Vol. 3 No. 246 About   |   Contact   |   Advertise 29th April 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ભારતમાં કોરોના નિરંકુશ

છેલ્લાં છ દિવસથી કોરોનાના ત્રણ લાખથી વધુ કેસ અને દૈનિક 2,500થી વધુના મોત સાથે ભારત કોરોના મહામારીના ભરડામાં સપડાયું છે. દર્દીઓની સંખ્યામાં આવેલા એકદમ ઉછાળાને પગલે હોસ્પિટલો ઊભરાઈ રહી છે અને મેડિકલ ઓક્સિજનની અભૂતપૂર્વ તંગીને પગલે દર્દીઓ પ્રાણવાયુ માટે તરફડી રહ્યાં છે. કોરોનાનો કુલ મૃત્યુઆંક 2 લાખની નજીક પહોંચ્યો છે. સતત ચિતાઓ સળગતી હોવાથી સ્મશાનગૃહોમાં વેઇટિંગ ચાલે છે. દેશમાં હાલ દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક જેવા અનેક રાજ્યોમાં મેડિકલ ઇમર્જન્સી જેવી હાલત છે. વિશ્વ માટેની ફાર્મસી ગણાતા ભારતમાં જરૂરી દવાઓના કાળા બજાર અને ચોરી તથા લુંટફાટની પણ ઘટના બની હતી. મેડિકલ ઓક્સિજન લેવા માટે લોકો વલખા મારી રહ્યાં છે. ઘણી હોસ્પિટલો ઓક્સિજન મેળવવા માટે તાકિદના સંદેશા મોકલી રહી છે. દેશના વિવિધ શહેરો-ગામોમાં રસ્તા પર રાતદિવસ દોડતી એમ્બ્યુલન્સ વાનોની સાઇરનો કોરોનાની ભયાવહતામાં ઓર વધારો કરી રહી છે.

Read More...
વિશ્વના સંખ્યાબંધ દેશોએ ભારત પર ટ્રાવેલ પ્રતિબંધો લાદ્યાં

ભારતમાં કોરોના મહામારીએ રોદ્ર સ્વરૂપ ધારણા કરતા વિશ્વના સંખ્યાબંધ દેશોએ ભારત પર ટ્રાવેલ નિયંત્રણો લાદ્યા હતા. બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, યુએઇ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ઇરાન, કુવૈત સહિત દેશોએ ભારતમાંથી ટ્રાવેલ પર લગભગ પ્રતિબંધ મૂક્યો હતો. અમેરિકાએ પણ ભારતમાં ટ્રાવેલ ન કરવાની એડવાઇઝરી જારી કરી હતી. બાંગ્લાદેશે ભારત સાથેની સરહદને સીલ કરી દીધી હતી.

Read More...
રેડ લીસ્ટના કારણે ભારત ગયેલા બ્રિટીશ ભારતીયોની હાલત કફોડી

ભારતમાં વધી રહેલા કોરોનાવાયરસ રોગચાળાના કેસો અને તેમાં પણ ભારતીય વેરિયન્ટના 132 કરતા વધુ કેસો યુકેમાં નોંધાતા યુકે દ્વારા ભારતને શુક્રવાર 23 એપ્રિલથી રેડ લીસ્ટમાં મૂકાતા અગત્યના કારણોસર ભારત ગયેલા બ્રિટીશ ભારતીયોની હાલત કફોડી થઇ ગઇ છે.

Read More...
ભારતના કોવિડ રોગચાળામાં મદદ માટે યુકે ડાયસ્પોરા મેદાનમાં

ભારતમાં કોરોનાવાયરસના ભયાનક રોગચાળાને પગલે ઓક્સીજન, બેડ અને વેન્ટીલેટરની ભારે અછત સર્જાઇ રહી છે ત્યારે યુકેનો ભારતીય ડાયસ્પોરા હંમેશની જેમ મદદ કરવામાં અગ્રેસર રહ્યો છે. યુકેમાં રહેતા ભારતીયોએ મિત્રો અને પરિચિતોના માધ્યમથી અત્યાર સુધીમાં £370,000 જેટલી રકમ એકત્ર કરી લીધી છે. BAPS, બ્રિટિશ એશિયન ટ્રસ્ટ, સેવા યુકે, ફેસબુક ગૃપ્સ અને અન્ય સંસ્થાઓ પણ પોતાની રીતે માભોમને મદદ કરવા અપીલ કરી છે.

Read More...
ચાર શીખ અમેરિકનોની હત્યામાં સમુદાયે હેઇટ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની માગ કરી

ઇન્ડિયાનાના ઇન્ડિયાનાપોલીસમાં ફેડેક્સ ખાતે 15 એપ્રિલની મોડી રાત્રે બનેલી સામૂહિક ગોળીબારની ઘટનામાં ઇન્ડિયન અમેરિકન સમૂદાયે હેઇટ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની માગણી કરી છે.

Read More...
ભારતમાં કોરોના કટોકટીનો સામનો કરવા વિશ્વના અનેક દેશો દ્વારા મદદનો પ્રવાહ

ભારતમાં રોજેરોજ વધી રહેલા કોરોનાના રેકોર્ડબ્રેક કેસોના નિવારણમાં આરોગ્યતંત્ર નબળું નીવડવાની સચ્ચાઇ વચ્ચે વિશ્વના અનેક દેશો તરફથી મદદનો પ્રવાહ ઉમટવા લાગ્યો છે.

Read More...
ભારતમાં 11થી 15 મેની વચ્ચે કોરોના પરાકાષ્ઠાએ પહોંચશેઃ વિજ્ઞાનીઓ

કોરોનાના વધતા કેસને જોતા વિજ્ઞાનીઓએ અનુમાન લગાવ્યું છે કે 11થી 15 મેની વચ્ચે કોરોના પીક પર હશે. એ વિજ્ઞાનીઓએ ગાણિતિક મોડલ દ્વારા કોરોના સંક્રમણના વધતા કેસ પર જે સ્ટડી કરી છે,

Read More...
ગુજરાતમાં કોરોના કેસનો આંક 5 લાખને પાર, મૃત્યુઆંક 6,656

ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસ પાંચ લાખને વટાવી ગયા બાદ રાજ્ય સરકારે વધુ નવ શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના નવા નિયંત્રણોની મંગળવારે જાહેરાત કરી હતી.

Read More...
ગુજરાતમાં વધુ 9 શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના નવા નિયંત્રણો

કોરોના વાઇરસને અંકુશમાં લેવા માટે ગુજરાત સરકારે વધુ નવ શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના નવા નિયંત્રણોની મંગળવારે જાહેરાત કરી હતી. આની સાથે હવે કુલ 29 શહેરોમાં નાઇટ કરફ્યૂ રહેશે.

Read More...
ભારતને કોરોના સામે મદદ કરવા 40 અમેરિકન કંપનીઓના CEOઓએ ટાસ્ક ફોર્સ બનાવ્યું

કોરાના મહામારીના ભયાનક સંકટ સામે ઝઝૂમી રહેલા ભારતને મદદ કરવા માટે અમેરિકાની ટોચની 40 કંપનીઓ આગળ આવી છે.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
મુકેશ અંબાણીની રિલાયન્સે બ્રિટનની આઇકોનિક ક્લબ સ્ટોક પાર્ક ખરીદી

ભારતના અબજોપતિ મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 57 મિલિયન પાઉન્ડ (આશરે રૂ.592 કરોડ)માં બ્રિટનની આઇકોનિક કંટ્રી ક્લબ એન્ડ લક્ઝરી ગોલ્ફ રિસોર્ટ સ્ટોક પાર્ક લિમિટેડને હસ્તગત કરી છે.

Read More...
કોરોના કટોકટીમાં ગૂગલ, માઇક્રોસોફ્ટના ભારતીય મૂળના CEOs ભારતને મદદ કરશે

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ અને માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નંડેલાએ કોરોનાની કટોકટીમાં ભારતને મદદ કરવાની જાહેરાત કરી છે.

Read More...
ભારતની આઇટી કંપનીઓ આ વર્ષે 110,000 પ્રોફેશનલની ભરતી કરશે

ટીસીએસ, ઇન્ફોસિસ અને વિપ્રો સહિતની ભારતની ટોચની આઇટી કંપનીઓ વધતી માગને પહોંચી વળવા આ વર્ષે મોટાપાયે ભરતી કરે તેવી શક્યતા છે.

Read More...
ઓક્સિજનની કટોકટી વચ્ચે ટાટા ગ્રૂપ 24 ક્રાયોજેનિક કન્ટેનર્સની આયાત કરશે

ભારતના ઔદ્યોગિક ગ્રુપ ટાટા ગ્રુપ લિક્વિડ ઓક્સિજનના સપ્લાય માટે 24 ક્રાયોજેનિક કન્ટેનર્સની આયાત કરશે અને દેશમાં ઓક્સિજનની અછત દૂર કરવામાં મદદરુપ બનશે.

Read More...
કોરોના કાળમાં પણ IPO માર્કેટમાં ધમધમાટઃ $2.5 બિલિયનના 22 ઇશ્યુ આવ્યા

ભારતમાં 2021ના પ્રથમ ત્રણ મહિનામાં કુલ 2.5 બિલિયન ડોલરના 22 આઇપીઓ આવ્યા હતા. દેશના કેપિટલ માર્કેટમાં આ ઊંચું મોમેન્ટમ ચાલુ ક્વાર્ટરમાં પણ જળવાઈ રહેવાની ધારણા છે, એમ અગ્રણી કન્સલ્ટન્સી કંપની EY ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું હતું.

Read More...
  Entertainment

અજય દેવગણની નવી ફિલ્મની જાહેરાત

કોરોના મહામારીની બોલીવૂડ પર ગંભીર અસર પડી છે. આમ છતાં મોખરાના ફિલ્મકારો હિંમત રાખીને નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

Read More...

સોનુ સૂદ પ્રત્યે અનોખો આશાવાદ

કોરોનાકાળમાં સામાન્ય લોકોને મદદ કરીને મસીહા સાબિત થયેલા સોનુ સૂદ પ્રત્યે હજુ પણ લોકો અનેક પ્રકારની મદદની આશા રાખે છે.

Read More...

કાર્તિક આર્યનની ફિલ્મમાંથી હકાલપટ્ટી

બોલીવૂડના નવી પેઢીમાં કાર્તિક આર્યને પોતાનું સ્થાન મજબૂત બનાવી દીધું છે. તેણે એક પછી એક હિટ ફિલ્મો આપીને મોખરાના કલાકારોની યાદીમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું.

Read More...

પરિણીતીની નવી એક્શન થ્રિલર ફિલ્મ

કોરોનાની મહામારીના કારણે અનેક કલાકારોની ફિલ્મો થિયેટર કે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકી નથી. જોકે, તેમાં પરિણીતી ચોપરા અપવાદરૂપ છે.

Read More...

હવે રિતિક-આલિયા સાથે દેખાશે

જાણીતા ફિલ્મકાર સંજય લીલા ભણશાળીની ઇન્સાલ્લામાં સલમાન ખાન લીડ રોલમાં હોવાની જાહેરાત કરી હતી. ઘણા લાંબા સમય પછી સંજય અને સલમાન સાથે કામ કરશે તે જાણીને ચાહકોમાં ખુશી વ્યાપી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store