(Photo by Andreas Rentz/Getty Images)

પેન ઇન્ડિયાની નવી ફિલ્મ ‘RRR’ની જાહેરાત થઇ છે ત્યારથી તે ખૂબ જ ચર્ચામાં છે. તે ૧૦ ભાષામાં પ્રદર્શિત થશે. આ ફિલ્મના ફકત પાંચ ભાષાના થિએટ્રિકલ રાઇટ્સ માટે અત્યાર સુધીમાં રૂ. ૩૪૮ કરોડથી વધારેની ઓફરી મળી છે. આ વર્ષે ઓકટોબરમાં રીલીઝ થનારી આ ફિલ્મને તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમના થીએટ્રીકલ રાઇટસ માટે કુલ રૂ. ૩૪૮ કરોડની ઓફર મળી છે.

નિઝામમાં ૭૫ કરોડ, આંધ્રપ્રદેશમાં ૧૬૫, તમિલનાડુમાં ૪૮, મલયાલમમાં ૧૫ કરોડ રૂપિયા અને કર્ણાટકમાં ૪૫ કરોડ સાથે આ આંકડો ૩૪૮ કરોડ રૂપિયાનો થાય છે. આ ફિલ્મમાં એનટીઆર, રામચરણ, અજય દેવગણ, આલિયા ભટ્ટ જેવા દિગ્ગજો કામ કરી રહ્યા છે. આ ફિલ્મના દિગ્દર્શક એસએસ રાજામૌલી છે. આ એક એકશન ફિલ્મ છે, જેમાં લોકપ્રિય સ્વાતંત્ર્ય સેનાનીઓ કોમારાય ભીમ અને અલ્લૂરી સીતારામારાજૂના શરૂઆતના દિવસોનું એક કાલ્પનિક વર્ણન છે. આ ફિલ્મ આ વર્ષે દશેરા, ૧૩ ઓકટોબરના રોજ પ્રદર્શિત થશે.