પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મંગળવાર, 14 સપ્ટેમ્બરની સવારમાં જ પફ બનાવવાના કારખાનાંમાં ગેસ લિકેજ થતા ગૂંગશામણને કારણે ઓછામાં ઓછા ત્રણ કર્મચારીઓના મોત થયા હતા. આ કરુણ ઘટના સર્જાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે બચાવ કામગીરી માટે પહોંચી હતી. પોલીસ વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

ઘાટલોડિયા વિસ્તારમાં કેકે નગરમાં આવેલા ગોપાલનગર સર્વોદય સ્કૂલની સામે યુ.કે.એસ. નામની પફ બનાવતા કારખાનામાં સવારે ગેસ લિકેજ થયો હતો. આ ઘટનામાં સંચલાક દ્વારા બેદરકારી રાખવામાં આવી હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કારખાનામાં ગૂંગળામણના કારણે તેઓનું મોત નિપજ્યા છે.

ગેસ લિકેજના અસ્લમ– (20 વર્ષ), ઇબ્રાહિમ (40 વર્ષ) અને હસન (15 વર્ષ)ના મોત થયા હતા 15 દિવસ પહેલા જ બેકરીની આઈટમ બનાવતું કારખાનું ચાલુ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે કારખાનાના માલિકે આવીને ખોલતાં ત્રણ મજૂરો મૃત હાલતમાં પડ્યા હતા. કારખાનામાં પફ બનાવવાનું ભારે મશીન આવેલું છે અને તેની સ્વીચ ચાલુ રહી જતા ગૂંગળામણના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.