(Photo by Clive Mason/Getty Images)

ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડે 17 સભ્યોની ટીમ જાહેર કરી છે, જેમાં જોસ બટલર અને મોઈન અલીનો સમાવેશ કરાયો નથી, તો જોની બેરસ્ટો, માર્ક વુડ તથા જેક ક્રાઉલીની વાપસી થઈ છે.

મોઈન અલીએ બીજી ટેસ્ટ મેચમાં 8 વિકેટ ઝડપી હતી અને બીજી ઈનિંગમાં ઝમકદાર 43 રન પણ કર્યા હતા. મોઇન અલી એક નાના બ્રેક માટે ઈંગ્લેન્ડ પરત જશે. ઈંગ્લેન્ડ બોર્ડે પ્રથમ અને બીજી ટેસ્ટમાં ફ્લોપ રહેલા રોરી બર્ન્સ, ડોમ સિબલી અને ડેનિયલ લોરેન્સનો પણ સમાવેશ કર્યો છે.

ટીમઃ જો રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, જોની બેરસ્ટો, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જેક ક્રાઉલી, બેન ફોકસ, ડેન લોરેન્સ, જેક લીચ, ઓલી પોપ, ડોમ સિબલી, બેન સ્ટોક્સ, ઓલી સ્ટોન, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.