(Photo BY JOHN MACDOUGALL/AFP via Getty Images)

જાણીતા ફિલ્મકાર સંજય લીલા ભણશાળીની ઇન્સાલ્લામાં સલમાન ખાન લીડ રોલમાં હોવાની જાહેરાત કરી હતી. ઘણા લાંબા સમય પછી સંજય અને સલમાન સાથે કામ કરશે તે જાણીને ચાહકોમાં ખુશી વ્યાપી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે સલમાન હવે આ ફિલ્મમાં કામ નહીં કરે તેવા સમાચાર મળતા તેના ચાહકોમાં નિરાશા વ્યાપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, સંજય લીલા ભણશાલીએ હવે ફરીથી ઇન્શાલ્લા પ્રોજેક્ટ અંગે વિચારે છે. તે આ ફિલ્મમાં નવા કલાકારોને લેવા ઇચ્છે છે. આ ફિલ્મની કહાની એક યુવતી અને તેના કરતા વધુ વયના પુરુષ સાથેના પ્રેમ પર આધારિત છે. તેથી હવે તે સલમાનના બદલે રિતિક રોશનને લેવા માંગે છે. રિતિકને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ આવી છે. હવે તે આલિયા ભટ્ટની સાથે જોવા મળે તેવી સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંજય અને સલમાન વચ્ચેના સંબંધો બગડ્યા હોવાની ચર્ચા થઇ હતી. ત્યાર પછી સલમાન આ ફિલ્મમાંથી નીકળી ગયો હતો.આ પછી સંજ્યે તે પ્રોજેક્ટ પડતો મુકીને આલિયા ભટ્ટ સાથેની ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મનું કામ શરૂ કર્યું હતું.