bivalent booster vaccine

કોવિડ-19 સંબંધિત સમસ્યાઓ સામે ઝઝુમી રહેલા લોકોને હોસ્પિટલ અને રસીકરણના દર અંગેની વ્યાપક માહિતી મળી રહે તે માટે એક જાહેર વૈશ્વિક ટ્રેકર શરૂ કરવાની જાહેરાત અમેરિકાએ તાજેતરમાં કરી છે.

આ ટ્રેકર કોવિડ-19 સામેની લડાઈમાં પારદર્શકતા અને જવાબદાર બનાવવા માટે શરૂ કરવામાં આવી રહ્યું છે. આ સંપૂર્ણ માહિતી covid19globaltracker.org સાઇટ પર મળી રહેશે અને તેનું સંચાલન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO), ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF), વર્લ્ડ બેંક ગ્રુપ અને WTO કરશે.

અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિનકેને કોવિડ-19 અંગે જુદા જુદા દેશોના વિદેશ પ્રધાનોની એક વર્ચ્યુઅલ મીટિંગમાં આ ટ્રેકર શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ ટ્રેકર પારદર્શકતા સાથે મહામારી રોકવા માટે બે મહત્વપૂર્ણ તત્વો પૂરા પાડવામાં મદદ કરશે, કારણ કે આપણે કોવિડ અને જવાબદારીથી આગળ રહેવા માટે આંકડાકીય માહિતીના કેન્દ્રિય સ્ત્રોતની જરૂરીયાત છે. આપણે તમામે આપણી કટિબદ્ધતાઓનું પાલન કરવું જરૂરી છે.’ ભારત તરફથી વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ મીટિંગમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.
આ લાઇવ ટ્રેકરમાં કોવિડ-29ની રસીઓની ઉપલબ્ધી, સારવાર, ટેસ્ટ્સ, પીપીઇ અને સાધનો તેમ જ દાતાઓના સંકલ્પ અંગેના વૈશ્વિક લક્ષ્યાંકોની પ્રગતિ જાણવાનો હેતુ સમાયેલો છે.

આ યાદીબદ્ધ લક્ષ્યો WHOના ACT (Access to Covid-19 Tools)ની અ સ્ટ્રેટેજિક પ્લાન એન્ડ બજેટ, મલ્ટિલેટરલ લીડર્સ ટાસ્ક ફોર્સ (IMF, WHO, WTO અને વર્લ્ડ બેંક ગ્રુપ) ના મહામારી દ્વારા ઓળખાયેલા લક્ષ્યો પર આધારિત હતા. IMFની મહામારી અંગેની દરખાસ્ત, અને સપ્ટેમ્બરમાં યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન દ્વારા આયોજિત કોવિડ-19 સમિટ, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિના વૈશ્વિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વભરના જાહેર આરોગ્ય અધિકારીઓ અને અન્ય એક્સપર્ટસ મહામારીમાં પારદર્શકતા અને જવાબદારીના અભાવને મુખ્ય બાબત તરીકે રજૂ કરી હતી. આ મહામારી નવેમ્બર-2019માં ચીનમાંથી શરૂ થઇ હતી અને તેણે વિશ્વભરમાં અંદાજે 5.08 મિલિયન લોકોનો જીવ લીધો છે.આ ઉપરાંત બ્લિનકેને બીજા દેશોમાં લોકોને રસી આપવામાં મદદ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની જાહેરાત કરી હતી.

બ્લિન્કને કરેલી ત્રીજી અને અંતિમ જાહેરાત એવા પ્રદેશો અને વિસ્તારોમાં લોકોને રસી આપવા અંગેની હતી જ્યાં સરકારોને તે માટેની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડતી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘મને જણાવતા ખુશી થાય છે કે, મુશ્કેલી પડતી હોય તેવા વિસ્તારમાં રહેતા લોકોને અને અન્ય માનવીય બાબતો માટે જોન્સન એન્ડ જોન્સનની (J&J) રસીઓની પ્રથમ ડિલિવરીની સુવિધા આપવા J&J અને કોવેક્સ સાથે ડીલ કરવામાં અમેરિકાએ મદદ કરી છે.