Vol. 3 No. 270 About   |   Contact   |   Advertise 18th November 2021


‘ ’
euro
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
એશિયન બિઝનેસીઝની સમૃદ્ધિ વધી, અનુકંપામાં પણ વૃદ્ધિ

વિશ્વભરમાં કોરોના વાઈરસના રોગચાળાના પગલે મોટા ભાગના વેપાર – ઉદ્યોગોને ભારે અને વ્યાપક નુકશાન થયું છે, લોકોએ અને વેપારીઓ-ઉદ્યોગપતિઓએ અનેક રીતે મુશ્કેલીઓ વેઠવી પડી છે તેવા સંજોગોમાં પણ બ્રિટિશ એશિયન બિઝનેસીઝે આ પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે, જુદી જુદી રીતે તેના ઉપર વિજય મેળવ્યો હોવાનું એશિયન રિચ લિસ્ટના તારણો દર્શાવે છે.

Read More...
અન્ની દેવાણીની હત્યાની ટીવી ડોક્યુમેન્ટરીમાં કબુલાત કરતો ગેંગસ્ટર

સમગ્ર બ્રિટન અને ભારતમાં ચકચાર મચાવનાર અન્ની દેવાણીની હત્યા કેસમાં મુખ્ય ભુમિકા ભજવનાર ગેંગસ્ટર મોન્ડે મ્બોલોમ્બોએ લૂંટ-હત્યાની માહિતી ટીવી ડોક્યુમેન્ટરી ટીમને આપતા જણાવ્યું હતું કે "તેણે કઇ રીતે 28 વર્ષની નવપરિણીત અન્ની દેવાણીની સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં તેમના હનીમૂન દરમિયાન ગોળી મરાવી હત્યા કરાવી હતી."

Read More...
પ્રિતિ પટેલના બુલીઇંગ કેસમાં હાઇકોર્ટમાં જૉન્સનને પડકાર

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ કર્મચારીઓના બુલીઇંગ માટે દોષિત નથી એવો બચાવ કરનાર વડાપ્રધાન બોરિસ જૉન્સનને આવતા અઠવાડિયે હાઈકોર્ટમાં પડકારનો સામનો કરવો પડે તેમ છે.

Read More...
બ્રિટનમાં 40થી વધુ વયના લોકોને કોવિડ બૂસ્ટર રસી અપાશે

શિયાળાના ઠંડા મહિનાઓ પહેલા યુકેમાં વસતા લોકોની કોવિડ-19 પ્રતિરક્ષા ઘટતી જાય છે ત્યારે બ્રિટનમાં વસતા 40થી 49 વર્ષની વયના લોકોને કોવિડ-19 બૂસ્ટર વેક્સીન આપવામાં આવશે.

Read More...
લિવરપૂલમાં સ્યુસાઇડ બોમ્બ બ્લાસ્ટ: ચારની ધરપકડ

બ્રિટનના લિવરપૂલના કેથેડ્રલમાં રવિવાર તા. 14ના રોજ યુદ્ધના મૃતકોની યાદમાં રિમેમ્બરન્સ ડે સર્વિસ યોજાઈ રહી હતી ત્યારે જ નજીક આવેલ લિવરપૂલ વિમેન્સ હોસ્પિટલની બહાર એક ટેક્સીને આત્મઘાતી બોમ્બર દ્વારા બોંબ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાઇ હતી.

Read More...
કાર્ડીફ ખાતે દિવાળી ઉત્સવની ઉજવણી: માર્ક ડ્રેકફોર્ડે નમામિ ગંગે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

ભારત સરકાર દ્વારા કાર્ડીફ યુનિવર્સિટી ખાતે આયોજીત સત્તાવાર દિવાળી ઉત્સવની ઉજવણીમાં વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડ જોડાયા હતા અને નમામી ગંગે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.

Read More...
વેક્સિન સર્ટિફિકેટ પરસ્પર માન્ય ગણવા ભારતની 96 દેશો સાથે સમજૂતી

વિશ્વના 96 દેશો કોરોના વેક્સીન સર્ટિફિકેટને પરસ્પર માન્ય ગણવા ભારત સાથે સંમત થયા છે. ભારત સરકાર વિશ્વના બાકીના દેશો સાથે આ મુદ્દે મંત્રણા કરી રહી છે, જેથી વિશ્વની સૌથી મોટા કોરોના વેક્સિન પ્રોગ્રામના લાભાર્થીનો દુનિયામાં સ્વીકાર થાય અને માન્યતા મળે, એમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે જણાવ્યું હતું.

Read More...
અમેરિકાની વૈશ્વિક કોવિડ-19 ટ્રેકર પોર્ટલ શરૂ કરવાની જાહેરાત

કોવિડ-19 સંબંધિત સમસ્યાઓ સામે ઝઝુમી રહેલા લોકોને હોસ્પિટલ અને રસીકરણના દર અંગેની વ્યાપક માહિતી મળી રહે તે માટે એક જાહેર વૈશ્વિક ટ્રેકર શરૂ કરવાની જાહેરાત અમેરિકાએ તાજેતરમાં કરી છે.

Read More...
અમેરિકાની સંસદના હુમલાના અગાઉના દિવસે ટ્વીટરના CEOને મેં ચેતવ્યા હતાઃ પ્રિન્સ હેરી

બ્રિટનના પ્રિન્સ હેરીએ દાવો કર્યો છે કે અમેરિકામાં 6 જાન્યુઆરીએ કેપિટોલ હિલ પરના ટ્રમ્પ સમર્થકોના હુમલા પહેલા તેમણે ટ્વીટરના સીઇઓને ચેતવ્યા હતા કે અમેરિકાની રાજધાનીમાં રાજકીય અસ્થિરતા ફેલાવવા માટે આ સોસિયલ મીડિયા સાઇટનો ઉપયોગ થઈ રહ્યો છે.

Read More...
પ્રવાસીઓને આકર્ષવા ગુજરાતમાં 11 પ્રવાસન સ્થળોનો વિકાસ કરાશે

પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઉભી કરવા માટે રાજ્ય સરકારે રાજ્ય સરકારે શનિવાર, 14 નવેમ્બરે ગુજરાતના 11 પ્રવાસન સ્થળોનો વિકાસ કરવાનો નિર્ણય લીધો છે.

Read More...
કોરોનાના કેસ વધતા અમદાવાદમાં પ્રવેશતા લોકોનાં ટેસ્ટિંગ ચાલુ થયા

દિવાળી પછી કોરોનાના કેસોમાં અચાનક વધારો થતાં વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ ઉપરાંત, શહેરના એન્ટ્રી પોઈન્ટ્સ પર ફરી સઘન ચેકિંગ કરવાની કામગીરી શરુ કરવાની તૈયારી કરી લીધી છે.

Read More...
મુંદરા પછી હવે દ્વારકામાં રૂ. 350 કરોડનું ડ્રગ્સ પકડાયું

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ)એ મોરબી જિલ્લાના ઝિંઝુડા ગામમાંથી રવિવારે રાત્રે દરોડો પાડીને 120 કિગ્રા ડ્રગ્સને ઝડપી પાડ્યું હતું. આ ડ્રગ્સની કિંમત આશરે 600 કરોડ થતી હોવાનો અંદાજ છે.

Read More...

  Sports
ઓસ્ટ્રેલિયા ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં પહેલીવાર ચેમ્પિયન

દુબઈમાં રવિવારે (15 નવેમ્બર) રમાયેલી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મુકાબલામાં પરંપરાગત હરીફ ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવી રમતની આ સૌથી નાની, મર્યાદિત ઓવર્સની ફોર્મેટમાં પ્રથમવાર ચેમ્પિયનનો તાજ ધારણ કર્યો હતો.

Read More...
ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ, ટી-20 શ્રેણીની ભારતીય ટીમમાં ધરખમ ફેરફારો

ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમના ભારત પ્રવાસમાં આ સપ્તાહથી ત્રણ ટી-20 અને પછી બે ટેસ્ટ મેચની સીરીઝ રમાવાની છે અને તે માટેની ભારતીય ટીમમાં ધરકમ ફેરફારો કરાયા છે.

Read More...
ગુજરાતી ભાવિના પટેલને અર્જુન, ક્રિકેટર મિતાલી રાજને ખેલ રત્ન એવોર્ડ

ભારતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે (13 નવેમ્બર) રાષ્ટ્રપતિ ભવનમાં યોજાએલા સમારંભમાં દેશના વિવિધ ક્ષેત્રના ખેલાડીનો જુદા જુદા એવોર્ડ્સથી સન્માન કર્યું હતું.

Read More...
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આવતા વર્ષે પાકિસ્તાનના પ્રવાસે જશે

આ વર્ષે પોતાનો પાકિસ્તાનનો નિયત પ્રવાસ રદ કરી ચૂકેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આવતા વર્ષે (2022માં) પાકિસ્તાન જશે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
 
euro
 
 
  Business
ફોર્ડ, વોલ્વો, મર્સિડિઝ, JLR 2040 સુધીમાં પેટ્રોલ-ડીઝલ વાહનોનું વેચાણ બંધ કરશે

ગ્લાસગોમાં COP26 સમીટમાં ફોર્ડ મોટર્સ, મર્સિડિઝ બેન્ઝ, જગુઆર લેન્ડર રોવર, જનરલ મોટર્સ અને વોલ્વો કાર સહિતની આશરે 11 ઓટો કંપનીઓએ 2040 સુધીમાં અગ્રણી બજારમાં માત્ર ઝીરો ઉત્સર્જન વાહનોનું વેચાણ કરવાની બુધવારે પ્રતિબદ્ધતા આપી હતી. આ નિર્ણયને ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા માટે એક અસરકારક પહેલ તરીકે જોવામાં આવે છે.
કાર્બન ઉત્સર્જન અને ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો કરવા આ સમીટમાં ઘણા દેશો, કંપનીઓ અને શહેરો 2040 સુધી ફોસિલ ફ્યુઅલ વ્હિકલને તબક્કાવાર ધોરણે દૂર કરવા બુધવારે સંમત થયા હતા.
100 ટકા ઝીરો ઇમિશન કાર અને વેન્સને વેગ આપવા અંગેના કોપ-26ના ઘોષણપત્રમાં હસ્તાક્ષર કરનારી અન્ય ઓટો કંપનીઓમાં BYD ઓટો, એવેરા ઇલેક્ટ્રિક વ્હિકલ, એટ્રીયો ઓટોમોબાઇલ, ગયામ મોટર્સ વર્કસ, મોબી અને ક્વોન્ટમ મોટર્સનો સમાવેશ થાય છે. જોકે જર્મનીની BMW, ટોયોટા, ફોક્સવેગન, જાપાનની હોન્ડા, નિસાન, સાઉથ કોરિયાની હ્યુન્ડાઇ અને વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી કાર કંપની સ્ટેલાન્ટિસે આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા ન હતા. અગ્રણી કાર બજારો ચીન, અમેરિકા અને જર્મનીએ પણ હસ્તાક્ષર કર્યા ન હતા, જે ઝીરો ઉત્સર્જન માટેના લક્ષ્યાંક સામે પડકારો દર્શાવે છે

Read More...
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રેસિડન્ટ આર્થિક સુધારા માટે મોદી સરકાર પર ઓળઘોળ

વર્લ્ડ ઇકોનોમિક ફોર્મ (WEF) પ્રેસિડન્ટ બોર્જ બ્રેન્ડેએ કોરોના મહામારી સામે ચપળ કામગીરી, તાજેતરની COP26 સમીટમાં ભારતની પ્રતિબદ્ધતા અને અર્થતંત્રને વેગ આપવા આપવા હાથ ધરવામાં આવેલા માળખાગત સુધારા બદલ મોદી સરકારની ભરપૂર પ્રશંસા કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવેલા એક લેખમાં તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ એશિયામાં પ્રાદેશિક સહકારને વેગ આપવામાં ભારત પાસે અજોડ તક અને મહત્ત્વની ભૂમિકા છે. તેનાથી ભારતમાં આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિની નવી તકોનું સર્જન થશે.

Read More...
ભારતમાં બે કલાકથી ઓછા સમયની ફ્લાઇટમાં પણ હવે ફૂડ મળશે

બે કલાક કરતાં ઓછા સમયની ડોમેસ્ટિક્સ ફ્લાઇટમાં પણ ફૂડ સર્વ કરવાનું ફરી ચાલુ કરી શકાય છે, એવું આરોગ્ય મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને જણાવ્યું હોવાનું માનવામાં આવે છે. કોરોનાના કેસોમાં ઘટાડાને પગલે હાલના કોરોના નિયમોને હળવા કરવા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કવાયત હાથ ધરી છે અને તે માટે આરોગ્ય મંત્રાલયનો અભિપ્રાય માંગ્યો હતો. આરોગ્ય મંત્રાલયે તેના અભિપ્રાયમાં આ સૂચન કર્યું હતું.

Read More...
નાઇકાના સ્થાપક ફાલ્ગુની નાયર આપબળે ભારતના સૌથી ધનિક મહિલા બન્યાં

ભારતની બ્યૂટી કંપની નાયકાનું 10 નવેમ્બર 2021ના રોજ શેરબજારમાં લિસ્ટિંગ થવાની સાથે જ તેના સ્થાપક ફાલ્ગુની નાયર દેશ અને દુનિયાના સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સ્થાન પામ્યા છે. શેરબજારમાં નાઇકાના લિસ્ટિંગ થવાની સાથે જ ફાલ્ગુની નાયરની સંપત્તિ 6.5 બિલિયન ડોલર થઈ હતી, એમ બ્લૂમબર્ગ બિલિયનેર ઈન્ડેક્સમાં જણાવાયું હતું.

Read More...
 
euro
 
  Entertainment

ફિલ્મકારોનું પદ્મશ્રી પુરસ્કારથી સન્માન

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં તાજેતરમાં યોજાયેલા એક એવોર્ડ વિતરણ સમારંભમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે વિવિધ ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ સન્માનિતોમાં બોલીવૂડની પણ અનેક હસ્તીઓનો સમાવેશ થાય છે. જેમાં જાણીતા ગાયક ડો. સુરેશ વાડેકર, ટીવી સીરિયલ અને ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર, ફિલ્મ નિર્માતા કરણ જોહર, યુવા અભિનેત્રી કંગના રનૌત, પાકિસ્તાનની નાગરિકતા છોડીને ભારતની નાગરિકતા સ્વીકારનાર ગાયક-મ્યુઝિક કંપોઝર અદનાન સામી અને નાટક, ટીવી અને ફિલ્મ અભિનેત્રી સરિતા જોશીનો સમાવેશ થાય છે.

Read More...

કેટરિના-વિક્કીનું સગપણ થઈ ગયું!

છેલ્લા કેટલાય સમયથી કેટરિના કૈફ અને વિક્કી કૌશલના પ્રેમલગ્નની બોલીવૂડમાં ચર્ચા થઇ રહી છે. હવે આ મુદ્દે એક નવી વાત બહાર આવી છે. કહેવાય છે કે, કેટરિના અને વિક્કીએ દિવાળીના દિવસે રોકા વિધી કરીને પોતાના સંબંધને ઓફિશિયલ જાહેર કર્યો છે. જોકે તેમણે સત્તાવાર રીતે પોતાના રોકાને જાહેર કર્યો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ, ડાયરેક્ટર કબીર ખાનના ઘરે દિવાળીની પાર્ટીમાં આ રોકા વિધી થઇ હતી. જેમાં કેટરિના અને વિક્કીના પરિવારજનો હાજર રહ્યા હતા. મીડિયાથી બચવા માટે કેટરિના અને વિક્કી પોતપોતાની કારમાં કબીરખાનના ઘરે પહોંચ્યા હતા. કેટરિનાએ સુંદર લહેંગો પહેર્યો હતો અને તે કબીર ખાનને ધર્મનો ભાઇ માને છે.

Read More...

ગુજરાતી ફિલ્મને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો

ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને સ્પેનમાં સેમિન્સી (SEMINCI) 66મા વલાડોલિડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મ માટે ગોલ્ડન સ્પાઇક એવોર્ડ એનાયત થયો છે. આ એવોર્ડ સાથે ફિલ્મને 75 હજાર યુરોનું રોકડ ઈનામ પણ આપવામાં આવ્યું છે, જે ફિલ્મના સ્પેનિશ ડિસ્ટ્રીબ્યુટર કર્મા ફિલ્મ્સને મળશે. વર્ષ 1956માં સેમિન્સીની રચના થઈ ત્યારથી, તે સ્પેનના મુખ્ય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાંનું એક બની રહ્યું છે, જે સ્વતંત્ર ફિલ્મોની પસંદગીના ક્ષેત્રમાં આગળ છે. તાજેતરમાં આ ફિલ્મે કેલિફોર્નિયામાં મિલ વેલી ખાતે ઓડિયન્સ એવોર્ડ પણ જીત્યો છે.

Read More...

આલિયા-રણબીરના લગ્ન ડિસેમ્બરમાં?

બોલીવૂડના યુવા કલાકારો આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. હવે તેઓ લગ્ન કરવાના છે તેવી વાત ફરીથી બોલીવૂડમાં થઇ રહી છે. કહેવાય છે કે, તેઓ ડિસેમ્બરમાં લગ્ન કરે તેવી સંપૂર્ણ સંભાવના છે..મીડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ, રણબીર અને આલિયા આવતા મહિને લગ્ન કરશે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store