Vol. 1 No. 20 About   |   Contact   |   Advertise June 22, 2023


 
 
અમેરિકા મોદીમય!

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની પ્રથમ સત્તાવાર મુલાકાતે આ સપ્તાહે પહોંચવાના છે ત્યારે અમેરિકાના રાજકીય વર્તુળો અને ત્યાં વસતો ઈન્ડિયન અમેરિકન્સ સમુદાય મોદી મય બની ગયો છે. અમેરિકન નેતાઓ, ઈન્ડિયન અમેરિકન સાંસદો અને સમુદાયના લોકો તેમના સ્વાગત માટે થનગની રહ્યા છે, મોદીની સફળતાની ગાથા ગૌરવપૂર્વક વાગોળી રહ્યા છે અને કેટલાક વિશેષ ઉત્સાહી લોકો તો મોદીના કાર્યક્રમોમાં હાજરી આપવા એટલા ઉત્સુક છે કે, ટિકિટ અને પાસ માટે મથામણ કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાનના માનમાં 22 જૂને અમેરિકાના પ્રેસિડેન્ટ બાઈડેને એક સ્ટેટ ડિનરનું આયોજન કર્યું છે. મોદી 22 જૂને જ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન પણ કરવાના છે. તેઓ રોનાલ્ડ રીગન બિલ્ડીંગ ખાતે સમગ્ર અમેરિકામાં ભારતીય ડાયસ્પોરા નેતાઓના એક સંમેલનને સંબોધન કરશે. મોદી 23 જૂનના રોજ વોશિંગ્ટનમાં ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરમાં સંબોધન કરશે.

Read More...
વાવાઝોડા બિપરજોયથી કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારે તારાજી

બિપરજોય વાવાઝોડુ ગુરુવાર, 15 જૂનની રાત્રે કચ્છના જખૌ પોર્ટ પર ત્રાટકતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ હતી. વાવાઝોડાને પગલે પ્રતિકલાક 125થી 140ની ઝડપે આખી રાત સુસવાટા મારતો પવન ફુંકાયો અને ભારે વરસાદ પડ્યો હતો.

Read More...
લંડનમાં હાઇકમિશન પરના હુમલાઓ માટે જવાબાદર અવતારસિંહનું મૃત્યુ

પંજાબમાં ખાલિસ્તાનના સમર્થક અમૃતપાલસિંહના ગુરૂ મનાતા અને ખાલિસ્તાન લિબરેશન ફોર્સ નામના સંગઠનના વડા અવતાર સિંહ ખાંડાનુ લંડન ખાતે ગત સપ્તાહે મોત થયુ હતું. બ્રિટનના મેડિકલ રિપોર્ટ પ્રમાણે તેને બ્લડ કેન્સર હતું.

Read More...
ન્યૂયોર્ક સિટીની સ્કૂલોમાં દિવાળીની રજાને બહાલી

ન્યૂયોર્ક સ્ટેટ વિધાનસભાએ શહેરની સ્કૂલોમાં દિવાળીની રજા આપવા માટે એક બિલ પાસ કર્યું છે.એસેમ્બલીનાં સભ્ય જેનિફર રાજકુમારે આ બિલ રજુ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દિવાળીએ સ્કૂલોમાં રજા આપવામાં સાઉથ એશિયન, ઇન્ડો-કેરેબિયન, હિન્દુ, શીખ,

Read More...
અભિનેત્રી મેરી મિલબેન ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ડીસીમાં મોદીના કાર્યક્રમોમાં પર્ફોર્મ કરશે

અગ્રણી આફ્રિકન-અમેરિકન હોલીવુડ અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન ન્યૂયોર્ક અને વોશિંગ્ટનમાં પરફોર્મ કરશે. રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ અને ‘ઓમ જય જગદીશ હરે’ના ગાન માટે ભારતમાં અત્યંત લોકપ્રિય બની

Read More...
યુએસ કેપિટોલ હિલમાં પ્રથમ હિન્દુ અમેરિકન સમીટ યોજાઈ

અમેરિકામાં સત્તાનું કેન્દ્ર ગણાવતા કેપિટોલ હિલમાં 14 જૂને સૌ પ્રથમ હિન્દુ-અમેરિકન સમીટ યોજાઈ હતી. આ સમીટનો પ્રારંભ વૈદિક પ્રાર્થના સાથે થયો હતો. આ સમીટમાં ઘણા સાંસદો અને રાજકીય હિમાયતી જૂથોએ હિન્દુ સમુદાયને સમર્થન આપ્યું હતું.

Read More...
વડાપ્રધાન મોદીએ ગ્રેમી એવોર્ડ વિજેતા ગાયિકા ફાલુ સાથે મળીને ગીત લખ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની અમેરિકાની સત્તાવાર યાત્રાની પૂર્વે જ વિખ્યાત ગ્રેમીએવોર્ડ વિજેતા ગાયિકા ફાલુ શાહની સાથે મળીને મિલેટ્સ ધાન્યના ફાયદા અંગે એક ગીત લખ્યું છે. ફાલુ અને તેના પતિ ગૌરવે ગીતને કંઠ આપ્યો છે. એબન્ડન્સ ઈન મિલેટ્સ એટલે કે મિલેટ્સની સમૃદ્ધિ

Read More...
અમેરિકામાં કારનો ઇરાદાપૂર્વક અકસ્માત કરનાર ગુજરાતી ડોક્ટર સામે પ્રેક્ટિસ કરવા ઉપર પ્રતિબંધ

એક ગુજરાતી અમેરિકન ડોક્ટર પર કેલિફોર્નિયાના મેડિકલ સત્તાવાળાઓએ તેની ટેસ્લા કારને ઈરાદાપૂર્વક તેની પત્ની અને બાળકો સાથે ભેખડ પરથી નીચે પાડી અકસ્માત સર્જવાનો પ્રયાસ કર્યાનો આરોપ અગાઉ મુકાયો હતો.

Read More...
ભારતીયોને વિઝાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવતું અમેરિકા

ભારતમાં અમેરિકાના વિઝા મળવામાં લાંબા વિલંબની ફરિયાદોમાં વધારો થયા પછી અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું છે કે તેની કોન્સ્યુલર ટીમો દ્વિપક્ષી સંબંધો માટે ચાવીરૂપ વિઝા શ્રેણીઓ સહિત ભારતમાં શક્ય તેટલી વધુ વિઝા અરજીઓ પર પ્રક્રિયા શક્ય તેટલી વધુ ઝડપી બનાવવા પ્રયત્નશીલ

Read More...
અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકોને રાહતનો બાઈડેનનો આદેશ

અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકો દેશમાં રહી શકે અને જોબ કરી શકે તે માટેના યોગ્યતાના માપદંડ વિષે માર્ગદર્શિકા જારી કરીને બાઈડેન સરકારે તેમની મુશ્કેલીઓ થોડી હળવી કરી છે. ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલાઓમાં ભારતીય સમુદાયના સભ્યોની સંખ્યા નોંધપાત્ર રીતે મોટી છે અને

Read More...

  Sports
સાત્વિકસાઈરાજ – ચિરાગ શેટ્ટી ઈન્ડોનેશિયા ઓપનમાં ચેમ્પિયન

ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ઈન્ડોનેશિયા ઓપન બેડમિંટનનો ડબલ્સનો તાજ રવિવારે હાંસલ કર્યો હતો. મેન્સ ડબલ્સની ફાઇનલમાં આ ભારતીય ખેલાડીઓએ મલેશિયાના આરોન ચિયા અને સોહ વુઇ ચિકને સીધી ગેમ્સમાં

Read More...
એશિયા કપ ક્રિકેટ પાકિસ્તાન, શ્રીલંકામાં રમાશે

એશિયા કપ ક્રિકેટની તારીખો આખરે ગયા સપ્તાહે જાહેર કરાઈ હતી. ગુરુવારે એક મીડિયા રિલીઝમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ જાહેરાત કરી કે 2023 ની એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ વન-ડે ઈન્ટરનેશનલ્સરૂપે 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે.

Read More...
અભિષેક વર્મા તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ થ્રીમાં ગોલ્ડ મેડલ વિજેતા

ભારતના અભિષેક વર્માએ કોલંબિયાના મેડેલીનમાં ચાલી રહેલા તીરંદાજીના વર્લ્ડ કપ સ્ટેજ થ્રીમાં રવિવારે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અભિષેકને આ સફળતા કમ્પાઉન્ડ તીરંદાજીની વ્યક્તિગત ઈવેન્ટમાં મળી હતી. તેણે ગોલ્ડ મેડલ માટેના મુકાબલામાં અમેરિકાના જેમ્સ Read More...

બુમરાહ-શ્રેયસની એશિયા કપથી વાપસીની સંભાવના

ઈજાગ્રસ્ત થયા પછી સારવાર અને રીહેબની પ્રોસેસના કારણે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ તેમજ એકાદ સીરીઝથી બહાર થયેલા મિડલ ઓર્ડર બેટર શ્રેયસ ઐયર હવે એશિયા કપથી ટીમમાં વાપસી કરે તેવી શક્યતા જણાય

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
મોદીની યાત્રા પહેલાં અમેરિકા સાથે $3 બિલિયનની ડ્રોન ડીલને મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 21 જૂનથી અમેરિકા યાત્રા પહેલા ભારતના સંરક્ષણ મંત્રાલયે અમેરિકા પાસેથી 3 બિલિયન ડોલરમાં 30 MQ-9B પ્રિડેટર ડ્રોન ખરીદવાની ડીલને ગુરુવારે મંજૂરી આપી હતી. ભારત સરકાર-સરકાર વચ્ચેની ડીલ હેઠળ અમેરિકાની ડિફેન્સ કંપની જનરલ એટોમિક્સ ગ્લોબલ

Read More...
ઈન્ડિગોની 500 વિમાન ખરીદવાની એરબસ સાથે ડીલ

ભારતની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોએ સોમવાર, 19 જૂને એરબસ સાથે 500 વિમાનોના સોદાની જાહેરાત કરી હતી, જે ઉડ્ડયન ઈતિહાસમાં સૌથી મોટી ડીલ છે. તાજેતરમાં એર ઇન્ડિયાએ 470 વિમાનની ખરીદીની કરેલી ડીલ કરતાં પણ આ ડીલ મોટી છે.

Read More...
ભાગેડુ મેહુલ ચોકસીના બેન્ક-ડિમેટ એકાઉન્ટ ટાંચમાં લેવાયાં

માર્કેટ રેગ્યુલેટર સેબીએ ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસીના બેંક ખાતા થતા શેર અને મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સને ટાંચમાં લેવાનો ગુરુવારે આદેશ આપ્યો હતા. કુલ રૂ.5.35 કરોડની બાકી રકમ વસૂલવા માટે આ નિર્ણય કરાયો હતો.

Read More...
ફોર્બ્સની ગ્લોબલ-2000ની યાદીમાં રિલાયન્સ આઠ સ્થાન કુદાવી 45મા ક્રમે

બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ફોર્બ્સની વિશ્વભરની ટોચની 2000 કંપનીઓની વર્ષ 2023ની યાદીમાં આઠ સ્થાન કૂદાવીને 45મા ક્રમ પર રહી છે. ગત વર્ષ કરતાં રિલાયન્સ આ યાદીમાં 8 ક્રમ ઉપર રહી છે. રિલાયન્સ આ યાદીમાં જર્મનીની બીએમડબ્લ્યુ, સ્વિત્ઝર્લેન્ડની નેસ્લે, ચીનની અલીબાબા, અમેરિકાની

Read More...
ભારતીય પીએમ મોદીને કોંગ્રેસને સંબોધિત કરવા આમંત્રણ

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2019 માં તેમના “હાઉડી મોદી” પ્રવાસ પછી પ્રથમ વખત યુ.એસ. પરત ફરી રહ્યા છે. મોદી 21 થી 23 જૂનના રોજ વ્હાઇટ હાઉસની મુલાકાત લેવાના છે અને તેમના પ્રથમ સત્તાવાર રાજ્ય દરમિયાન કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. ભારતીય અમેરિકન હોટેલીયરોને આશા

Read More...
82 ટકા હોટેલ્સ સ્ટાફની અછત અનુભવી રહી છેઃ AHLA સર્વે

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવેલા હોટેલિયર્સના તાજેતરના સર્વેક્ષણ મુજબ 80 ટકાથી વધુ હોટલ હાલમાં સ્ટાફની અછતનો સામનો કરી રહી છે. આના પગલે હોટેલીયર્સ સંભવિત હાયરોને આકર્ષવા માટે વિવિધ પ્રોત્સાહનો ઓફર કરી રહ્યા છે.

Read More...
સોનેસ્ટાએ CAમાં પ્રથમ સોનેસ્ટા એસેન્શિયલનું ઉદઘાટન કર્યું, બે સોફ્ટ બ્રાન્ડ્સ રજૂ કરી

સોનેસ્ટા ઇન્ટરનેસનલ કોર્પોરેશને કેલિફોર્નિયાના વેકાવિલેમાં સોનેસ્ટા એસેન્શિયલ-બ્રાન્ડેડ હોટેલ સોનેસ્ટા એસેન્શિયલ વેકાવિલેનું ઉદઘાટન કર્યુ છે. તેણે બે સોફ્ટ બ્રાન્ડ, ક્લાસિકો, સોનેસ્ટા કલેક્શન અને MOD, એક સોનેસ્ટા કલેક્શન પણ રજૂ કર્યું છે, જે અપર-અપસ્કેલ અને અપસ્કેલ સેગમેન્ટ્સ માટે છે.

Read More...
કોંગ્રેસનું SBA ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર તરીકે સૈયદની નિમણૂકને સમર્થન

કોંગ્રેસે તાજેતરમાં યુ.એસ. સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર તરીકે દિલાવર સૈયદની નિમણૂકને સમર્થન આપ્યું છે. આ પદ 2018 થી ખાલી હતું. AAHOAએ સેનેટના આ પગલાને વધાવ્યું છે. તેનાથી એસોસિયેશનના 20,000 સભ્યોને જબરજસ્ત પ્રોત્સાહન મળશે.

Read More...
  Entertainment

ભારે વિવાદ વચ્ચે ફિલ્મ આદિપુરુષે 3 દિવસમાં રૂ.340 કરોડની કમાણી કરી

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષ”ના ડાયલોગ અંગે વિવાદ ઊભો થયો હતો. આ હોબાળા વચ્ચે ફિલ્મના સંવાદ લેખક મનોજ મુન્તશીર શુક્લાએ રવિવારે જણાવ્યું હતું કે આ પૌરાણિક મહાકાવ્ય ફિલ્મના નિર્માતાઓએ કેટલાક સંવાદોમાં સુધારો કરવાનો

Read More...

હવે શક્તિમાન સીરિયલ પરથી ફિલ્મ બનશે

1990 દસકાના સુપરહીરો ‘શક્તિમાન’ ફરીથી ફિલ્મી પડદે જોવા મળી શકે છે. જ્યારથી આ ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો ઉત્સાહિત છે. અભિનેતા મુકેશ ખન્નાએ શક્તિમાન બનીને તેમનું નામ દરેકમાં જાણીતું કર્યું હતું.

Read More...

રજનીકાંત અને અમિતાભ બચ્ચન 32 વર્ષ પછી એકસાથે જોવા મળશે

ભારતીય સિનેમાના બે દિગ્ગજ કલાકારો રજનીકાંત અને અમિતાભ બચ્ચન ફરીથી મોટા પડદા પર ફરી એકસાથે જોવા મળશે. હમ, અંધા કાનૂન અને ગિરફ્તાર જેવી ફિલ્મોમાં એકસાથે જોવા મળ્યા પછી આ બંને લગભગ 32 વર્ષ પછી થલાઈવર 170

Read More...

શું છે દિશા પટણીની ફિટનેસનું રહસ્ય?

બોલિવૂડમાં અનેક સૌંદર્ય સામ્રાજ્ઞી છે. તેમાં 31 વર્ષીય દિશા પટણીનો પણ સમાવેશ થાય છે. જોકે, તે પોતાની ફિલ્મો કરતાં વધારે ફિટનેસ અને હોટનેસ દ્વારા ચાહકોને વધુ આકર્ષી રહી છે. દિશા સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને ઘણીવાર ફિટનેસ જાળવવા માટે પ્રેરણા આપે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store