(ANI Photo)

આ વર્ષે પોતાનો પાકિસ્તાનનો નિયત પ્રવાસ રદ કરી ચૂકેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આવતા વર્ષે (2022માં) પાકિસ્તાન જશે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાત લઈ આવતા વર્ષની શ્રેણીને મંજૂરી આપી છે. ટીમ આવતા વર્ષે પાકિસ્તાનમાં સાત ટી-૨૦ની શ્રેણી રમશે.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના સીઈઓ ટોમ હેરિસન અને તેમના ડેપ્યુટી માર્ટિન ડાર્લોવ આ મહિનામાં અગાઉ પાકિસ્તાન ગયા હતા. ત્યાં તેઓએ આવતા વર્ષે ટીમના પાકિસ્તાન પ્રવાસ અંગે ચર્ચા વિચારણા કરી હતી. બંને દેશો વચ્ચે સાત ટી-૨૦ની શ્રેણી પાકિસ્તાનની ધરતી પર યોજવાનો નિર્ણય લેવાયો હતો, જે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાય તેવી શક્યતા છે.

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ આવતા વર્ષે માર્ચ મહિનામાં પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાની છે. ૧૯૯૮ પછી તે ઓસ્ટ્રેલિયાનો પહેલો પાકિસ્તાન પ્રવાસ બનશે.