને મોઈન અલીનો સમાવેશ કરાયો નથી, તો જોની બેરસ્ટો, માર્ક વુડ તથા જેક ક્રાઉલીની વાપસી થઈ છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
વેક્સિન કિંગ આદર પૂનાવાલાએ ફાઇનાન્સ કંપની ખરીદી

વેક્સિન કિંગ તરીકે જાણીતા આદર પૂનાવાલાએ મેગ્મા ફિન કોર્પ નામની મુંબઈ ખાતેની નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ (એનબીએફસી) કંપની હસ્તગત કરી છે. કંપનીના નવા ઇશ્યૂમાં રોકાણ કરીને પૂનાવાલાએ આ કંપનીનો આશરે 60 ટકા હિસ્સો ખરીદ્યો છે. બંને કંપનીઓએ બુધવારે આ સોદાની જાહેરાત કરી હતી. 32 વર્ષ જુની મેગ્મા ફિનકોર્પની સ્થાપના સંજય ચામરિયા અને મયંક પોદ્દારે કરી હતી.

Read More...
ભારત સરકારે ચાર બેન્કો અલગ તારવી, તેમાંથી બેનું ખાનગીકરણ થશે

સરકારે ખાનગીકરણ માટે જાહેર ક્ષેત્રની ચાર બેન્કોને અલગ તારવી છે. આમાંથી બે બેન્કોનું 2021-22ના નાણાકીય વર્ષમાં વેચાણ કરવામાં આવશે.

Read More...
આર્સેલરમિત્તલના સીઈઓ તરીકે આદિત્ય મિત્તલની વરણી: લક્ષ્મી મિત્તલ એક્ઝિક્યુટિવ ચેરમેન

ગ્લોબલ સ્ટીલ જાયન્ટ આર્સેલરમિત્તલે ગુરૂવારે સ્ટીલ બેરોન લક્ષ્મી એન. મિત્તલના પુત્ર આદિત્ય મિત્તલની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે નિમણૂક કરી હોવાની ઘોષણા કરી છે.

Read More...
ગુજરાતમાં 10 વર્ષ બાદ જંત્રીના દરો વધવાની શક્યતા

ગુજરાતમાં સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી બાદ જંત્રીના દરોમાં વધારો કરવાની વિચારણા ચાલુ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે માર્ચ-એપ્રિલમાં જંત્રીના દરોમાં સુધારો કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી શકે છે.

Read More...
આઇટી કંપની એચસીએલ ટેક કર્મચારીઓને રૂ.700 કરોડનું વિશેષ બોનસ આપશે

HCL ટેક્નોલોજીઝે સોમવારે પોતાના કર્મચારીઓ માટે રૂ. 700 કરોડના વન ટાઇમ બોનસની જાહેરાત કરી હતી. આઈટી કંપનીએ 10 બિલિયન ડોલરની આવકનો સિમાસિહ્ન હાંસલ કર્યા બાદ આ જાહેરાત કરી હતી.

Read More...
  Entertainment

પુત્ર રાજીવની નિષ્ફળતા માટે રાજ કપૂર જવાબદાર?

બોલીવૂડના શોમેન સ્વ.રાજકપૂરના સૌથી નાના પુત્ર રાજીવ કપૂરનું ગત મંગળવારે હ્વદયરોગના હુમલાથી મુંબઇમાં નિધન થયું હતી. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેની યાદગાર ફિલ્મ હતી ‘રામ તેરી ગંગા મૈલી’. પરંતુ આ ફિલ્મની સફળતા માટે રાજીવને બદલે અભિનેત્રી મંદાકિનીને ખાસ યાદ કરવામાં આવે છે. આ ફિલ્મમાં મંદાકિનીના ઉત્તેજક દૃશ્યો, રવીન્દ્ર જૈનનું ગીત-સંગીત પણ લોકમુખે ચર્ચાય છે. ધોધ નીચે સફેદ સાડી પહેરીને સ્નાન કરતી મંદાકિનીના દૃશ્યે ખૂબ જ ચર્ચા જગાવી હતી. જોકે, આ ફિલ્મનો સૌથી વિવાદવાળો સિન બ્રેસ્ટ ફિડિંગનો હતો. ફિલ્મના એક દૃશ્યમાં મંદાકિની ટ્રેનમાં સફર કરતી હોય છે. તેના ખોળામાં નવજાત બાળક છે. આ બાળકને ભૂખ લાગવાથી ખૂબ રડતું હોય છે ત્યારે તે બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે. આ દૃશ્ય અંગે ઘણા લોકોએ વિવિધ પ્રકારના મંતવ્યો આપ્યા હતા.

Read More...

RRR ફિલ્મ સાત ભાષાઓમાં પ્રદર્શિત થશે

પેન ઇન્ડિયાની નવી ફિલ્મ ‘RRR’ની જાહેરાત થઇ છે ત્યારથી તે ખૂબ જ ચર્ચામાં છે. તે ૧૦ ભાષામાં પ્રદર્શિત થશે. આ ફિલ્મના ફકત પાંચ ભાષાના થિએટ્રિકલ રાઇટ્સ માટે અત્યાર સુધીમાં રૂ. ૩૪૮ કરોડથી વધારેની ઓફરી મળી છે. આ વર્ષે ઓકટોબરમાં રીલીઝ થનારી આ ફિલ્મને તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમના થીએટ્રીકલ રાઇટસ માટે કુલ રૂ. ૩૪૮ કરોડની ઓફર મળી છે.

Read More...

સની દેઓલનું ડિજિટલ ક્ષેત્રે પદાર્પણ

અભિનેતામાંથી નેતા બનેલા સની દેઓલ હવે ડિજિટલ મનોરંજનની દુનિયામાં પદાર્પણ કરી રહ્યા છે. તે પોતાની નવી સીરીઝ જી-૧૯ને અંગે ચર્ચામાં છે. તે ઝીફાઇવ પ્રોડકશન સાથે પોતાની ડિજિટલ કારકિર્દીનો પ્રારંભ કરશે.

Read More...

રકુલપ્રીત બોલીવૂડમાં વ્યસ્ત બની

રકુલપ્રીત સિંહે દક્ષિણ ભારતનીની ફિલ્મોમાં સફળ થયા પછી હવે બોલીવૂડમાં પણ ધીરેધીરે પોતાનો સિક્કો જમાવ્યો છે. તે અહિ એક પછી એક મોટી ફિલ્મો મોટા સ્ટાર સાથે કરી રહી છે. પોતાની અભિનય ક્ષમતા અને દરેક પ્રકારના રોલમાં ફિટ થઇ જવાની આવડતને કારણે તે બોલીવૂડમાં લોકપ્રિય થઇ છે.

Read More...

સોશિયલ મીડિયામાં શ્રદ્ધા કપૂર કેમ ટ્રોલ થઇ?

શ્રદ્ધા કપૂર તાજેતરમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થઇ હતી. જોકે, તેના માટે તે પોતે જ જવાબદાર છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે અખબારનું એક પેજ મુક્યું હતું, તેમાં એવા સમાચાર હતા કે, પ્રાણીઓ સામે હિંસા કરનાર લોકોને રૂ. 75 હજારનો દંડ અને પાંચ વર્ષની જેલ સજા થશે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store