પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

HCL ટેક્નોલોજીઝે સોમવારે પોતાના કર્મચારીઓ માટે રૂ. 700 કરોડના વન ટાઇમ બોનસની જાહેરાત કરી હતી. આઈટી કંપનીએ 10 બિલિયન ડોલરની આવકનો સિમાસિહ્ન હાંસલ કર્યા બાદ આ જાહેરાત કરી હતી. કર્મચારીઓને વિશેષ બોનસ ફેબ્રુઆરીમાં આપવામાં આવશે.

HCL ટેક્નોલોજીઝે જણાવ્યું હતું કે તે પોતાના કર્મચારીઓને એક સમયનું બોનસ પોતાના દરેક કર્મચારીઓને આપી રહી છે. કુલ 700 કરોડ રુપિયાનું આ બોનસ 2020માં આવકના 10 બિલિયન ડોલરનું સ્તર મેળવીને આપવામાં આવી રહ્યું છે.

કંપનીના નિવેદન અનુસાર આ નોંધનીય તકને યાદગાર બનાવવા અને પોતાના દરેક કર્મચારીઓનો આભાર દર્શાવવા માટે આ બોનસ આપવામાં આવી રહ્યું છે. બોનસ એક વર્ષ અથવા તો તેનાથી વધારેની સેવા આપનાર કર્મચારીઓને મળશે. જે હેઠળ 10 દિવસના પગાર બરાબર બોનસ આપવામાં આવશે. કંપનીના કર્મચારીઓની સંખ્યા આશરે 1,59,000થી વધારે છે.