ફોટો સૈૌજન્યઃ ફેસબુક પેજ @vijayrupanibjp

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે વડોદરા ખાતેની સભામાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો રજૂ કરવામાં આવશે. રૂપાણીની આ જાહેરાતને જનમેદએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

રુપાણીએ જણાવ્યું હતું કે અમે વિધાનસભામાં લવ જેહાદ સામે કાયદો લાવીશું. લવ જેહાદને નામે થતી પ્રવૃત્તિઓને સહન કરવામાં આવશે નહીં. ભાજપ સરકાર આગામી દિવસોમાં આ અંગે કડક કાયદો લાવશે.

મુખ્યપ્રધાન રવિવારે વડોદરામાં ત્રણ ચૂંટણીસભા સંબોધી હતી. વિજય રૂપાણીએ તરસાલી વિસ્તારની જાહેર સભામાં બીજેપીના ઉમેદવારો માટે પ્રચાર કરતા જણાવ્યું હતું કે કેન્દ્રમાં બીજેપીની સરકાર અને રાજ્યમાં પણ બીજેપીની સરકાર હોવાથી ગુજરાતને સરકારી યોજનાના વધુ લાભો મળી રહ્યા છે. પાંચ વર્ષમાં રૂ.7,500 કરોડ કેન્દ્ર સરકારે ગુજરાતને આપ્યા છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી બીજેપીનું શાસન છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ હવે સત્તા મેળવવા માટે દુરબીનની મદદ લેવી પડશે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ઇલુ ઇલુ કરીને સત્તા મેળવી છે. કોંગ્રેસને ડૂબતી નવ ગણાવી હતી. કોંગ્રેસે 3 ટર્મ હારેલાને ટિકિટ આપી જ્યારે બીજેપીએ ત્રણ ટર્મ જીતેલા અને 60 વર્ષથી વધુ ઉંમરનાને ટીકીટ આપી નથી. વડોદરા માં રૂ250 કરોડનો સૌથી લાંબો ઓવર બ્રિજ બની રહ્યો છે.

ગુજરાત સરકારની સિદ્ધિઓની વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના મોટા શહેરોમાં મેટ્રો ટ્રેન શરૃ કરાશે. ગુજરાત સરકાર ભુમાફિયા વિદ્ધદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ તેમજ ગુંડાગીરીને રોકવા ગુજસીટોક કાયદો લાવી છે.