અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવેલા હોટેલિયર્સના તાજેતરના સર્વેક્ષણ મુજબ 80 ટકાથી વધુ હોટલ હાલમાં સ્ટાફની અછતનો સામનો કરી રહી છે. આના પગલે હોટેલીયર્સ સંભવિત હાયરોને આકર્ષવા માટે વિવિધ પ્રોત્સાહનો ઓફર કરી રહ્યા છે.

સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે સર્વેક્ષણના 82 ટકા ઉત્તરદાતાઓ સૂચવે છે કે તેઓ સ્ટાફની અછત અનુભવી રહ્યા છે. તેમાથી 26 ટકાની સ્થિતિ અત્યંત ગંભીર છે. એટલે કે તેના લીધે હોટલની સંચાલન કરવાની ક્ષમતાને અસર થઈ રહી છે. સ્ટાફની સૌથી નિર્ણાયક જરૂરિયાત હાઉસકીપિંગ છે, જેમાં 40 ટકા હાયરિંગની જરૂરિયાતને ટોચનો ક્રમ આવે છે.
75 ટકા ઉત્તરદાતાઓ વર્તમાન કર્મચારીના વેતનમાં વધારો કરી રહ્યા છે, જ્યારે 64 ટકા કામના કલાકોના સંદર્ભમાં વધેલી સુગમતા પ્રદાન કરી રહ્યા છે અને 36 ટકા કર્મચારી લાભોનો વિસ્તાર કરી રહ્યા છે. જો કે, આ પ્રયાસો છતાં, 87 ટકા હોટેલીયર્સ હજુ પણ તેમની ખુલ્લી જગ્યાઓ ભરવામાં અસમર્થ છે. એએચએલએના પ્રમુખ અને સીઇઓ ચિપ રોજર્સ લોજિંગ ઉદ્યોગમાં કારકિર્દીની નોંધપાત્ર સંભાવનાઓને સ્વીકારે છે.

LEAVE A REPLY

five × four =