Ahmedabad: Health worker move COVID-19 positive patient inside a coronavirus OPD at a COVID-19 hospital, amid the ongoing surge in Coronavirus cases, in Ahmedabad, Tuesday, April 27, 2021. (PTI Photo)

ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસ પાંચ લાખને વટાવી ગયા બાદ રાજ્ય સરકારે વધુ નવ શહેરોમાં નાઇટ કરફ્યૂ સહિતના નવા નિયંત્રણોની મંગળવારે જાહેરાત કરી હતી. હવે કુલ 29 શહેરોમાં નાઇટ કરફ્યૂ રહેશે. સરકારે વધુ નિયંત્રણોની પણ જાહેરાત કરી છે. તેનાથી રેસ્ટાંરા, સ્વિમિંગ પૂલ, સિનેમાં હોલ, શોપિંગ કોમ્પ્લેક્સ અને વોટર પાર્ક પાંચ મે સુધી બંધ રહેશે. નાઇટ કરફ્યૂ 28મી એપ્રિલથી 5 મે સુધી અમલમાં રહેશે. સરકારે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ કરફ્યૂ લાદ્યો હતો.

ગુજરાતમાં મંગળવારે કોરોના નવા 14,352 કેસ નોંધાયા હતા અને 170ના મોત થયા હતા. નવા કેસ સામે 7,803 લોકોએ કોરોનાને માત આપી હતી. રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંક 5,24,725 પર પહોંચ્યો હતો અને કુલ મૃત્યુઆંક વધીને 6,656 થયો હતો, એમ સરકારે મંગળવારે સાંજે જણાવ્યું હતું.

સરકારના ડેટા મુજબ રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,90,229 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યનો રિકવરી રેટ 74.37 થયો હતો. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,27,840 પર પહોંચી હતી અને 418 દર્દીઓ વેન્ટિલેટર પર હતા.

જિલ્લાવાર વિગતો જોઈએ તો મંગળવારે અમદાવાદમાં નવા 5,725 કેસ નોંધાયા હતા અને 26 લોકોનાં મોત થયા હતા, જ્યારે સુરતમાં નવા 2269 કેસ નોંધાયા હતા અને 27 લોકોના મોત થયા હતા. રાજકોટમાં નવા 534 કેસ નોંધાયા હતા અને 13નાં મોત થયા હતા, જ્યારે વડોદરામાં નવા 631 કેસ નોંધાયા હતા અને 14નાં મોત થયા હતા.
ભાવનગરમાં નવા 357 કેસ અને 4નાં મોત, જામનગરમાં નવા 697 કેસ, અને 18ના મોત થયા હતા. આ ઉપરાંત ગાંધીનગરમાં નવા 325 કેસ, જૂનાગઢમાં નવા 261 કેસ, અમરેલીમાં 188, આણંદમાં 124, અરવલ્લીમાં 86 કેસ, બનાસકાંઠામાં 224, ભરૂચમાં 175, બોટાદમાં 53 કેસ, છોટા ઉદેપુરમાં 69, દાહોદમાં 216, ડાંગમાં 22 કેસ, દ્વારકામાં 40, સોમનાથમાં 126, ખેડામાં 57 કેસ, કચ્છમાં 177, મહિસાગરમાં 166 કેસ નોંધાયા હતા.