(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

વિવિધ ક્ષેત્રની સેલીબ્રિટિઝ હંમેશા પોતાની ફિટનેસ અંગે ખૂબ જ સતર્ક રહે છે. ટાઇગર શ્રોફ પણ તેની ફિટનેસને કારણે યુવાનોમાં ખૂબ જ પ્રિય છે. તે અત્યારે તેની નવી ફિલ્મ ‘રેમ્બો ફર્સ્ટ બ્લડ’ માટે જીમમાં વ્યસ્ત રહે છે. આ ફિલ્મમાં ટાઇગર સિલ્વેસ્ટર સ્ટેલોન જોવો દેખાશે અને તેના માટે ફિટનેસ જાળવવા તે ખૂબ જ મહેનત કરી રહ્યો છે.

તે રોજિંદા ભોજનમાં આઠ ઇંડા, ચિકન અને માછલી લેતો હોવાનું કહેવાય છે. તે ફિટ રહેવા માટે એક્સરસાઇઝની સાથે આરોગ્યપ્રદ ભોજન પણ લે છે અને આલ્કોહોલ-સિગરેટ કે અન્ય માદક દ્વવ્યોના વ્યસનથી પણ દૂર રહે છે. ફિલ્મ ધૂમ -3 ના શૂટિંગ દરમિયાન ટાઇગર શ્રોફે આમિર ખાનને બોડી બનાવવામાં મદદ કરી હતી. તેણે નેશનલ જીમ્નાસ્ટ જિલે સિંઘ મવાઈ પાસેથી ટ્રેનિંગ લીધી હતી. તેણે માર્શલ આર્ટ્સની તાલીમ પણ લીધી છે. ટાઇગર તેના બ્રેકફાસ્ટમાં બ્રેડ, ઓમલેટ અને ડ્રાયફ્રૂટ્સ લે છે. જ્યારે લંચમાં બ્રાઉન રાઇસ ચિકન અને માછલી સાથે આરોગે છે. બપોરના જીમ પછી પ્રોટીન શેક પીવે છે. તેનું ફિટનેસ જાળવવાનું શિડ્યુલ પણ વ્યસ્ત છે. તે રોજ દિવસ પ્રમાણે જુદી જુદી એક્સરસાઇઝ કરે છે.