પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કોરોનાની ઘાતક બીજી લહેર બાદ અમદાવાદમાં આશરે 70 ટકા લોકોમાં કોરોના સામે એન્ટિબોડી ડેવલપ થઈ છે, એમ પાંચમાં સેરોપ્રિવેલન્સ સરવેમાં જણાવાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મેના છેલ્લાં સપ્તાહ અને જૂનના પ્રારંભમાં આ સરવે કરાવ્યો હતો. આ સરવેમાં આશરે 15,000 અમદાવાદીએ ભાગ લીધો હતો.

ફેબ્રુઆરી 2021માં કરવામાં આવેલા કોરોનાના ચોથા સેરો સરવેમાં બહાર આવ્યું હતું કે કોરોના સામે માત્ર 28 ટકા લોકોમાં IgG એન્ટીબોડી ડેવલપ થઈ હતી. જૂન 2020માં કોરોનાની બીજી લહેર બાદ કરવામાં આવેલા પ્રથમ સેરો સરવમાં બહાર આવ્યું હતું કે માત્ર 18 ટકા લોકોમાં એન્ટીબોડી બની છે. અમદાવાદમાં 25 એપ્રિલ 2021એ સૌથી વધુ 5,790 કેસ નોંધાયા હતા.