પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતની સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટીએ બુધવારે સ્પેનથી C-295 MW વિમાનોની ખરીદીને મંજૂરી આપી હતી. જે હેઠળ ભારતીય હવાઇસેનામાટે 56 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવામાં આવશે. એરબસ-ટાટા પ્રોજેક્ટ સાથે મળીને આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. જે હવાઇસેનાના જૂના Avro 748 પ્લેનનું સ્થાન લેશે. આ માટે 21 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

કોન્ટ્રાક્ટ સાઈન થયાના ચાર વર્ષની અંદર સ્પેન દ્વારા 16 ટ્વીન-ટર્બોપ્રોપ C-295MW એરક્રાફ્ટ ઉડાન ભરવાની હાલતમાં તૈયાર મળશે, જ્યારે 40 એરક્રાફ્ટ 10 વર્ષની અંદર ટાટા કન્સોર્ટિયમ સાથે મળીને ભારતમાં બનાવવામાં આવશે. આ પ્રથમ વાર છે કે, જ્યારે ભારતની પ્રાઈવેટ સેક્ટર કંપની મિલિટરી એરક્રાફ્ટ મેન્યુફેક્ચર કરશે. આ માટે વિદેશી કંપની પાસેથી ટેક્નોલોજીની આપ-લે થશે. જેને કારણે આ ક્ષેત્રમાં સરકારી PSU હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની મોનોપોલી તૂટશે.C-295 પ્રોજેક્ટ છેલ્લા એક દાયદાથી લંબિત હતો, તે 1960ના એવરો એરક્રાફ્ટનું સ્થાન લેશે. આ સાથે AN 32 ફ્લીટમાં પણ તે ઘણું કામમાં આવી શકે છે. આ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ 5-10 ટન કેપેસિટીનું હશે. અને તેની પાછળની બાજુ રેમ્પ ડોર હશે કે જે પેરાટ્રૂપર્સ અને સામાનને પેરા ડ્રોપિંગ માટે સક્ષમ બનાવે છે. તમામ 56 એરક્રાફ્ટમાં સ્વદેશી ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યૂટ ઈન્સ્ટોલ કરવામાં આવશે.

ભારતમાં કોઈ ખાનગી કંપની તરફથી સૈન્ય વિમાનનું નિર્માણ કરવામાં આવશે. આ માલવાહક વિમાન સ્પેનની મેસર્સ એયર બસ ડિફેન્સ એન્ડ સ્પેસ કંપની તરફથી ખરીદાશે. સરકાર દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર આ યોજનાથી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂતી મળશે અને દેશમાં રોજગારના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષા અવસર વધશે. સાથે જ સંરક્ષણ ક્ષેત્રમાં ઈમ્પોર્ટ ઉપર પણ નિર્ભરતા ઘટશે.