(Photo by STRDEL/AFP via Getty Images)

ટીવી પડદેથી બોલીવૂડમાં જાણીતી બનેલી પ્રાચી દેસાઇ હવે ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. તે લાંબા સમય પછી થ્રિલર ફિલ્મ ‘સાઇલેન્સ-કેન યુ હિયર ઇટ’ છે. અને તે ઓટીટી પ્લેટફોર્મ છે. આ ફિલ્મમાં પ્રાચી મહિલા પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.

એક મહિલા રહસ્યમય રીતે ગાયબ થઇ જાય છે. જેને પોલીસ શોધી રહી છે. આ સંજોગોમાં તેના ગુમ થયાના એક દિવસ પછી તે મહિલાની લાશ ટ્રેકર ગ્રૂપ દ્વારા મળે છે. પ્રાચી આ ફિલ્મમાં ઇન્સપેકટર સંજનાના પાત્રમાં છે. પ્રાચીએ કહ્યું હતું કે, મારી કારકિર્દીમાં પોલીસનું પાત્ર હું પ્રથમ વખત ભજવી રહી હોવાથી ઉત્સાહિત છું. મારો રોલ મક્કમ અને કડક મિજાજવાળી પોલીસ ઓફીસરનો છે. જે પોતાનું કામ પ્રામાણિકતાથી કરે છે. મને દર્શકોએ અગાઉ ક્યારેય આવી ભૂમિકામાં જોઇ નથી. પ્રાચીએ પોતાની કારકિર્દીની શરૂઆત એકતા કપૂરની સિરીયલ ‘કસમ સે’થી કરી હતી.
જેમાં તેણે બાનીની ભૂમિકા ભજવી હતી. તેણે વર્ષ 2008માં ફિલ્મ ‘રોક ઓન’થી ફરહાન અખ્તર સાથે બોલીવૂડ પદાર્પણ કર્યું હતું. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે ઘણા સમયથી મીડિયામાં પણ જોવા મળી નથી.