REUTERS/Yves Herman

ગ્લાસગોમાં COP26 સમીટમાં ફોર્ડ મોટર્સ, મર્સિડિઝ બેન્ઝ, જગુઆર લેન્ડર રોવર, જનરલ મોટર્સ અને વોલ્વો કાર સહિતની આશરે 11 ઓટો કંપનીઓએ 2040 સુધીમાં અગ્રણી બજારમાં માત્ર ઝીરો ઉત્સર્જન વાહનોનું વેચાણ કરવાની બુધવારે પ્રતિબદ્ધતા આપી હતી. આ નિર્ણયને ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા માટે એક અસરકારક પહેલ તરીકે જોવામાં આવે છે.

કાર્બન ઉત્સર્જન અને ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો કરવા આ સમીટમાં ઘણા દેશો, કંપનીઓ અને શહેરો 2040 સુધી ફોસિલ ફ્યુઅલ વ્હિકલને તબક્કાવાર ધોરણે દૂર કરવા બુધવારે સંમત થયા હતા.

100 ટકા ઝીરો ઇમિશન કાર અને વેન્સને વેગ આપવા અંગેના કોપ-26ના ઘોષણપત્રમાં હસ્તાક્ષર કરનારી અન્ય ઓટો કંપનીઓમાં BYD ઓટો, એવેરા ઇલેક્ટ્રિક વ્હિકલ, એટ્રીયો ઓટોમોબાઇલ, ગયામ મોટર્સ વર્કસ, મોબી અને ક્વોન્ટમ મોટર્સનો સમાવેશ થાય છે. જોકે જર્મનીની BMW, ટોયોટા, ફોક્સવેગન, જાપાનની હોન્ડા, નિસાન, સાઉથ કોરિયાની હ્યુન્ડાઇ અને વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી કાર કંપની સ્ટેલાન્ટિસે આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા ન હતા. અગ્રણી કાર બજારો ચીન, અમેરિકા અને જર્મનીએ પણ હસ્તાક્ષર કર્યા ન હતા, જે ઝીરો ઉત્સર્જન માટેના લક્ષ્યાંક સામે પડકારો દર્શાવે છે.

COP26 ઘોષણાપત્રમાં 2040 કે તે પહેલા અગ્રણી બજારમાં ઝીરો ઉત્સર્જન સાથેની નવી કાર અને વેન્સનું વેચાણ કરવા તરફ આગળ વધવા વિવિધ દેશોને અનુરોધ કરવામાં આવ્યો હતો. ઊભરતા બજારો અને વિકાસશીલ બજારોમાં પણ ઝીરો ઉત્સર્જન વાહનાનોને વેચાણને વેગ આપવાનો હેતુ નક્કી કરવામાં આવ્યો હતો. વિવિધ શહેરો, રાજ્યો અને પ્રાદેશિક સરકારોને તેમના પોતાના કાર અને વાહનનોના કાફલાને 2035 સુધીમાં ઝીરો ઉત્સર્જન સાથેના વાહનોનું કન્વર્ટ કરવાની હાકલ કરવામાં આવી હતી. સમિટમાં 2040 સુધી પેટ્રોલ-ડીઝલથી ચાલનારી ગેસોનું વેચાણ ધીમે ધીમે ખતમ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

પર્યાવરણને બચાવવા માટે છેલ્લા 2 સપ્તાહથી ગ્લાસગોમાં ચાલી રહેલી COP26 સમિટ શુક્રવારે પૂરી થશે. આ અગાઉ બુધવારે જળવાયુ પરિવર્તન પર નજર રાખનારી સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ એક ડ્રાફ્ટ ઈશ્યુ કર્યો છે. તેમા તમામ દેશોમાંથી ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જન ઓછું કરવાનો લક્ષ્ય પર ફરી વિચાર કરવાની અપીલ કરવામાં આવી છે. ઈશ્યુ કરાયેલ દસ્તાવેજ એગ્રીમેન્ટની એક શરૂઆતી રૂપરેખા છે. ગ્લોબલ ક્લાઈમેટ સમિટ બાદ આશરે 200 દેશ વચ્ચે આ કરાર થયો છે. શુક્રવારે સમિટ ખતમ થઈ રહી છે