Vol. 3 No. 265 About   |   Contact   |   Advertise 16th September 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
વિજય રૂપાણીની વિદાય, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યપ્રધાન

ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંઘીનગર ખાતે યોજાયેલા એક સમારંભમાં સોમવારે 2.20 કલાકે હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને શપથ લેવડાવ્યા હતા.શપથ સમારોહમાં ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો હાજર રહ્યાં હતા.

Read More...
જામનગર, જુનાગઢ, રાજકોટમાં મેઘતાંડવઃ ઠેરઠેર જળબંબાકાર

સૌરાષ્ટ્રના 12 સપ્ટેમ્બરની રાત્રીથી 13 સપ્ટેમ્બર સુધી ભારે 3થી 30 ઇંચ સુધીના અભૂતપૂર્વ વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હતી અને 7,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

Read More...
શિયાળામાં રોગચાળા સામે લડવા ફરજિયાત માસ્ક, ઘરેથી કામ કરવું, કોવિડ પાસપોર્ટની યોજના રીઝર્વમાં

વડા પ્રધાન બોરિસ જૉન્સને ચેતવણી આપી છે કે જો બાળકોના અપાતી રસી અને બૂસ્ટર જેબ્સનો ‘પ્લાન A’ કોરોનાવાઇરસ રોગચાળાને કાબૂમાં રાખવામાં નિષ્ફળ જશે તો શિયાળામાં ફરજિયાત માસ્ક પહેરવાની અને કોવિડ પાસપોર્ટની યોજનાને રિઝર્વમાં રાખવામાં આવશે.

Read More...
ઇન્ડિયન અમેરિકન્સ સામે હેઇટ ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો

જસ્ટિસ ડીપાર્ટમેન્ટે 2020માં હેઇટ ક્રાઇમની ઘટનાઓ અંગેના નવા આંકડા 30 ઓગસ્ટે જાહેર કર્યા હતા, જે એફબીઆઇના યુનિફોર્મ ક્રાઇમ રીપોર્ટ્સમાંથી તૈયાર કરાયા છે. તેમાં એશિયન અમેરિકન્સે નોંધાવેલા પૂર્વગ્રહથી પ્રેરિત હુમલાઓનો માત્ર એક હિસ્સો લેવામાં આવ્યો છે.

Read More...
અમેરિકામાં વધારાની ફી લઈ ઈમિગ્રાન્ટ્સને ત્વરિત ગ્રીન કાર્ડ્સ આપવાની દરખાસ્ત

અમેરિકામાં કોંગ્રેસની જ્યુડિસિયરી કમિટીએ ઘડેલા એક ખરડા મુજબ ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા હજ્જારો ઈમિગ્રાન્ટ્સને વધારાની 5,000 અમેરિકન ડોલર્સ સુધીની ફી વસુલ કરીને ગ્રીન કાર્ડ્સ આપી શકાશે.

Read More...
અમેરિકામાં 24મીએ બાઈડેન, મોદી, મોરિસન અને સુગાની રૂબરૂ બેઠક

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકના વોશિંગ્ટનમાં આગામી સપ્તાહે યોજાનારી ક્વાડ દેશોની સમીટમાં હાજરી આપશે. અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતના બનેલા આ ક્વાડ ગ્રૂપની આ પ્રથમ રૂબરુ બેઠક છે અને તેમાં અફઘાનિસ્તાનની ગતિવિધી, કોરોના મહામારી તથા ઇન્ડો પેસિફિક વિસ્તારમાં મુક્ત અને વ્યાપક સહકારના મુદ્દાની ચર્ચા થશે.

Read More...
ગુજરાતના પાટીદાર જ્યાં પણ જાય તેમના માટે દેશહિત સર્વોપરી: મોદી

અમદાવાદ ખાતે શનિવારે સરદાર ધામનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના પાટીદાર સમાજની ઓળખ છે કે તેઓ વિશ્વમાં જ્યાં પણ જાય ત્યાંના વેપારને નવી ઊંચાઇ પર લઇ જાય છે.

Read More...
નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિર્ણયોમાં સરપ્રાઇઝ આપવાની પરંપરા જાળવી રાખીને અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યપ્રધાન બનાવ્યા છે.

Read More...
નીતિન પટેલનું મુખ્યપ્રધાન બનવાનું સ્વપ્ન ફરીવાર ચકનાચૂર થયું

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનુ મુખ્યપ્રધાન બનવાનુ સ્વપ્ન ફરીએકવાર રોળાઈ ગયું હતું.

Read More...
અમદાવાદમાં બેકરીમાં ગેસ ગળતરથી ત્રણ કર્મચારીઓના મોત

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મંગળવાર, 14 સપ્ટેમ્બરની સવારમાં જ પફ બનાવવાના કારખાનાંમાં ગેસ લિકેજ થતા ગૂંગશામણને કારણે ઓછામાં ઓછા ત્રણ કર્મચારીઓના મોત થયા હતા.

Read More...
ભારતમાં મ. પ્ર.ના પન્નાની ખાણના ચાર મજૂરોનું નસીબ 15 વર્ષે ચમક્યું, 8.22 કેરેટનો ડાયમંડ મળ્યો

મધ્યપ્રદેશના પન્ના જિલ્લાની ખાણોમાં ડાયમંડ શોધવા છેલ્લાં 15 વર્ષથી ખાણકામ કરતાં ચાર મજૂરોનું નસીબ આખરે જાગ્યું હતું અને તેમને 8.22 કેરેટનો ડાયમંડ મળ્યો હતો.

Read More...

  Sports
બ્રિટિશ ટીનેજર એમ્મા રાડુકાનુ યુએસ ઓપનમાં મહિલા ચેમ્પિયન

યુએસ ઓપન વુમેન ફાઇનલમાં બ્રિટનની 18 વર્ષની એમ્મા રાડુકાનુએ કેનેડાની 19 લેહલાહ ફર્નાન્ડિઝને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતનારી પ્રથમ ક્વાલિફાયર બની છે.

Read More...
જોકોવિચનું કેલેન્ડર સ્લેમનું સપનું રોળાયું, મેડવેડેવ ચેમ્પિયન

રશિયાન ટેનિસ સ્ટાર ડેનિલ મેડવેડેવે વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર, સર્બિયાના નોવાક જોકોવિચનું 2021માં કેલેન્ડર સ્લેમ (એક જ કેલેન્ડર વર્ષમાં ચારેય ગ્રાંડ સ્લેમ જીતવાની સિદ્ધિ) રવિવારે અમેરિકાના ફ્લશિંગ મેડોઝ ખાતે રોળી નાખ્યું હતું.

Read More...
ભારતની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાંથી ધવનની બાદબાકી

યુએઈમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત ગયા સપ્તાહે કરવામાં આવી હતી. વિરાટ કોહલીના સુકાની પદે સ્પર્ધામાં ઉતરનારી ભારતીય ટીમમાં ગુજરાતના ચાર ખેલાડીઓ જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને હાર્દિક પંડયાનો સમાવેશ કરાયો છે.

Read More...
માન્ચેસ્ટર ટેસ્ટ વિવાદમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આઈસીસીના દ્વાર ખખડાવ્યા

ગયા સપ્તાહે ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડના પ્રવાસની પાંચમી અને છેલ્લી ટેસ્ટ રમી શકાય તેમ હોવા છતાં નહીં રમવાનો નિર્ણય કરતાં ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઈસીબી) ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સના દ્વાર ખખડાવ્યા છે.

Read More...
ઈંગ્લેન્ડની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં મોર્ગન સુકાની, સ્ટોક્સ ને આર્ચરને તક નહીં

અગાઉના 2016ના ટી-20 વર્લ્ડ કપના રનર્સ અપ ઈંગ્લેન્ડે આગામી ટી-૨૦ વર્લ્ડ કપ માટે કેપ્ટન મોર્ગનની આગેવાની હેઠળની ૧૫ ખેલાડીઓની ટીમની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ભારતમાં ફોર્ડની સફરનો અંતઃ સાણંદ અને ચેન્નાઇ પ્લાન્ટ બંધ કરશે

અમેરિકાની ઓટો કંપનીઓ ભારતમાં બિઝનેસ કરવામાં નિષ્ફળ રહેતી હોવાનું બીજી એક મોટુ ઉદાહરણ જોવા મળ્યું છે. જનરલ મોટર્સ અને હાર્લી ડેવિડસનની એક્ઝિટ બાદ હવે અમેરિકાની આઇકોનિક બ્રાન્ડ ફોર્ડ પણ ભારતના બજારમાંથી વિદાય લેશે. કંપની આગામી વર્ષના બીજા ક્વાર્ટર સુધી તેના સાણંદ અને ચેન્નાઇ ખાતેના પ્લાન્ટ બંધ કરી દેશે. તેનાથી બંને પ્લાન્ટના આશરે 4,000 કર્મચારીઓ અને સેલ્સ પોઇન્ટ્સના આશરે 40,000 કર્મચારી રોજગારી સામે જોખમ ઊભું થયું છે.
ફોર્ડ ભારતમાં 1995માં આવી હતી અને અત્યાર સુધી તેને 2.5 બિલિયન ડોલરનું રોકાણ કરેલું છે. પરંતુ ભારતના બજારમાં સ્પર્ધાનો સામનો કરી શકી ન હતી. કંપનીએ 2020-21માં 48,042 કારનું વેચાણ કર્યું હતું અને કાર માર્કેટમાં 1.8 ટકા હિસ્સો ધરાવતી હતી. ફોર્ડને અત્યાર સુધી બે અબજ ડોલરની ખોટ થઈ છે. બજારમાંથી એક્ઝિટ થવા આશરે 1.7 બિલિયનનો ખર્ચ થવાની ધારણા છે.

Read More...
GM પછી ફોર્ડે પણ પ્લાન્ટ બંધ કરતાં ગુજરાતની ઓટો હબ બનવાની યોજનાને ફટકો

ફોર્ડ ઇન્ડિયાએ તેના સાણંદ પ્લાન્ટમાં ગુરુવારથી મોટરકારનું ઉત્પાદન જ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં અને ભારતમાં તેની કારના મોડેલ્સનું વેચાણ અપેક્ષા પ્રમાણે ન થતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફોર્ડ ઇન્ડિયાના સાણંદ એકમના 2200થી 2500 જેટલા કર્મચારીઓ બેરોજગાર થઈ જશે. આ અગાઉ હાલોલમાંથી જનરલ મોટર્સે તેનું એકમ સંકેલી લીધું હતું. આ સાથે જ મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવાના અને ગુજરાતને ઓટો મોબાઈલનું હબ બનાવવાના ગુજરાત સરકારના પ્રયાસને વધુ એક ફટકો પડયો છે. ગુજરાતમાં 22 જેટલા ડીલર્સ તેમનો ધંધો ગુમાવશે.

Read More...
જેટ એરવેઝ 2022ના પ્રથમ ક્વાર્ટરમાં ફરી ઉડતી થશે

જેટ એવરેઝ તેના નવા અવતારમાં 2022ના પ્રથમ ક્વાર્ટરથી ડોમેસ્ટિક ફ્લાઇટ ફરી ચાલુ કરવા માટે સજ્જ બની છે. કંપની આગામી વર્ષના બીજા છ મહિના સુધીમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ ફરી ચાલુ કરશે. કંપનીની પ્રથમ ફ્લાઇટ દિલ્હીથી મુંબઈની હશે.
કંપનીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીને ફરી બેઠી કરવાની પ્રક્રિયા ટ્રેક પર છે. હાલના એર ઓપરેટર સર્ટિફિકેટ (એઓસી)નું રિવેલિડેશન કરવામાં આવશે.

Read More...
મુકેશ અંબાણી 100 બિલિયન ડોલરની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ટૂંકસમમાં 100 બિલિયન ડોલરની ક્લબમાં સામેલ થાય તેવી શક્યતા છે. રિલાયન્સના શેરમાં અસાધારણ તેજીની પગલે અંબાણીની નેટવર્ક વધીને 92.6 બિલિયન ડોલર થઈ છે, એમ બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં જણાવાયું હતું.

Read More...
એરબસ-ટાટા પ્રોજેક્ટસને મંજૂરીઃ પ્રથમવાર ખાનગી ક્ષેત્રમાં યુદ્ધવિમાનોનું ઉત્પાદન થશે

ભારતની સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટીએ બુધવારે સ્પેનથી C-295 MW વિમાનોની ખરીદીને મંજૂરી આપી હતી. જે હેઠળ ભારતીય હવાઇસેનામાટે 56 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવામાં આવશે. એરબસ-ટાટા પ્રોજેક્ટ સાથે મળીને આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. જે હવાઇસેનાના જૂના Avro 748 પ્લેનનું સ્થાન લેશે. આ માટે 21 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

Read More...
  Entertainment

રિશી કપૂરની અધુરી ફિલ્મ પરેશ રાવલે પૂર્ણ કરી

બોલીવૂડના અગાઉના જમાના ચોકલેટી હીરો તરીકે પોતાની ઓળખ ઊભી કરનાર સ્વ. રિશી કપૂરના તાજેતરમાં 69મા જન્મદિને તેમની પુત્રી રિદ્ધીમા પિતાના પ્રશંસકોને એક ખાસ ભેટ આપી છે. રિદ્ધિમાએ પિતાના નિધનથી અધૂરી રહેલી ફિલ્મ શર્માજી નમકીનનું પ્રથમ લૂક બહાર જાહેર કર્યું છે.
રિદ્ધિમાએ આ અંગે પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, ફિલ્મ શર્માજી નમકીનનું પોસ્ટર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા મને આનંદ અને ગર્વ થાય છે. હિંદી ફિલ્મોના જાણીતા અભિનેતાઓમાંના એક રિશી કપૂરને લોકો તેમના અભિનયમ માટે હંમેશા યાદ રાખશે. આ તેમની અંતિમ ફિલ્મનું પ્રથમ લૂક છે.
આ ફિલ્મના અધુરા રહેલા દ્રશ્યોને પરેશ રાવલની મદદથી પૂર્ણ કરવામાં આવ્યા છે.

Read More...

કિમ શર્મા-લિએન્ડર પેસ વચ્ચે ઇલુઇલુ

કિમ શર્માએ પોતાના સંબંધને અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી છે. છેલ્લા ઘણા સમયથી તેની અને લિએન્ડર પેસ વચ્ચે ગાઢ સંબંધો હોવાની ચર્ચા હતી. હવે કિમે આ સંબંધને સોશિયલ મીડિયા પર જાહેર કર્યો છે. તે બંન્ને ગોવામાં સાથે વેકેશન માણી રહ્યા હતા ત્યારથી તેમની વચ્ચેના પ્રેમની ચર્ચા શરૂ થઇ હતી. આ પછી તેઓ ઘણીવાર જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. જોકે તેમણે ક્યારેય પોતાના સંબંધ અંગે થતી ચર્ચા પર કોઇપણ પ્રકારનો પ્રત્યુત્તર આપ્યો નહોતો. કિમ શર્માએ હવે એક ઓફિશિયલ પોસ્ટ દ્વારા પોતાના અને લિએન્ડર પેસના સંબંધ અંગે સંકેત આપીને પોસ્ટ કર્યું છે, જ્યારે બીજી તરફ કિમની આ પોસ્ટને લિએન્ડરે પણ અનુમોદન આપ્યું છે. તેઓ જે હોટેલમાં હતા ત્યાંથી તેમણે ઇમેજ પોસ્ટ કરી હતી, અને તેમાં બંને ખુશખુશાલ જોવા મળે છે.

Read More...

SLBની વેબસીરિઝમાં જુહી ચાવલા

સંજય લીલા ભણશાળી (SLB) અત્યારે તેમની મહત્વાકાંક્ષી વેબસીરિઝ ‘હીરામંડી’ માટે તૈયારી કરી રહ્યા છે. જેનું સ્ટ્રીમિંગ નેટફ્લિક્સ પર કરવામાં આવશે. આ બહુચર્ચિત પ્રોજેક્ટમાં વિતેલા જમાનાની જાણીતી અભિનેત્રી જુહી ચાવલા પણ જોવા મળશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘હીરામંડી’માં સોનાક્ષી સિંહા, મનીષા કોઇરાલા, નિમરત કૌર, સંજીદા શેખ અને ડાયેના પેન્ટી સહિત કુલ 18 અભિનેત્રીઓ જોવા મળશે. આઠ એપિસોડ્ઝની આ સીરિઝમાં જુહીની ભૂમિકા નાની પણ મહત્વની હશે. તાજેતરમાં ભણશાળી અને જુહી વચ્ચે આ પ્રોજેક્ટ માટે મુલાકાત થઇ હતી અને તેણે વેબસીરિઝમાં કામ કરવાનું સ્વીકાર્યું હતું. તેનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થશે.’

Read More...

શું છે મિલિંદ સોમણનો હેલ્થ ફંડા?

બોલીવૂડમાં ફિટનેસની વાત નીકળે એટલે તરત જ મિલિંદ સોમણનું નામ પ્રથમ યાદ આવે. પોતાના આરોગ્ય અંગે હંમેશા સતર્ક રહેનાર 55 વર્ષીય મિલિંદ સોમણે થોડા દિવસ અગાઉ બેંગલુરુની એક હોસ્પિટલમાં CT Scan કરાવ્યું છે. તેણે હોસ્પિટલમાંથી પોતાની એક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને તેણે જણાવ્યું હતું કે, તેની હેલ્થ નોર્મલ છે.

Read More...

નેહા ધૂપિયાએ સ્વીકાર્યું મોટું સાહસ

બોલીવૂડમાં એક સમય હતો જ્યારે પરિણીત, ગર્ભવતી અને માતા બની ચુકેલી અભિનેત્રીઓને ખૂબ જ ઓછું કામ મળતું હતું. પરંતુ હવે તે સમયમાં ફેરફાર થતો જોવા મળે છે અને અભિનેત્રીઓને આ ત્રણેય અંગત પરિસ્થિતિમાં કામ મળી રહ્યું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store