Vol. 3 No. 239 About   |   Contact   |   Advertise 11th March 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
હેરી-મેગનના શાહી પરિવાર સામે રેસિઝમના આક્ષેપો

પ્રિન્સ હેરીના પત્ની અને ડચેસ ઓફ સસેક્સ મેગન માર્કલે અમેરિકાના વિખ્યાત ઓપ્રાહ વિનફ્રીને CBS ટીવી શો માટે આપેલી મુલાકાતમાં ચોંકાવનારા દાવા કરતા બ્રિટન સહિત અમેરિકા અને કોમનવેલ્થ દેશોમાં ચકચાર મચી ગઇ છે.

Read More...
યુકેની સંસદીય ચર્ચામાં ભારતની એકતરફી ખોટી ટીકાથી ભારતીયોમાં રોષ

ભારતમાં કૃષિ સુધારાના ત્રણ નવા કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં થઇ રહેલા શાંતિપૂર્ણ વિરોધ અને પ્રેસ સ્વાતંત્ર્ય મુદ્દે સોમવારે બ્રિટિશ સંસદસભ્યોના જૂથ વચ્ચે “સ્પષ્ટ રીતે એકપક્ષીય ચર્ચા” દરમિયાન કરાયેલા ખોટા દાવાઓને લંડન સ્થિત ભારતીય હાઈ કમિશને વખોડી કાઢ્યા છે.

Read More...
અમેરિકા, કેનેડામાં કોરોનાના રોગચાળા પછી એશિયન્સ સામે હેટક્રાઇમમાં વધારો

કોરોનાના રોગચાળાને એક વર્ષ થયું તે દરમિયાન અમેરિકા, કેનેડામાં એશિયન સમુદાયના લોકો સામે હેટક્રાઇમની ઘટનાઓમાં વધારો થયો છે.

Read More...
ભારતમાં OCI કાર્ડહોલ્ડર્સને કેટલીક પ્રવૃત્તિઓ માટે વિશેષ મંજુરી લેવી પડશે

ભારતમાં મિશનરી અથવા તબલિધિ કે જર્નાલિસ્ટિક પ્રવૃત્તિમાં સામેલ થવા માગતા તમામ ઓવરશીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) કાર્ડધારકોએ ભારત સરકારની વિશેષ પરવાનગી લેવી પડશે.

Read More...
લક્ષ્મી મિત્તલે ગુજરાતની મુલાકાત લીધીઃ રાજ્યમાં રૂ.50,000 કરોડનું રોકાણ કરશે

વિશ્વની સૌથી મોટી સ્ટીલ અને માઇનિંગ કંપની આર્સેલરમિત્તલ ગુજરાતમાં રૂ.50,000 કરોડનું રોકાણ કરશે, એમ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે જણાવ્યું હતું.

Read More...
અમેરિકામાં ભારતીય-અમેરિકનો છવાઈ ગયા છેઃ બાઇડેન

અમેરિકન વહીવટીતંત્રમાં ભારતીય-અમેરિકન સમુદાયના ઘણાબધા લોકો વહિવટીતંત્રની મોખરાની જવાબદારીમાં હોવાનો ઉલ્લેખ કરી પ્રેસિડેન્ટ બાઇડેને નાસાના વિજ્ઞાનીઓ સાથે વર્ચ્યુઅલ વિચારવિમર્શ દરમિયાન જણાવ્યું હતું કે, ભારતીય-અમેરિકનો અમેરિકા ઉપર છવાઈ ગયા છે – રાજ (વહીવટ) કરી રહ્યા છે.

Read More...
બજેટમાં નોકરીઓનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેતા સુનક

ચાન્સેલર ઋષિ સુનકે રોગચાળો જાહેર થયા પછી તેમના પ્રથમ બજેટમાં લોકડાઉન સાથે સંઘર્ષ કરનારા કામદારો અને બિઝનેસીસ માટે વધુ ટેકો જાહેર કર્યો છે અને લોકોની નોકરીઓ અને આજીવિકાને બચાવવા માટે ત્રણ ભાગની યોજના તૈયાર કરી છે.

Read More...
ભારતના રહેવાલાયક ટોચના દસ શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરાનો સમાવેશ

ભારતમાં રહેવા માટે મોટા શહેરોમાં બેંગલુરૂ અને નાના શહેરોમાં શિમલા સૌથી શ્રેષ્ઠ શહેર છે. ભારત સરકાર દ્વારા ગુરુવારે બહાર પાડવામાં આવેલા ‘ઈઝ ઓફ લિવિંગ’ ઇન્ડિયા ઈન્ડેક્સમાં આ જાણકારી આપવામાં આવી છે.

Read More...
ગુજરાતનું સૌથી મોટું બજેટઃ જનતા માટે કોઇ રાહત નહીં કે બોજ નહીં

ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલે બુધવાર, 3 માર્ચે રાજ્યનું 2021-22ના વર્ષનું રૂ.2.27 લાખ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું.

Read More...
કેવડિયામાં ‘કમલમ’ ફ્રૂટની ખેતી કરાશે, બજેટમાં રૂ.15 કરોડની જોગવાઇ ફાળવણી

ગુજરાતના નાણાપ્રધાન નીતિન પટેલે બુધવારે વિધાનસભામાં રજૂ કરેલા રાજ્યના બજેટમાં કેવડિયા ખાતે ‘કમલમ’ ફ્રૂટની ખેતી માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

Read More...

  Sports
ભારતનો ચોથી ટેસ્ટમાં ભવ્ય વિજય, સીરીઝ 3-1થી જીતી લીધી

અમદાવાદમાં શનિવારે પુરી થયેલી ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને એક ઈનિંગ અને 25 રનથી હરાવી ત્રીજા જ દિવસે ભવ્ય વિજય મેળવ્યો હતો તેમજ ચાર ટેસ્ટ મેચની સીરીઝ પણ 3-1થી જીતી લીધી હતી.

Read More...
આઈપીએલ 2021 એપ્રિલ – મેમાં, ભારતમાં જ રમાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ૨૦૨૧ની શરૂઆત ૯મી એપ્રિલથી થશે. પ્રથમ મેચ ચેન્નઇમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.

Read More...
અક્ષર પટેલનો જબરજસ્ત ડેબ્યૂ રેકોર્ડ

ભારતીય ટીમના નવોદિત સ્પિનર અક્ષર પટેલે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં હાલમાં પુરી થયેલી સીરીઝમાં ડેબ્યુ કર્યું હતું અને એ તેનું માટે ડ્રીમ ડેબ્યુ બની રહ્યું હતું.

Read More...
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હવે સાઉધમ્પ્ટનમાં રમાશે

ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ અને સિરિઝ 3-1થી જીતી જતાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી છે.

Read More...
ટેસ્ટ ક્રિકેટમાં ગાવસ્કરના 50 વર્ષ પૂરા, BCCI દ્વારા સન્માન

6 માર્ચ 2021નો દિવસ ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટમાં વર્ષો સુધી યાદગાર રહેશે. એ દિવસે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને લિટલ માસ્ટરના નામથી જાણીતા સુનીલ ગાવસ્કરના ટેસ્ટ ક્રિકેટ પ્રવેશના 50 વર્ષ પૂરા થયા હતા.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ભારતમાં $11 બિલિયનના ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજીઃ મુકેશ અંબાણીની જિયોએ સૌથી વધુ ખરીદી કરી

ભારતમાં 11 બિલિયન ડોલરના ટેલિકોમ સ્પેક્ટ્રમની થયેલી હરાજીમાં બિલિયોનેર મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ જિયોએ સૌથી વધુ સ્પેક્ટ્રમની ખરીદી કરી હતી. કંપની આ ખરીદી મારફત ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં હરીફો સામે સ્પર્ધાત્મક ધાર મેળવવા માગે છે.
ટેલિકોમ સચિવ અંશુ પ્રકાશે મંગળવારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે સરકારે તાજેતરની હરાજીમાં કુલ રૂ.778.2 બિલિયનન સ્પેક્ટ્રમનું વેચાણ કર્યું હતું, જેમાંથી રિલાયન્સ જિયોએ રૂ.571.23 બિલિયન (7.8 બિલિયન ડોલર)ના એરવેવ્સની ખરીદી કરી હતી. હરીફ કંપની ભારતી એરટેલે 2.6 બિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો, જ્યારે વોડાફોન પીએલસીના ભારતીય એકમે રૂ.19.9 બિલિયનના સ્પેક્ટ્રમ ખરીદ્યા હતા.

Read More...
વિપ્રો $1.5 બિલિયનમાં યુકે કંપની કેપ્કો ખરીદશે

ભારતની અગ્રણી આઇટી કંપની વિપ્રો બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ એન્ડ ઇન્શ્યોરન્સ (BFSI) ક્ષેત્રમાં તેની હાજરીમાં વધારો કરવા માટે 1.5 બિલિયન ડોલરમાં લંડન સ્થિત ગ્લોબલ મેનેજમેન્ટ એન્ડ ટેક કન્સલ્ટન્સી કેપ્કોને હસ્તગત કરશે. આ ડીલ વિપ્રોનું અત્યાર સુધીનું સૌથી મોટું એક્વિઝિશન છે.

Read More...
ટેસ્લા સાથે ભાગીદારીની કોઇ મંત્રણા થઈ નથીઃ ટાટા સન્સ

એલન મસ્કની આગેવાની હેઠળની ટેસ્લા સાથે ભાગીદારી અંગેની તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે બુધવારે જણાવ્યું હતું કે ભારતમાં ભાગીદારી માટે ટેસ્લા સાથે કોઇ મંત્રણા થઈ નથી અને ટાટા મોટર્સ એકલા હાથે આ બિઝનેસ કરશે.

Read More...
આર્સેલરમિત્તલ ઓડિશામાં $6.9 બિલિયનનો સ્ટીલ પ્લાન્ટ નાંખશે

બિલોયોનેર લક્ષ્મી મિત્તલ ભારતના ખનીજોથી સમૃદ્ધ ઓડિશામાં સ્ટીલ પ્લાન્ટ નાંખવાની યોજના ફરી હાથ ધરી છે. અહીં તેઓ આશરે 6.9 બિલિયન ડોલરનું રોકાણ કરી શકે છે. અગાઉ ઓડિશામાં સ્ટીલ નાંખવાની યોજના કંપનીએ પડતી મુકી હતી.

Read More...
વોલ્ટ ડિઝની નોર્થ અમેરિકામાં 60 ડિઝની રિટેલ સ્ટોર બંધ કરશે

વોલ્ટ ડિઝની કંપની નોર્થ અમેરિકામાં આ વર્ષે ઓછામાં ઓછા 60 ડિઝની રિટેલ સ્ટોર બંધ કરશે, જે તેના વૈશ્વિક સ્ટોર્સના આશરે 20 ટકા છે. કંપની હવે ઇ-કોમર્સ પર ફોકસ કરીને ડિજિટલ શોપિંગ પ્લેટફોર્મનું પુનર્ગઠન કરવા માગે છે.

Read More...
  Entertainment

SSRના નામે રાષ્ટ્રીય એવોર્ડ?

યુવાદિલોની ધડકન સમાન સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુને લાંબો સમય થયો છે. હવે ભારત સરકાર તેના નામ પર એક એવોર્ડ જાહેર કરવાનું વિચારે છે, તેમ સૂત્રો જણાવે છે. ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સૂત્રએ જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતના નામ પર એક રાષ્ટ્રિય ફિલ્મ એવોર્ડનું નામ આપવાનું સરકારમાં વિચારણા હેઠળ છે. આ પ્રસ્તાવને મંત્રાલયમાં આગળ વધારવામાં આવી છે, જોકે તે અંગે નિર્ણય લેવામાં થોડો સમય થશે. પરંતુ અમને આશા છે કે, સુશાંતને આ સન્માન જરૂર મળશે. સુશાંતના અપમૃત્યુ કેસની તપાસ સીબીઆઇએ પણ કરી હતી. પરંતુ હજી સુધી તેનું કોઇ પરિણામ આવ્યું નથી. સુશાંતની બાયોપિકની જાહેરાત પણ થઇ ગઇ હતી પરંતુ તેમાં નવી કોઇ વાત જાણવા મળી નથી.

Read More...

શું છે ટાઇગર શ્રોફની ફિટનેસનું રહસ્ય

વિવિધ ક્ષેત્રની સેલીબ્રિટિઝ હંમેશા પોતાની ફિટનેસ અંગે ખૂબ જ સતર્ક રહે છે. ટાઇગર શ્રોફ પણ તેની ફિટનેસને કારણે યુવાનોમાં ખૂબ જ પ્રિય છે. તે અત્યારે તેની નવી ફિલ્મ ‘રેમ્બો ફર્સ્ટ બ્લડ’ માટે જીમમાં વ્યસ્ત રહે છે. આ ફિલ્મમાં ટાઇગર સિલ્વેસ્ટર સ્ટેલોન જોવો દેખાશે અને તેના માટે ફિટનેસ જાળવવા તે ખૂબ જ મહેનત કરી રહ્યો છે.
તે રોજિંદા ભોજનમાં આઠ ઇંડા, ચિકન અને માછલી લેતો હોવાનું કહેવાય છે. તે ફિટ રહેવા માટે એક્સરસાઇઝની સાથે આરોગ્યપ્રદ ભોજન પણ લે છે અને આલ્કોહોલ-સિગરેટ કે અન્ય માદક દ્વવ્યોના વ્યસનથી પણ દૂર રહે છે.

Read More...

હવે આમિરને મહાભારતમાં રસ નથી

ઘણા લાંબા સમયથી એવી ચર્ચા થતી હતી કે આમિર ખાન મહાભારત પર આધારિત સીરિઝ અથવા ફિલ્મ બનાવાનું વિચારે છે. તે ઓટીટી પ્લેટફોર્મ પર તેની સીરીઝ બનાવવાનું તેનું આયોજન હતું. પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે, તેણે હવે આ પ્રોજેક્ટ પડતો મુક્યો છે. તેને અત્યારે આ વિષય પર કામ ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે, તેણે આ અંગે અધિકૃત જાહેરાત કરી નથી.

Read More...

પ્રાચી દેસાઇનું ડિજિટલ ડેબ્યૂ

ટીવી પડદેથી બોલીવૂડમાં જાણીતી બનેલી પ્રાચી દેસાઇ હવે ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. તે લાંબા સમય પછી થ્રિલર ફિલ્મ ‘સાઇલેન્સ-કેન યુ હિયર ઇટ’ છે. અને તે ઓટીટી પ્લેટફોર્મ છે. આ ફિલ્મમાં પ્રાચી મહિલા પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.
એક મહિલા રહસ્યમય રીતે ગાયબ થઇ જાય છે. જેને પોલીસ શોધી રહી છે. આ સંજોગોમાં તેના ગુમ થયાના એક દિવસ પછી તે મહિલાની લાશ ટ્રેકર ગ્રૂપ દ્વારા મળે છે. પ્રાચી આ ફિલ્મમાં ઇન્સપેકટર સંજનાના પાત્રમાં છે. પ્રાચીએ કહ્યું હતું કે, મારી કારકિર્દીમાં પોલીસનું પાત્ર હું પ્રથમ વખત ભજવી રહી હોવાથી ઉત્સાહિત છું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store