Vol. 3 No. 253 About   |   Contact   |   Advertise 17th June 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
લોકડાઉનનો અંત 19 જુલાઇએ

વડા પ્રધાન બોરીસ જૉન્સને લોકડાઉનને હટાવવા માટેની પહેલાથી નક્કી કરાયેલી 21 જુનની તારીખ બદલીને હવે લોકડાઉનનો અંત નવી “ટર્મિનસ ડેટ” 19 જુલાઇએ કરવાની જાહેરાત કરી છે. 13 જૂન રવિવારના રોજ ભારતથી આવેલા ડેલ્ટા વેરીયન્ટના 7,490 કેસો નોંધાયા હતા અને તેને પગલે નિષ્ણાતોને ડર છે કે આગામી સપ્તાહોમાં હોસ્પિટલાઇઝેશન વધશે.

Read More...
મહારાણીના બર્થડે ઓનર્સ લીસ્ટમાં બ્રિટીશ એશિયન્સનો દબદબો

એજ્યુકેશન લીડર હમિદ પટેલ, ચેરિટી બોસ જાવેદ ખાન, અભિનેત્રી લોલિતા ચક્રબર્તી, સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર રિમલા અખ્તરને અને પીરીયડ પોવર્ટી કેમ્પેઇનર એમિકા જ્યોર્જ સહિત સંખ્યાબંધ બ્રિટીશ એશિયન્સને મહારાણીના બર્થડે ઓનર્સ લિસ્ટમાં વિવિધ સન્માન એનાયત કરાયા હતા.

Read More...
રામમંદિર માટેની જમીનની ખરીદીમાં કૌભાંડ થયાનો આક્ષેપ

ભારતમાં વર્ષોની કાયદાકીય લડાઈ પછી અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એવામાં મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર રામના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાનો આક્ષેપ થયો છે.

Read More...
છેલ્લા એક વર્ષમાં દર બેમાંથી એક ઇન્ડિયન અમેરિકન ભેદભાવનો ભોગ બન્યો છે

અમેરિકામાં બીજા નંબરના સૌથી મોટા ઇમિગ્રન્ટ ગ્રુપ – ઇન્ડિયન અમેરિકન્સ નિયમિત રીતે ભેદભાવ અને ધ્રુવીકરણનો ભોગ બની રહ્યા છે, તેવું એક સર્વેના બુધવારે જાહેર થયેલા તારણોમાં જણાવાયું છે.

Read More...
કોવિડ-19 માટે ભંડોળ ઉભું કરનાર કોવેન્ટ્રીના ભારતીય સમુદાયને બિરદાવતા પ્રિન્સ ચાર્લ્સ

કોવેન્ટ્રી શહેરને યુકેના સિટી ઑફ કલ્ચર 2021નું બિરૂદ મળ્યા બાદ કોવેન્ટ્રી ગયેલા પ્રિન્સ ચાર્લ્સે ભારતમાં કોવિડ-19 દ્વારા અસર પામેલા લોકોની સહાય માટે ભંડોળ એકત્ર કરવા બદલ કોવેન્ટ્રીમાં ભારતીય સમુદાયની પ્રશંસા કરી છે.

Read More...
પ્રિન્સ ઑફ વેલ્સે ‘પેલેસિસ ઓફ વ્હીલ્સ’નો શુભારંભ કર્યો

બ્રિટીશ એશિયન ટ્રસ્ટ દ્વારા ભંડોળ ઉભું કરવા માટે શરૂ કરવામાં આવેલ ‘પેલેસિસ ઓન વ્હિલ્સ’ સાયકલિંગ ઇવેન્ટની બ્રિટીશ એશિયન ટ્રસ્ટના રોયલ ફાઉન્ડિંગ પેટ્રન પ્રિન્સ ઑફ વેલ્સે જાતે સાયકલ પર સવાર થઇને 30થી વધુ સાયકલ સવારોની આગેવાની લઇ શરૂઆત કરી તેમના હાઈગ્રોવ ખાતેના નિવાસેથી વિદાય આપી હતી.

Read More...
નારાયણમૂર્તિ-એમેઝોન ટેક્સ વિવાદમાં રીશી સુનક ભીંસમાં

ભારતની અગ્રણી આઇટી કંપની ઇન્ફોસીસના સહ-સ્થાપક એન. આર. નારાયણમૂર્તિ અને એમેઝોન.કોમની સંયુક્ત માલિકીની ઓનલાઇન રીટેલ કંપની કલાઉડટેલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી બ્રિટનના ટેક્સ સત્તાવાળાએ વ્યાજ અને દંડ સહિત 5.5 મિલિયન પાઉન્ડના લેણાની માંગણી કરી છે.

Read More...
જી7 એક બિલિયન વેક્સિન ડોઝની વિશ્વને સહાય કરશે

મેરિકાએ ફરી તે વિશ્વ નેતા બનવા સજ્જ હોવાના સંકેતો આપ્યા હતા, તો બધા જ દેશોએ સાથે મળીને ક્લાઈમેટ ચેન્જ, કોરોના વાઈરસના રોગચાળા તેમજ ચીને વિશ્વના ગરીબ દેશો ઉપર વર્ચસ્વ જમાવવાના ઈરાદે શરૂ કરેલી વન બેલ્ડ વન રોડ યોજના ઉપર પાણી ફેરવવા બિલ્ડ બેક બેટર વર્લ્ડ (B3W) યોજનાની પણ જાહેરાત કરી હતી

Read More...
ગુજરાતમાં સમય કરતાં વહેલા ચોમાસાનું આગમન

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું ગુરુવારે વિધિવત આગમન થયું હતું. ગુજરાતમાં અગાઉ ૧૫ જૂન બાદ ચોમાસાની આગમનની આગાહી કરવામાં આવી હતી. પરંતુ તેનાથી સાત દિવસ અગાઉ જ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે.

Read More...
અમદાવાદમાં 70 ટકા લોકોમાં કોરોના સામે એન્ટીબોડી વિકસિત થઈઃ સેરો સરવે

કોરોનાની ઘાતક બીજી લહેર બાદ અમદાવાદમાં આશરે 70 ટકા લોકોમાં કોરોના સામે એન્ટિબોડી ડેવલપ થઈ છે, એમ પાંચમાં સેરોપ્રિવેલન્સ સરવેમાં જણાવાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મેના છેલ્લાં સપ્તાહ અને જૂનના પ્રારંભમાં આ સરવે કરાવ્યો હતો.

Read More...

  Sports
યોકોવિચ ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન, બે સ્લેમનો વિશિષ્ટ રેકોર્ડ

રવિવારે (13 જુન) પુરી થયેલી ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધામાં સર્બિયાના ટેનિસ સ્ટાર યોકોવિચે પોતાના ગ્રીક હરીફ સિત્સિપાસને પાંચ સેટના મુકાબલામાં હરાવી પોતાનું બીજું ફ્રેન્ચ ઓપન ટાઈટલ હાંસલ કર્યું હતું.

Read More...
ભારતના વિનુ માંકડનો આઈસીસી હોલ ઓફ ફેમમાં સમાવેશ

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા રવિવારે 10 ક્રિકેટર્સનો હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભારતના ઓલરાઉન્ડર વિનુ માંકડનું નામ પણ સામેલ છે.

Read More...
ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમ સામે પ્રીતિ પટેલનો ‘જેસ્ચર પોલિટિક્સ’ નો આક્રોશ

યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ્સમાં રવિવારે ક્રોએશીઆ સામેની મેચમાં ઈંગ્લેન્ડની ટીમ રેસિઝમ વિરૂદ્ધની ચળવળને પોતાના સમર્થનના પ્રતીકરૂપે ગોઠણભેર ઉભી રહી હતી (ટેકિંગ ધી ની) તેની ટીકા કરતાં ઈંગ્લેન્ડના હોમ સેક્રેટરી (ગૃહ પ્રધાન) પ્રીતિ પટેલે એવું કહ્યું હતું

Read More...
ન્યૂઝિલેન્ડનો ૨૨ વર્ષે ઈંગ્લેન્ડ સામે તેની ભૂમિ પર ટેસ્ટ શ્રેણીમાં વિજય

ન્યૂઝિલેન્ડે પોતાના બોલર્સના અસરકારક દેખાવ સાથે ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટન ખાતેની બીજી ટેસ્ટમાં ચોથા દિવસે આઠ વિકેટે વિજય મેળવી બે ટેસ્ટની શ્રેણી ૧-૦થી જીતી લીધી હતી.

Read More...
સા. આફ્રિકાનો ચાર વર્ષે વિદેશમાં ટેસ્ટ વિજય

કાગિસો રબાડાએ પાંચ અને નોર્ત્જેએ ત્રણ વિકેટ ખેરવતાં સાઉથ આફ્રિકાએ તેના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ત્રીજા જ દિવસે એક ઈનિંગ અને ૬૩ રનથી વિજય નોંધાવ્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
અનિલ અગ્રવાલ ભારતનું વિડિયોકોન ગ્રુપ ખરીદશે

વેદાંત ગ્રૂપના બિલિયોનેર માલિક અનિલ અગ્રવાલ ભારતના દેવાગ્રસ્ત વિડિયોકોન ગ્રૂપને આશરે રૂ.3,000 કરોડમાં ખરીદશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ વિડિયોકોન ગ્રૂપ માટેની અનિલ અગ્રવાલની માલિકીની કંપની ટ્વીન સ્ટાર ટેકનોલોજી કરેલી રૂ.3,000 કરોડની ઓફરને માન્ય રાખી છે.
આ સોદો પૂર્ણ થશે ત્યારે તે નાદારીની પ્રક્રિયા હેઠળ અનિલ અગ્રવાલે સસ્તામાં ભાવમાં ભારતમાં ખરીદેલી ત્રીજી એસેટ હશે. અગાઉ તેમણે ઇલેક્ટ્રોસ્ટીલ સ્ટીલ અને ફેરો એલોય કોર્પોરેશન ખરીદી હતી. વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝના માથે વર્ષ ૨૦૧૯ના આંકડા મુજબ રૂ.૬૩,૫૦૦ કરોડથી વધુ દેવું હતું. જેમાંથી રૂ.૫૭,૪૦૦ કરોડ ૩૬ બેંકો અન્ય અન્ય ફાઈનાન્શિયલ ધિરાણદારોના લેણાં નીકળે છે. ભારતમાં કલર ટીવીના ઉત્પાદન માટેનું સૌથી પ્રથમ લાઇસન્સ વિડિયોકોન ગ્રૂપને મળ્યું હતું.

Read More...
અદાણી ગ્રુપમાં રોકાણ કરનારા ત્રણ વિદેશી ફંડ્સના એકાઉન્ટ ફ્રીઝ કરાયા

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)એ અદાણી ગ્રૂપની ચાર કંપનીઓના આશરે રૂ.43,500 કરોડ (આશરે 6 બિલિયન ડોલર)ના શેરોની માલિકી ધરાવતા ત્રણ વિદેશી ફંડ્સના એકાઉન્ટને ફ્રીઝ કર્યા છે તેવા મીડિયા અહેવાલને અદાણી ગ્રૂપે સોમવારે નકારી કાઢ્યા હતા. આ અહેવાલને પગલે અદાણી ગ્રૂપોના શેરોમાં ભારે ધોવાણ થયું હતું.
અદાણી ગ્રૂપે નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે આ અહેવાલ સંપૂર્ણપણે ભૂલભરેલા છે અને રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો તેનો હેતુ છે. આ અહેવાલથી રોકાણકારોને આર્થિક રીતે અને ગ્રૂપની પ્રતિષ્ઠાને મોટું નુકસાન થયું છે

Read More...
ટાટા ગ્રુપની ઇ-ફાર્મસી ક્ષેત્રમાં એન્ટ્રીઃ 1MG ખરીદી

ભારતના સૌથી મોટા ઔદ્યોગિક ગ્રૂપ ટાટા ગ્રૂપે ઇ-ફાર્મસી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. ગ્રૂપ ભારતની ઇ-ફાર્મસી રિટેલર 1MGનો બહુમતી હિસ્સો 230 મિલિયન ડોલરમાં ખરીદશે. ટાટા ગ્રૂપ અગાઉ ફાર્મા મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ધરાવતું હતું, પરંતુ પછીથી મેરિન્ડ અને ટાટા ફાર્માનું વોખાર્ટને વેચાણ કર્યું હતું.
જોકે કોરોના મહામારીને પગલે 106 બિલિયન ડોલરના આ ગ્રૂપને ફાર્મા બિઝનેસમાં ફરી રસ પડ્યો છે.

Read More...
વિપ્રોના ડેલાપોર્ટે ભારતની આઇટી કંપનીના સૌથી મોંઘા વિદેશી સીઇઓ

વિપ્રોના સીઈઓ થિયરી ડેલાપોર્ટેને નાણાકીય વર્ષ 2020-21માં 8.8 લાખ ડોલરનું સેલેરી પેકેજ મળ્યું હતું. આમ તેઓ ભારતની આઇટી કંપની દ્વારા રાખવામાં આવેલા સૌથી મોંઘા વિદેશી સીઇઓ બન્યાં છે, એમ વિપ્રોએ યુએસ માર્કેટ રેગ્યુલેટરને આપેલી માહિતીમાં જણાવ્યું હતું. વિપ્રોના ચેરમેન રિશદ પ્રેમજીનું કુલ પેકેજ 1.6 મિલિયન ડોલર રહ્યું હતું.

Read More...
અમૂલ રાજકોટમાં બીજા ક્રમનો સૌથી મોટો પ્લાન્ટ નાંખશે

ગુજરાત કો-ઓપરેટિંગ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ((GCMMF- અમૂલ)ને બીજા ક્રમનો સૌથી મોટો મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રાજકોટના જિલ્લા વહીવટીતંત્રે આનંદપર ગામ નજીક 100 એકર જમીન ઓફર કરી છે. અમૂલના બોર્ડે 2020ની બેઠકમાં નવો પ્લાન્ટ નાંખવાનો નિર્ણય કર્યો હતો.

Read More...
P&G સાણંદમાં રૂ.500 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપશે

અમેરિકાની મલ્ટિનેશનલ કન્ઝ્યુમર ગુડ્સ કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) પોતાની હેલ્થ અને વેલનેસ પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ માટે ગુજરાતમાં રુ.500 કરોડના રોકાણ સાથે પ્લાન્ટની સ્થાપના કરશે.

Read More...
  Entertainment

ઓટીટી પર ફિલ્મનો અધધધ…કિંમતે સોદો

કોરોના મહામારીની બીજી લહેરને કારણે મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉનને કારણે બોલીવૂડમાં તમામ કામ ખોરવાયું હતું. આથી રીલીઝ માટે તૈયાર ફિલ્મોને ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચીને નફો મેળવવાનું ફિલ્મકારોનું લક્ષ્ય હતું. સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા ટોચના કલાકારોની ફિલ્મ પણ સીધી જ ઓટીટી પર રિલીઝ થઇ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૈફ અલી ખાન અને અર્જુન કપૂરની નવી ફિલ્મ ભૂત પોલીસને પણ ડિઝની પ્લસ હોટસ્ટાર સાથે ડીલ થઇ છે. આ વાતચીત લાંબા સમયથી ચાલુ હતી જેના પર હવે નિર્ણય લેવાયો છે અને તે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

Read More...

સ્વ. સુશાંત સિંહ ગત વર્ષનો મોસ્ટ ડિઝાયરેબલ મેન

ધ ટાઇમ્સ દ્વારા દર વર્ષે 50 ડિઝાયરેબલ મેનની એક યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં વિવિધ ક્ષેત્રની 40થી ઓછી ઉંમરની સૌથી વધુ ડેશિંગ વ્યકિતઓને પસંદ કરવામાં આવે છે. વર્ષ 2020ની આ યાદીમાં સ્વ. સુશાંત સિંહ રાજપૂતને પ્રથમ સ્થાન મળ્યું છે. આ રેકિંગ ઓનલાઇન વોટ્સ અને ઇન્ટરનલ જ્યુરીના નિર્ણયના આધારે આપવામાં આવે છે.

Read More...

ટાઈગર-દિશા ફરવા નિકળ્યા ને ફસાયા

જેકી શ્રોફના પુત્ર ટાઇગર અને તેની ફ્રેન્ડ-અભિનેત્રી દિશા પટાણીને મુંબઇમાં લોકડાઉનનો ભંગ કરીને ફરવાનું ભારે પડી ગયું છે. આ બંને સામે પોલીસે ફરિયાદ નોંધી છે.

Read More...

મનોજ બાજપાઇએ વેબ સીરિઝ છોડી

દમદાર અભિનેતા મનોજ બાજપાઇ પાસે વેબ સીરિઝ ઉપરાંત ઘણા સારા પ્રોજેક્ટસ છે. હવે તેના વિશે એવું જાણવા મળ્યું છે કે, તેણે વેબ સીરિઝમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે. આ એ જ વેબ સીરીઝ છે, જેના દ્વારા રિતિક રોશન ડિજિટલ પ્લેટફોર્મ પર પદાર્પણ કરી રહ્યો છે.

Read More...

પરિણીતિ કરે છે મનની વાત

પરિણીતિ ચોપરા ફિલ્મો સિવાય પોતાની અંગત જિંદગી અંગે પણ ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર અને ઇન્ટરવ્યૂમાં પોતાના કારકિર્દી અંગે ખુલાસા કરતી રહે છે. પરંતુ તાજેતરમાં તેણે કરેલી સ્પષ્ટતાને કારણે તે ચર્ચામાં છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store