(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ધ ટાઇમ્સ દ્વારા દર વર્ષે 50 ડિઝાયરેબલ મેનની એક યાદી જાહેર કરવામાં આવે છે. જેમાં વિવિધ ક્ષેત્રની 40થી ઓછી ઉંમરની સૌથી વધુ ડેશિંગ વ્યકિતઓને પસંદ કરવામાં આવે છે. વર્ષ 2020ની આ યાદીમાં સ્વ. સુશાંત સિંહ રાજપૂતને પ્રથમ સ્થાન મળ્યું છે. આ રેકિંગ ઓનલાઇન વોટ્સ અને ઇન્ટરનલ જ્યુરીના નિર્ણયના આધારે આપવામાં આવે છે.

સ્વ. સુશાંત એક સારો અભિનેતા હોવાની સાથેસાથે એક ઉત્તમ ફિલોસોફર પણ હતો. તેને એસ્ટ્રોનોમી અને એસ્ટ્રો ફિજિક્સમાં પણ ઊંડો રસ હતો. તે જુદાજુદા વિષયોના પુસ્તકો પણ વાંચતો હતો. તેને વિજ્ઞાનમાં રસ હોવાથી તે અમેરિકામાં નાસા અને યૂરોપિયન ન્યૂકિલ્યર લેબ સર્નની મુલાકાતે પણ ગયો હતો. આ યાદીમાં પ્રથમ દસ વ્યક્તિમાં વિજય દેવરકોંડા, આદિત્ય રોય કપૂર, વિકી કૌશલ, દુલકર સલમાન, વિરાટ કોહલી, ટાઇગર શ્રોફ, રણવીર સિંહ, ગુરફતેહ સિંહ પીરઝાદા અને સિદ્ધાર્થ મલ્હોત્રાના નામ સામેલ છે. ઉપરાંત અન્ય નામમાં સિદ્ધાર્થ શુક્લા, કાર્તિક આર્યન અને રણબીર કપૂરનો પણ સમાવેશ છે.