સોનેસ્ટા ઇન્ટરનેસનલ કોર્પોરેશને કેલિફોર્નિયાના વેકાવિલેમાં સોનેસ્ટા એસેન્શિયલ-બ્રાન્ડેડ હોટેલ સોનેસ્ટા એસેન્શિયલ વેકાવિલેનું ઉદઘાટન કર્યુ છે. તેણે બે સોફ્ટ બ્રાન્ડ, ક્લાસિકો, સોનેસ્ટા કલેક્શન અને MOD, એક સોનેસ્ટા કલેક્શન પણ રજૂ કર્યું છે, જે અપર-અપસ્કેલ અને અપસ્કેલ સેગમેન્ટ્સ માટે છે.

સોનેસ્ટા એસેન્શિયલનો પ્રારંભ વેકાવિલેમાં તાજેતરમાં ખોલવામાં આવેલ સોનેસ્ટા એસેન્શિયલમાં 86 રૂમ છે અને તેની માલિકી દિવ્યેશ પટેલની છે. સોનેસ્ટા એસેન્શિયલ જાન્યુઆરીમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. તે હાયર-મિડ-સ્કેલ સિલેક્ટ-સર્વિસ બ્રાન્ડ છે. અપગ્રેડેડ બેડ, મફત હાઇ-સ્પીડ વાઇફાઇ, મફત નાસ્તો, પ્રીમિયમ આખા દિવસની કોફી અને ફિટનેસ સેન્ટર સાથે સ્લીપ પ્રોગ્રામ ઑફર કરે છે.

પટેલે જણાવ્યું હતું કે વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ તરીકે, કેલિફોર્નિયા વાઇન કન્ટ્રી એ સોનેસ્ટા એસેન્શિયલ પ્રોપર્ટી માટે યોગ્ય સ્થળ છે.” “આ વિસ્તારના પ્રવાસીઓ વારંવાર પ્રવાસ કરતા હોય છે, સોનેસ્ટા એસેન્શિયલ એક અનુકૂળ આરામદાયક હોટેલમાં રોકાણ માટે તમામ જરૂરિયાતો પૂરી પાડે છે જ્યારે મહેમાનોને તેમના અનુભવો અને હોટલની બહાર કાયમી યાદો બનાવવા માટે તેમને વધુ સમય અને નાણાં ખર્ચવાનો વિકલ્પ પૂરો છે.” સોનેસ્ટા પાસે આઠ દેશોમાં 19 બ્રાન્ડ્સમાં કુલ 100,000 ગેસ્ટ રૂમની અંદાજે 1,200 મિલકતો છે.

LEAVE A REPLY

thirteen + five =