પ્રતિકાત્મક તસવીર (istockphoto) www.gettyimages.com

વિપ્રોના સીઈઓ થિયરી ડેલાપોર્ટેને નાણાકીય વર્ષ 2020-21માં 8.8 લાખ ડોલરનું સેલેરી પેકેજ મળ્યું હતું. આમ તેઓ ભારતની આઇટી કંપની દ્વારા રાખવામાં આવેલા સૌથી મોંઘા વિદેશી સીઇઓ બન્યાં છે, એમ વિપ્રોએ યુએસ માર્કેટ રેગ્યુલેટરને આપેલી માહિતીમાં જણાવ્યું હતું. વિપ્રોના ચેરમેન રિશદ પ્રેમજીનું કુલ પેકેજ 1.6 મિલિયન ડોલર રહ્યું હતું.

ડેલાપોર્ટેને વેતન અને ભથ્થા તરીકે 1.3 મિલિયન ડોલર અને વેરિયેબલ પે તરીકે 1.5 મિલિયન ડોલર મળ્યા હતા. અન્ય આવક 5.2 મિલિયન અને લોંગ ટર્મ કમ્પેન્સેશન આશરે 760,000 ડોલર રહ્યું હતું.

વિપ્રોએ શેર માર્કેટને આપેલ માહિતીમાં જણાવ્યું છે કે, ડેલાપોર્ટને આ પગાર 6 જુલાઈ 2020થી 31 માર્ચ 2021ના સમયગાળા માટે આપવામાં આવ્યો હતો અને તેમાં વન ટાઈમ કેશ, એન્યુઅલ શેર ગ્રાન્ટ, વન ટાઈમ આરએસયુ (લિમિટેડ શેર યુનિટ)નો સમાવેશ થાય છે.

ડેલાપોર્ટે અગાઉ કેપજેમિનીમાં હતા અને 2019માં તેમને 4.9નું પેકેજ મળ્યું હતું. ડેલાપોર્ટે 6 જુલાઈએ વિપ્રોના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટરનું પદ સંભાળ્યું હતું. ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખને 2020-21માં 49.68 કરોડ રૂપિયાનું સેલેરી પેકેજ જ્યારે ટીસીએસના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર રાજેશ ગોપીનાથને 20.36 કરોડ રૂપિયાનું સેલેરી પેકેજ મળ્યું છે.