. (BCCI/PTI Photo)

યુએઈમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા ટી-૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની જાહેરાત ગયા સપ્તાહે કરવામાં આવી હતી. વિરાટ કોહલીના સુકાની પદે સ્પર્ધામાં ઉતરનારી ભારતીય ટીમમાં ગુજરાતના ચાર ખેલાડીઓ જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને હાર્દિક પંડયાનો સમાવેશ કરાયો છે. તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલી ટીમના કેપ્ટન શિખર ધવનને પડતો મુકાયો છે.

સીસીઆઇએ એક નવા પ્રયોગરૂપે ટીમમાં કોચ શાસ્ત્રી ઉપરાંત મેન્ટર તરીકે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ જવાબદારી સોંપી છે. યુએઈમાં ૧૭મી ઓક્ટોબરથી ટી-૨૦ વર્લ્ડ કપનો પ્રારંભ થશે. બોર્ડે મેન્ટર તરીકે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામની જાહેરાત કરી આશ્ચર્ય સર્જ્યું છે. ધોની ભારતીય ટીમનો સૌપ્રથમ મેન્ટર છે. વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત હોવાના કારણે તેનો સમાવેશ નથી કરાયો. છે. આ ઉપરાંત યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને કૃણાલ પંડયાની પણ આ ટીમમાંથી બાદબાકી થઈ છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું હતુ કે, મેન્ટર ધોની કોચ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફની સાથે કામ કરશે. કોરોનાની સ્થિતિને જોતા ત્રણ ખેલાડીઓને રીઝર્વમાં રખાયા છે.

ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે.એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિ.કી.), ઈશાન કિશન (વિ.કી.), હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, આર. અશ્વિન, અક્ષર પટેલ, વરૃણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભૂવનેશ્ર કુમાર અને મોહમદ શમી. સ્ટેન્ડ બાય: શ્રેયસ ઐયર, શાર્દૂલ ઠાકુર અને દીપક ચાહર.