(Photo BY SUJIT JAISWAL/AFP via Getty Images)

કોરોનાની મહામારીના કારણે અનેક કલાકારોની ફિલ્મો થિયેટર કે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકી નથી. જોકે, તેમાં પરિણીતી ચોપરા અપવાદરૂપ છે. પરંતુ તે ટૂંકા ગાળામાં ત્રણ ફિલ્મ્સમાં જોવા મળી હતી. તેની ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ નેટફ્લિક્સ પર સીધી રિલીઝ થઈ હતી. જે પછી અર્જુન કપૂર સાથેની તેની ફિલ્મ ‘સંદીપ ઔર પિન્કી ફરાર’ થીએટર્સમાં રિલીઝ થઈ હતી. જેના પછી તરત જ તે ‘સાઇના’માં જોવા મળી હતી. જે પણ સિનેમામાં રિલીઝ થઈ હતી. હવે સૂત્રો કહે છે કે, પરિણીતીએ તેની નવી ફિલ્મ માટે કામગીરી શરૂ કરી છે. તે ડાયરેક્ટર રિભુ દાસગુપ્તાની એક્શન થ્રિલર ફિલ્મનું શૂટિંગ તુર્કીમાં કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ સારી રીતે થઈ રહ્યું છે અને કોરોનાના કારણે યૂનિટ પૂરેપૂરી તકેદારી રાખી રહ્યું છે..