પ્રતિકાાત્મક તસવીર (istockphoto.com)

ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ અને સિરિઝ 3-1થી જીતી જતાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી છે. પોઈન્ટ્સ ટેબલમાં ભારતમાં નં. 1 રહી છે. ન્યૂઝીલેન્ડ બીજા, ઓસ્ટ્રેલિયા ત્રીજી અને ઈંગ્લેન્ડ ચોથા ક્રમે રહી છે.

ફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે.જોકે 18 જુને રમાનારી આ ટેસ્ટ મેચનુ સ્થળ બદલાઈ શકે છે. અગાઉ આ ઐતહાસિક ટેસ્ટ મેચ લંડનમાં લોર્ડ્ઝ ખાતે રમાવાની હતી પણ કોરોનાના રોગચાળાની સ્થિતિના કારણે હવે તે સાઉધમ્પ્ટનમાં રમાશે, એમ ભારતીય ક્રિકેટ બોર્ડના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ સોમવારે જણાવ્યું હતું.

લોર્ડઝમાં બાયોબબલની સમસ્યાના કારણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આઈસીસીને સ્થળ બદલવા કહ્યુ છે. ફાઈનલ 18 થી 22 જુન સુધી રમાશે અને તા. 23નો દિવસ જરૂર પડ્યે રીઝર્વ રખાયો છે.